Thursday, September 05, 2013

તૈયાર સુખ વારસામાં નથી જોઈતું ...

તૈયાર  સુખ વારસામાં  નથી  જોઈતું ...
- ભુપતભાઈ  વડોદરિયા 
સંતાનોના વહેવારથી દુઃખી થયેલા એક શ્રીમંત વૃદ્ધે હમણાં કહ્યુઃ ‘સંતાનોને સુખી કરવા માટે હું તો વધુ ને વધુ ધન મેળવવાની જંજાળ વધારતો ગયો. છેવટે એ ધન સંતાનોની નજરે જાતે નહીં કમાયેલી ઓચિંતી હાથ લાગેલી મિલકતની જેમ આવી ચડ્યું! પિતા સાથેની એમની સગાઈ માત્ર ધનની જ રહી, કેમ કે એ સિવાય તો સંતાનોને કશું આપ્યું જ નહોતું! એમને પ્રેમ નહોતો આપ્યો, મૈત્રી નહોતી આપી, સોબત નહોતી આપી. તેમની અંગત મૂંઝવણો સમજવાની કોશિશ કરી નહોતી કે તેમને કોઈ હૂંફ કે હિંમત આપી નહોતી. કારણકે આ બધા માટે મારી પાસે સમય જ નહોતો. મેં બધો સમય તેમના ‘સુખ’ માટે તેમની સરિયામ અવગણના કરીને માત્ર વધુ ને વધુ ધન કમાવા માટે જ વાપર્યો અને એમ કરીને તેમના ભવિષ્યને નિશ્ચિંત બનાવવાના ભ્રમમાં તેમના ચણતર-ઘડતરનાં વર્ષો વેડફી નાખ્યાં! કોઈ બીજી કડી ઊભી કરી જ નહીં. સ્નેહ જેવી મજબૂત કડી બીજી કોઈ નથી, તેનું સાચું ભાન તો મને પોતાને જ નહોતું એટલે મારાં સંતાનો સાથે માત્ર ધનની સગાઈ- એક જ એ કડી રહી. તમને કદાચ મારી વાત સાચી નહીં લાગે, પણ હું સાચું જ કહું છું કે મારાં સંતાનો મારા મૃત્યુની રાહ જુએ છે! હું આ સંસારમાંથી હંમેશ માટે વિદાય લઉં અને તેમને મારું એકત્રિત કરેલું ધન પ્રાપ્ત થઈ જાય! હું એમને ધનનો વારસો આપીને જઈશ, તેની કૃતજ્ઞતા તેમના અંતરમાં નથી- અલબત્ત, વાંક મારો જ છે- તેમને લાગે છે કે તેમને કાયદેસર મળવાપાત્ર વારસા ઉપર હું અજગર બનીને બેઠો છું અને હું જાઉં તો એમનો વારસો એમને મળે!’

આ ગૃહસ્થની વેદનાનો પાર નહોતો. એક વધુ અગત્યનો મુદ્દો કદાચ તેમના ખ્યાલ બહાર ગયો હશે. તેમણે પોતાનાં સંતાનોના ભવિષ્યની ચિંતા કરીને જે ધનનો વારસો તૈયાર કર્યો, તેના કારણે તેમણે પોતાનાં સંતાનોને જ પોતાના પગ ઉપર ઊભા રહેવા માટે આડકતરી રીતે નાલાયક જાહેર કર્યા- તેમની શક્તિમાં જાણે કે તેમને કોઈ વિશ્વાસ જ નહોતો. પુત્રોના પરાક્રમની ધગશ મરી જ પરવારે તો તેમાં નવાઈ શી?

અમેરિકાના એક અતિ શ્રીમંત ઉદ્યોગપતિએ પોતાનાં ધન-ધંધાનો વારસો પુત્રને આપવા આગ્રહ કર્યો, પણ પિતાની લાગણીને માન આપવા ખાતર પણ એ વારસો સ્વીકારવા પુત્ર તૈયાર ન થયો. પછી આ ઉદ્યોગપતિએ પોતાના પૌત્ર ઉપર મીટ માંડી. પૌત્ર સગીર મટીને પુખ્ત થયો, ત્યારે દાદાએ પોતાની સંપત્તિ તેને સોંપવા માંડી, ત્યારે પૌત્રે કહ્યું કે, ‘દાદા, મારે મારી પોતાની રીતે જીવવું છે!’

‘મારે સ્વતંત્ર રીતે જીવવું છે! મારે મારું પોતાનું એક આકાશ છે અને એ આકાશમાં મારે ઊડવું છે! તમે મને સલામતી આપવા માગો છો, પણ મારે આવી સલામતી જોઈતી નથી! મારા પરાક્રમની બધી જ પાંખો બંધાઈ જાય એવી સોનેરી પિંજરાના પંખીની સલામતી મારે શું કામની? તમે મને સુખી જોવા ઇચ્છો છો, પણ દાદા, તમે જેને સુખો માનો છો તે મારે મન સુખ છે જ નહીં! મારે કોઈ તૈયાર સુખ પિતાના કે દાદાના વારસારૂપે જોઈતું જ નથી! મારું સુખ પણ મારે મારી જાતે જ રચવું છે! હું તો અહીં અમેરિકામાં રહેવા પણ માગતો નથી! હું તો જર્મની, ઇટલી અને ફ્રાંસ જવા માગું છું! તમારા જેવા શ્રીમંત માણસની ગુડ્ઝ ટ્રેનનો કીમતી દાગીનો મારે બનવું જ નથી! મારે તો મારી યાત્રા મારી રીતે હાથ ધરવી છે અને મારી રીતે ઠોકર ખાતાં ખાતાં આગળ વધવું છે! તમે માઠું ન લગાડશો. હું તો તમારો પૌત્ર હોવાનો પણ સાફ ઇનકાર કરું છું! જે ક્ષણે હું તમારો પૌત્ર હોવાની વાત સ્વીકારી લઉં એ ઘડીએ મારું તો આવી જ બને! તમારા પૌત્ર થવું એટલે ગમે ત્યારે અપહરણનું જોખમ માથે લઈને જીવવું! કોઈ પ્રેમથી મારું અપહરણ કરે તો મને વાંધો નથી- કોઈ ધનને માટે મારું અપહરણ કરે- મારી જિંદગીની કિંમત માત્ર અમુક લાખ ડોલર માગે તે મને કબૂલ નથી!’ આ અમેરિકન ઉદ્યોગપતિએ છેવટે બધી જ મિલકત ધર્માદામાં આપી દીધી! એટલે જ એક પ્રાચીન ઉક્તિ એવું કહે છે કે પુત્ર સપૂત થવાનો છે, એવું માનતા હો તો પછી ધનનો સંચય શું કામ કરો છો?

અને તમને શંકા હોય કે પુત્ર કપૂત થશે તો તો પછી ધનનો સંચય કરવાનો કંઈ અર્થ જ નથી. કેમ કે તે તમારું ધન વેડફી નાખે એટલું જ જોખમ નથી- વધુ મોટું જોખમ એ છે કે તમારું જીવન વેડફી નાખવા જતાં પોતાનું જીવન પણ વેડફી નાખે!

ખરેખર જિંદગીમાં સુખી થવા માટે માણસે જરૂરિયાતોની કે સુખસગવડોની યાદીમાં ક્યાંક તો પૂર્ણવિરામ મૂકવું જ પડે છે અને પૂર્ણવિરામ વહેલામાં વહેલી તકે મૂકવાને બદલે જે પોતાની યાદીને લાંબી ને લાંબી કર્યા કરે છે, તે માત્ર વધુ ને વધુ દુઃખને વહોર્યા વગર રહેતો નથી!

Saturday, June 15, 2013

ડિગ્રીના મોહ અને મહત્ત્વની યોગ્યતા!

સંસાર દર્પણ 
ડિગ્રીના મોહ અને મહત્ત્વની યોગ્યતા!
-ભૂપત વડોદરિયા
જિંદગીમાં સફળ થયેલાને પૂછીએ તો એ કહેશે કે ડિગ્રીનું કંઇ મહત્ત્વ નથી. યુનિર્વિસટીની ડિગ્રી હોય કે ના હોય, તેનાથી કંઇ ફરક પડતો નથી. માણસમાં આવડત હોય, જ્ઞાન હોય, ગ્રહણશક્તિ હોય તો તે ગમે ત્યાં સફળ થઇ જાય છે. જિંદગી જેમની ઉપર ઝાઝી મહેરબાન બની નથી હોતી તેઓ કહેશે કે ડિગ્રીની કિંમત આમ તો કંઇ નથી પણ ડિગ્રી ના હોય ત્યારે તે એક ખોડ બની જાય છે. ડગલે ને પગલે આ અશક્તિ માણસને નડે છે. ડિગ્રીના વાંકે આગળ વધી નહીં શકેલા માણસો ભાગ્યને દોષ દેતાં દેતાં કહે છે કે, એક નામની પણ ડિગ્રી હોત તો હું મારી નોકરીમાં ક્યાંયનો ક્યાંય પહોંચી ગયો હોત! નોકરીમાં મેં એટલી મહેનત કરી, એટલી સાધના કરી કે મારા સાહેબો હંમેશાં મને બઢતી અપાવવા આતુર રહ્યા પણ અમુક હદ પછી એક સીમા આવી જાય છે. તમારું માથું તરત ભટકાય! તમે વધુ ઊંચા થઇ ના શકો!
કેટલાકને ડિગ્રીનો રીતસર એક મોહ હોય છે. આમાંના ઘણામાં સંભવતઃ આત્મવિશ્વાસની કંઇક ખામી હોય છે. બીજા કેટલાકને ડિગ્રી પ્રત્યે એવો મોહ નથી હોતો પણ તેમને આ અણગમતી છતાં જરૂરિયાતની ચીજ લાગે છે. એમની દલીલ એવી હોય છે ક માણસની હોશિયારી સાથે ડિગ્રીને કોઇ અતૂટ સંબંધ નથી જ નથી. પણ ડિગ્રી ચલણના એક સિક્કા જેવી છે. તેના અંતર્ગત મૂલ્યનો સવાલ જ નથી. નોકરી - વ્યવસાયના બજારમાં તેની એક માન્ય કિંમત છે એટલે તેના ટેકા વિના ચાલતું નથી.
અંગ્રેજી ભાષાનો પ્રથમ પ્રામાણિક શબ્દકોષ તૈયાર કરનાર ડો. સેમ્યુઅલ જોન્સન પાસે કોઇ ડિગ્રી નહોતી. પોતાની જાતે શીખીને અને વિશાળ વાંચનથી તેમણે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું હતું અને વિદ્વતા તેમ જ લેખનશક્તિ પણ સિદ્ધ કર્યાં હતાં. પચીસ - છવીસ વર્ષની ઉંમરે પરચૂરણ લેખોના મહેનતાણા ઉપર પેટગુજારો કરતા, પણ હકીકતે ભૂખે મરતા જોન્સનને મિત્રોએ કહ્યું કે અંગ્રેજી ભાષાની અને અંગ્રેજી સાહિત્યની સેવા કરવાની તમારી ધગશ દાદ માગે તેવી છે પણ તમે એક નોકરી લઇ લ્યો! કોઇક શાળામાં શિક્ષકની નોકરી લઇ લ્યો! શિક્ષકને મહિને બાંધેલો પગાર મળે! તેમાં બે ટંકનું ખાવાનું અને ભાડાનું ઘર તો મળે! પછી તો સેમ્યુઅલ જોન્સન નોકરીની શોધમાં લાગી ગયા. શિક્ષકની નોકરી શોધવા નીકળ્યા એટલે ખબર પડી કે તે માટે ઓછામાં ઓછી લાયકાત ગ્રેજયુએટની ડિગ્રી ગણાય!
ડો. જોન્સનના મિત્રોને તેમના ભાષાજ્ઞાન, તેમના સાહિત્યજ્ઞાન, તેમની વિદ્વતા માટે ઘણો ઊંચો મત હતો. વળી મિત્ર માટે પ્રેમ પણ હતો. તેમણે નિરાશ થઇ રહેલા જોન્સનને આશ્વાસન આપ્યું કે, વાત માત્ર ડિગ્રીની જ છે ને? એક યુનિર્વિસટીના કુલપતિને અમે ઓળખીએ છીએ. એ પણ વિદ્યાનુરાગી માણસ છે. એને કહીશું કે ભાઇ, તમે અમારા દોસ્તની જે પરીક્ષા લેવી હોય તે લઇ લો, તે કોઇ પણ પરીક્ષામાં બેસવા તૈયાર છે! તમારી પરીક્ષા સારા માર્કે તે પાસ કરી આપે પછી તો વાંધો નથી ને? તમે તેને પછી તો એક ડિગ્રી આપી શકો ને?
જોન્સનના મિત્રોએ કુલપતિને પત્રો લખ્યા, રૂબરૂ મળ્યા પણ વિદ્યાનુરાગી કુલપતિએ કહ્યું કે, જોન્સનની વિદ્વતા માટે મને માન છે. પણ આ રીતે ડિગ્રી અપાતી નથી! યુનિર્વિસટી અલબત્ત માનદ ડિગ્રીઓ આપે છે પણ તે તો એવી કાળજી સાથે આપે છે કે આવી ડિગ્રી મેળવનાર માણસને એ ડિગ્રી વટાવવાની જરૂર જ ના હોય; માનદ ડિગ્રી મેળવનારને માટે તે માનનું એક પ્રતીક હોય છે! યુનિર્વિસટી આ કાગળનાં ફૂલ આપીને વધુ તો જાતે જ ધન્યતા અનુભવે છે. બાકી માણસ ગમે તેટલો વિદ્વાન હોય પણ તે હજુ જુવાન હોય, ગરીબ હોય, ડિગ્રીને નોકરીના બજારમાં વટાવવાની ગરજવાળો હોય તો તેને ડિગ્રી ના અપાય!
જોન્સનને ડિગ્રી ના મળી. તે દુઃખી થયો. થોડો વધુ વખત ભૂખે મર્યો પણ સરવાળે તેને ફાયદો થયો. ડિગ્રીના વાંકે શિક્ષકની નોકરી ના મળી એટલે તેણે બમણા જોશથી સરસ્વતીની આરાધના શરૂ કરી. તે વધુ સારો સર્જક બન્યો. વધુ ખ્યાતિ પામ્યો અને આગળ ઉપર માનદ ડિગ્રીનો અધિકારી પણ બન્યો.
વીસમી સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન શાળા - કોલેજના ભણતરમાં બહુ હોશિયાર નહોતા. તેમણે શિક્ષણપદ્ધતિની અને પરીક્ષાની પદ્ધતિની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે જ વિદ્યાર્થીને અનેક નકામા વિષયો અને નકામી માહિતી મગજમાં ઠાંસવા પડે છે. જ્ઞાનની જિજ્ઞાસા આનાથી મરી જાય છે. આઇન્સ્ટાઇન ૨૧ વર્ષની ઉંમરે માંડ માંડ ગણિતના ખાસ શિક્ષક થવા માટેની ડિગ્રી મેળવી શક્યા. પણ નોકરી ના મળી. આઇન્સ્ટાઇનના પિતાએ ગરીબ બેકાર પુત્રની પીડાથી દ્રવિત થઇને પોતાના પુત્રને નોકરી આપવા માટે એક ઓળખીતા નામાંકિત પ્રાધ્યાપક પર લખેલો પત્ર હૃદયદ્રાવક છે! આઇન્સ્ટાઇન ખૂબ જ સ્વમાની હતા તેથી દીકરાની જાણ બહાર જ પિતાએ આવો પત્ર લખેલો. પિતા મૃત્યુ પામ્યા અને ઘણાબધા વર્ષો પછી આ હકીકત બહાર આવી - પણ હકીકત બહાર એટલે આવી કે આઇન્સ્ટાઇન ક્રાંતિકારી વિજ્ઞાની તરીકે બહાર આવ્યા હતા અને હવે તેમની સફળતા - નિષ્ફળતાની નાનીમોટી વાતોમાં સૌને રસ પડ્યો હતો.
ઉત્ક્રાંતિના સિદ્ધાંતની ખાસ સમજણ ના હોય તેવો કોઇ પણ સામાન્ય માણસ એટલું જાણે છે કે કોઇક એવો વિજ્ઞાની હતો - ચાર્લ્સ ર્ડાિવન એનું નામ હતું, જેણે કાંઇક એવું સંશોધન કર્યું છે કે માણસ વાંદરામાંથી ઊતરી આવેલો છે; ચાર્લ્સ ર્ડાિવનના આ સિદ્ધાંતનો ગ્રંથ ‘ધી ઓરિજીન ઓફ સ્પેસીઝ’ના પ્રકાશનથી ખિ્રસ્તી જગતમાં ખળભળાટ થઇ ગયો હતો. ચાર્લ્સ ર્ડાિવન વિજ્ઞાની તરીકે ખ્યાતનામ બન્યા. ચાર્લ્સ ર્ડાિવનના સિદ્ધાંતની આપણે અહીં ચર્ચા નહીં કરીએ - તેમાં કેટલીક નબળી કડીઓ છે તે હવે સ્વીકારાઇ ચૂક્યું છે - ર્ડાિવનને પણ શાળા - કાૅલેજમાં ખાસ કંઇ મળ્યું નહોતું. શાળામાં તે બરાબર ભણી ના શક્યા એટલે પિતાએ તેને ઇડીનબર્ગ યુનિર્વિસટીમાં મોકલ્યા. દીકરો અહીં કંઇક વાઢકાપ-વિજ્ઞાન સર્જરીની તાલીમ લે અને દાક્તર થાય તો! ચાર્લ્સ ર્ડાર્વિનને આ કાપાકાપી ગમી નહીં એટલે છેવટે પિતાએ વિચાર્યું કે દીકરો ભણીને-ઘણીને બાહોશ થાય તેમ લાગતું નથી. તેને કેમ્બિ્રજમાં ક્રાઇસ્ટ્સ કોલેજમાં મોકલીએ. ર્ધાિમક ઉપદેશકનું કામ સહેલું છે! ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરે અને કલેર્જીમેન થાય એટલે પત્યું! આ લાઇન પણ ચાર્લ્સ ર્ડાિવનને માફક આવે તેવી નહોતી! ચાર્લ્સ ર્ડાર્વિનને નાનાં મોટાં જીવજંતુ - પ્રાણીઓ, પંખીઓમાં ઊંડો રસ હતો. આ પૃથ્વી ઉપર જીવન જે અનેક આકાર-પ્રકાર ધારણ કરે છે તેની કોઇ સળંગ સીડી છે કે પછી આ બધી વિચિત્ર રમકડાંની વખાર છે? એક અદમ્ય ઝંખના એના હૈયામાં હતી - તેણે જીવજંતુ, પંખી, પ્રાણી, માનવી, ઘણોબધો અભ્યાસ કર્યો. તેના સારરૂપે તેણે જે સિદ્ધાંત તારવ્યો તેમાં ખરેખરું સત્ય કેટલું? તેમાં ખરેખર ચતુરાઇપૂર્ણ અનુમાનોની આળપંપાળથી વધુ કંઇ છે કે નહીં - આ બધા સવાલો અહીં પ્રસ્તુત નથી પણ અહીં મુદ્દો એ છે કે જેમની વિજ્ઞાનબુદ્ધિ માટે બે મત નથી તેવા માણસને કોઇ આછીપાતળી ડિગ્રી મળી શકે તેમ નહોતું. આમાં આ કે તે યુનિર્વિસટીનો કે તેના પ્રાધ્યાપકોનો દોષ નથી. દરેક સૈકામાં અને લગભગ દરેક દેશમાં શિક્ષણની આની આ જ સમસ્યાઓ રહી છે.
દરેક દેશમાં જ્ઞાન-વિજ્ઞાન તેમ જ વેપાર - ઉદ્યોગના એક યા બીજા ક્ષેત્રમાં ડિગ્રી વગરના માણસો સાચા હીરાની જેમ ઝળકી ઊઠ્યા હોય તેવું બન્યું છે. બીજી બાજુ જાતજાતની ડિગ્રીઓના પ્રમાણપત્રો લઇને બેઠેલા માણસો કોઇક સાધારણ નોકરીમાં કે વ્યવસાયમાં દટાયેલા રહ્યા છે. તેમની શૈક્ષણિક કારકિર્દીને ડિગ્રીઓના અજવાળે જુઓ તો પ્રથમ કક્ષાની લાગે પણ તેમનું એ જ્ઞાન કોઇ નાનકડા ખેતરમાં પણ અહીંતહીં પડેલ બીજની જેમ પણ પ્રસરી ના શક્યું અને એમાંથી કોઇ લીલીછમ જ્ઞાન-વાડીનું સર્જન ના થયું. આ અનેક ડિગ્રીધારીઓની પ્રામાણિક્તાને શંકાસ્પદ ગણવાની જરૂર નથી. આવી શંકા કરીએ તો કદાચ ઘણાબધા સદ્ગુણી માણસોને અન્યાય કરી બેસીએ. આમાં થોડાક એવા હશે જેમણે માત્ર જ્ઞાનનો નિર્જીવ ભાર જ ઊંચક્યો હશે અને બટર્રાન્ડ રસેલની રમૂજમાં કહીએ તો તે જ્ઞાન-ગર્દભ (ગધેડાની જેમ જ્ઞાનનો ભાર ઉપાડનારા) હશે પણ આવા થોડાકની સામે બીજા ઘણા માણસો જ્ઞાનના સાચા સાધકો પણ હશે પણ તેમના જે ગુરુએ તેમને મંત્ર આપ્યો હશે એ ગુરુ જ ‘આગે સે ચલી આતી હૈ’ના સંપ્રદાયના હશે એટલે એ સ્થાપિત શિક્ષણ પરંપરાની બહાર નજક કરી નહીં શક્યા હોય અને વાડ કૂદી જ શક્યા નહીં હોય.
ડિગ્રી સારી કે ખરાબ તેનો આ પ્રશ્ન નથી. ડિગ્રીનો મોહ રાખવાની જેમ જરૂર નથી તેમ તેનો તિરસ્કાર કેળવવાની જરૂર નથી. ડિગ્રી મળે તો જરૂર લેવી પણ તેના વિના બધાં વહાણ ડૂબી જવાની ભીતિ રાખવાની જરૂર નથી. ડિગ્રી મળે તો તેને ભવસાગર પાર કરવાની અણડૂબ હોડી ગણી લેવાની જરૂર નથી. તમારા જ્ઞાન અને કૌશલની કક્ષા એવી હોવી જોઇએ કે તેનો પરિચય થતાંવેંત માણસ તમારી ડિગ્રી જાણીને ચકિત થાય - તમે ડિગ્રીના દીકરા નહીં, તેના દાદા લાગો. તમારી પાસે લાંબીલચક ડિગ્રી હોય પણ તમારો જ્ઞાન-વિકાસ નહિવત્ હોય તો માણસને થશે કે આને આવી મોટી ડિગ્રી કોણે આપી? ડિગ્રી જ્ઞાનના દાવાના પુરાવા તરીકે નકામી છે તો અજ્ઞાનની ક્ષમાયાચના તરીકે તો તેથી વધુ નકામી છે. આટલું સમજીને ડિગ્રી ધારણ કરવામાં કે નહીં કરવામાં વાંધો નથી. વિનોબા ભાવેની જેમ દરેક પોતાનું શૈક્ષણિક પ્રમાણપત્ર બાળી નાખી ના શકે પણ તેને ભૂલી તો જરૂર શકે છે.
( લેખકના પુસ્તકમાંથી )

Thursday, June 13, 2013

સારા માણસ બનવું એ સૌથી કઠિન કાર્ય છે

સારા માણસ બનવું  સૌથી કઠિન કાર્ય છે

-ભુપતભાઇ વડોદરિયા

જો ઝૂંપડામાં રહેતા માણસની રહેણીકરણી અને આચારવિચાર સારા હોય તો તેની આસપાસ સારોમાહોલ રહેવાનો  છેજો ઊંચા મહેલોમાં રહેતો માણસ ભ્રષ્ટ હોયવ્યસની હોય તો તેનો માહોલક્યારેય સારો રહેવાનો  નથીએક સારા પરિવારનું નિર્માણ કરવામાં કેટલીય પેઢીઓ વીતી જતીહોય છેપણ જો પરિવારનો એક માણસ ખરાબ વિચારવાળો હોય તો તે સમગ્ર કુળની કીર્તિ એકક્ષણમાં  ધૂળમાં મેળવી દે છે

આજના જમાનામાં લોકો સાતમા આસમાને વિહરતા જોવા મળે છેકોઈ સાદગીથી જીવવામાંમાનતું  નથીપરંતુ જેમના સંસ્કાર સાતમા આસમાન જેટલી ઊંચાઈવાળા છે તેવા લોકોગણ્યાગાંઠ્યા  છેસાતમા આસમાને દિમાગનો પારો  ધરાવતા અસંસ્કારી લોકોની સંખ્યા વધતીજાય છેઅત્યારે સમાજમાં સૌના દિલમાં જાગૃતિનો પ્રકાશ પ્રસરવો જરૃરી છે.
મનુષ્યનો જન્મ પામીને સારા માણસ બનવું  સંસારનું સૌથી કઠિન કાર્ય છેમનુષ્ય જો સારોમાણસ બને તો તેની આસપાસ સારો માહોલ આપોઆપ  નિર્માણ પામે છેસારો માહોલ ઊંચામહેલમાં  બને છે એવું નથીજો ઝૂંપડામાં રહેતા માણસની રહેણીકરણી અને આચારવિચાર સારાહોય તો તેની આસપાસ સારો માહોલ રહેવાનો  છેજો ઊંચા મહેલોમાં રહેતો માણસ ભ્રષ્ટ હોય,વ્યસની હોય તો તેનો માહોલ ક્યારેય સારો રહેવાનો  નથીએક સારા પરિવારનું નિર્માણ કરવામાંકેટલીય પેઢીઓ વીતી જતી હોય છેપણ જો પરિવારનો એક માણસ ખરાબ વિચારવાળો હોય તોતે સમગ્ર કુળની કીર્તિ એક ક્ષણમાં  ધૂળમાં મેળવી દે છેબાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી તે માતાના વિચારો વડે સંસ્કાર પામવાનું શરૃ કરી દે છેજીવનું ચરિત્ર  સંસારનો ધર્મ છે.

માનવની પ્રકૃતિ  એવી છે કે  ઉપકાર અને સહઅસ્તિત્વની ભાવના વિના એક પળ પણસુખેથી જીવી શકતો નથીસુખનો ભલે આભાસ થતો હોયપણ વાસ્તવિક સુખ બહુ ઓછાનાનસીબમાં હોય છેધર્મનો પ્રાણ છે વિવેકજે પ્રકારે આત્માવિહીન શરીરનું કોઈ મૂલ્ય અને ઉપયોગહોતો નથી એવી  રીતે સંસ્કારરહિત વિવેકહીન ધર્મનો પણ કોઈ ઉપયોગ હોતો નથીઆવા ધર્મનુંકોઈ મૂલ્ય હોતું નથીઆત્માવિહીન શરીરની જેમ આવો ધર્મ પણ સડો ધરાવે છે અને દુર્ગંધપ્રસરાવે છેધર્માંધતાથી અનેક વિકૃતિઓ જન્મે છેઅહિંસા અને પરોપકારને બદલે સ્થાપિત હિત,સ્વાર્થની ચડસાચડસીપરસ્પર ઈર્ષ્યા અને આતંકવાદ પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરે છેજો તમેધર્મની સુરક્ષા ઈચ્છતા હો તો ધર્માત્મા બનોધર્મ જડ નથીતેની સુરક્ષા કરવી જોઈએધર્મ કોઈજાતિ કે સંપ્રદાય પણ નથીધર્મને ખરીદી શકાતો નથીધર્મ એક ચૈતન્યની અનુભૂતિ છેતેની સુરક્ષાઆપણે ચૈતન્યની અનુભૂતિ દ્વારા  કરી શકીશું સિવાય ધર્મની સુરક્ષાનો કોઈ રસ્તો નથી.તમામ સંપ્રદાયવર્ગઉપવર્ગ નાશવંત છેમાત્ર ધર્મ  શાશ્વત છેથોડા પરિશ્રમ દ્વારા આપણેસારાં પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએઆજે આપણી શક્તિનો એક મહત્ત્વનો હિસ્સો સામાજિકઝઘડાઓનો ઉકેલ લાવવામાં  વપરાઈ જાય છેજો  શક્તિને આપણે આંતરિક વિકાસનાકામમાં જોતરીએ તો ઈતિહાસમાં સ્થાન પ્રાપ્ત કરી શકીશુંઆજે દરેક માણસ સ્વાર્થમાં આંધળો છે,નાહકની ચડસાચડસીમાં વ્યસ્ત છેતેને બધંુ  પોતાના માટે જોઈએ છે અને બીજાના ભોગેજોઈએ છેઆવું વિચારવું યોગ્ય નથીવિજ્ઞાન અને સુવિધા  જીવનને સરળ બનાવવા માટે છે,તે પોતે  જીવન નથી.

તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ

તર્ક-વિતર્કથી નહીંશ્રદ્ધા દ્વારા ઊંડી સમજ-ભૂપતભાઇ વડોદરિયા

આપણો પુરુષાર્થ બહારના ક્ષેત્રે ચાલ્યા  કરે છેપણ દરેક માણસ
જાણ્યે-અજાણ્યે એક આંતરિક પુરુષાર્થ પણ કરતો હોય છે.
તેણે પોતાની જાતનું ઘડતર કરવાનું છે

પોતાને ઘેર વિઝિટે બોલાવનાર એક વેપારીને જતાં જતાં ડોક્ટરે કહ્યું, "એક આટલું  યાદ રાખવું કેડોક્ટર પાટાપિંડી કરે છેબાકી જખમ રુઝાવવાનું કામ ભગવાન કરે છે અને ઘા રુઝાવનારો મોટોભગવાન બહાર જ્યાં હોય ત્યાં પણ એનો કોઇક કંપાઉન્ડર તમારી અંદર  છેબધી દવાઓ પણતમારી અંદર છેકોઇક કંપાઉન્ડર તેમાંથી સાચી દવા પસંદ કરીને તેને અસરકારક બનાવે છે."

 સુખી વેપારી કોઇ અપવાદરૃપ કિસ્સો નથીસુખી કે દુઃખીબુદ્ધિજીવી કે મહેનતકશ બધાં પુખ્ત સ્ત્રી-પરુષો કોઇ ને કોઇ વાર આવી લાગણી અનુભવે છેઘણા માણસો મનની અંદરખરાબ-ખોટા-અનિષ્ટ વિચારોને વિખેરી નાખવામાં સફળ થાય છેકોઇ ઇષ્ટદેવનું સ્મરણ કરે છે,પ્રાર્થના કરે છેપોતાનાં માતા કે પિતાનું સ્મરણ કરે છેઆમાં કશી નિર્બળતા જોવાની જરૃર નથી.માણસ જેમ જેમ વધુ ને વધુ જાણે છે તેમ તેમ તેનું ખોટું અભિમાન ઊતરી જાય છેઆપણાઅલ્પજ્ઞાનનું આપણને પારાવાર અભિમાન હોય છેઆકાશ આસમાની છે તેનું  કારણ છે.આકાશ આટલું ઊંચું છે (?) મેઘધનુષ રચાવાનું કારણ  છે ત્યાંથી માંડીને અસંખ્ય બાબતો વિશેનુંઆપણું સહેજસાજ જ્ઞાન પણ આપણને જ્ઞાનના ડુંગર જેવું લાગે છેપણ જગતના મહાનમાં મહાનવિજ્ઞાનીઓ આપણા સાધુસંતો સાથે સ્પર્ધામાં ઊતરી શકે તેટલા નમ્ર લાગે છેકારણ કે તેમણે તેમનાસૂક્ષ્મ જ્ઞાનની ખૂબ લાંબી છતાં સીમિત નળીમાંથી જોઇ લીધું છે કે જે કંઇ બહાર છે અને જે કંઇઆપણી અંદર છે તેનો પાર પામી શકાય તેવું નથી.

એટલે માણસ ઝાઝા તર્કવિતર્કમાં પડ્યા વગર શ્રદ્ધા દ્વારા એક ઊંડી સમજ કેળવી શકે છે.જીવનના નાના-મોટા અનંત દીપ પ્રગટાવનારી જે મહાશક્તિ છે તેનો કાંઇક અંશ દરેક જીવનમાંપડેલો છેઆપણે આપણી અંદર પડેલી  શક્તિને ઢંઢોળી શકીએ છીએ અને તેને કલ્યાણકારકબનાવી શકીએ છીએઅમેરિકાના મનોવિજ્ઞાનના પિતા વિલિયમ જેમ્સ કહે છે કે તમારા અજ્ઞાતમનમાં ડુંગર ડોલાવવાની શક્તિ છેઅમેરિકાનો ચિંતક રાલ્ફ વાલ્ડો એમર્સન કહે છે કે તમે જેવુંવિચારો છો તેવા તમે બનો છો.

આપણો પુરુષાર્થ બહારના ક્ષેત્રે ચાલ્યા  કરે છેપણ દરેક માણસ જાણ્યે-અજાણ્યે એક આંતરિકપુરુષાર્થ પણ કરતો હોય છેતેણે પોતાની જાતનું ઘડતર કરવાનું છેપોતાની શી ગુંજાશ છે તેપારખવાનું છે અને તે ખરેખર શું મેળવવા ઇચ્છે છે તે પણ નક્કી કરવાનું છેએક ડોક્ટર કે એકએન્જિનિયર વિદ્યા-તાલીમ લઇને પોતાનો બાહ્ય પુરુષાર્થ પુરવાર કરે છેપણ તેના આંતરિકપુરુષાર્થનું પૂરેપૂરું બળ તેમાં ભળેલું નહીં હોય તો તે કોઇ વિશિષ્ટ પ્રદાન કરી નહીં શકેહકીકતે આંતરિક પુરુષાર્થ ખૂબ મહત્ત્વનો છેકેમ કે આમાં ખેતીનો નિયમ લાગુ પડે છેતમે એક બીજવાવ્યું હોય તો દસ બીજ તમે પામો છો.
મોટા વિજ્ઞાનીઓએદાક્તરોએઉદ્યોગપતિઓએકલાકારોએ અને ઋષિમુનિઓએ પણ અજ્ઞાતમનનાઅંતઃસ્રોતનાઅંતરની પ્રેરણાના ચમત્કારો સ્વાનુભવે જોયેલા-જાણેલા છે કાંઇએકવીસમી સદીની વિશિષ્ટ દેન નથીસિગમન્ડ ફ્રોઇડે 'અજ્ઞાત મન'ની વાત કરી તે પહેલાં સેંકડોવર્ષોથી તમામ ધર્મોએ તેની હસ્તી જાહેર કરેલી છેફ્રોઇડે ત્યાં માત્ર એક જડ જોઇ પણ તેનાં મૂળસુધી ઊંડાં જવાનો તેને સમય ના રહ્યોછેલ્લાં વર્ષોમાં કેન્સરની એક પછી એક શસ્ત્રક્રિયા કરાવીરહેલા ફ્રોઇડ લગભગ છેલ્લા દ્વાર પર પહોંચ્યા હતાપણ પાછા વળી ગયાબધીવૃત્તિઓ-પ્રવૃત્તિઓના મૂળમાં કામવૃત્તિ છે તેવું તેણે કહ્યું હતુંપણ આનું પણ મૂળ છે અને બાબતનો કોઇ અલગ મર્યાદિતરૃપ વિચાર પણ કરી શકાય તેમ નથીહમણાં એક પ્રથમ પંક્તિનાવિજ્ઞાનીએ કહ્યું છે કે, "બહુ  ઘટ રીતે અને બહુ  ખૂબીથી ગૂંથાયેલો  ચંદરવો છેગ્રહો તોઠીક, 'માણસ પણ ઠીક', પણ એક ઝીણામાં ઝીણી હસ્તીનીવસ્તુની પણ અસર છેબધું એકબીજા પર અવલંબે છેઅસર પાડે છેઅસંખ્ય ચક્રો સર્જન-વિસર્જનનાં નિરંતર ચાલ્યા  કરેછેમનથીજ્ઞાનથીસાધનથી માપી ના શકાય તેવું  જે અનંત-વિરાટ તંત્ર ચાલે છેતેની પિછાનમેળવવા પૂર્વના ઋષિ-મુનિઓ પાસે  જવું રહ્યુંબીજા કોઇની પાસે તેની વ્યાખ્યા પણ નહીં જડે. લોકો  બધાને માયા કે લીલા કહેતા હોય તો તે એક વાસ્તવિક વર્ણન છે તેમ એક વિજ્ઞાનીતરીકે મારે કહેવું જોઇએ." અજ્ઞાત મન આપણી અંદર ઇશ્વર કે પરમ શક્તિનું આસન છે તેમસમજીને તેને શુભ વિચારોશુભ સંદેશાઓ-સંકલ્પો આપવા જોઇએ.