Saturday, October 18, 2014

દિવાળી ખરેખર શું છે?

અંતરના માંડવે આગિયો
ભુપતભાઈ વડોદરિયા
(વહાલી વસમી ઝીંદગી માંથી)

ઍક સંવેદનશીલ જુવાને હમણા કહ્યુકે, દીવાળીને હવે બહુ થોડા દિવસ રહ્યા. ચોપસ ખરીદી ખરીદી ચાલશે. હજુ બોનસ બોનસ ચાલે છે. પછી લોકો બે ચાર દીવસ રૂપિયાની તદાફડી અન ટેટાબાજી ચલાવશે. કોણ જાણે દિવાળીનો સાચો આનંદ જણાતો નથી. લોકો પહેલા કરતા અત્યારે વધારે દુખી છે, ઍવૂ નથી. તેથી ઉલ્ટુ, અગઊના કરતા અત્યારે ઍકંદરે સુખ સગવડો વધી છે. છતાં દિવાળી નો ઉત્સાહ જણાતો નથી.

વાત સાચી છે. હોળીના રંગ બદલાયા છે. તે વધુ કીમતી બન્યા છે. વધુ કીમતી વસ્ત્રો ઉપર તે ઘુટાય છે. પણ હોળીનો આનંદ દેખાતો નથી. દિવાળી આવે તે પહેલા લોકો પોતાની શક્તિ પ્રમાણે ઘરના રંગાવે છે. સાફ્સુફી કરે છે. નવા વસ્ત્રોની ખરીદી કરવા વિચારે છે. તરેહ તરેહ ના ખર્ચ નો અંદાજ લગાવે છે. બોનસ ઉપર ટાપીને બેસે છે. ગમે તેમ વધારાનો બંદોબસ્ત પણ કરી લે છે. આ બધા ખર્ચના ધૂમધડાકા પછી રોજીંદા જીવન માં એક સુનકાર ફેલાવે છે. તારીખના વધુ પાના ફાટે છે અને ગૃહસ્ત ને ગૃહિણી વિચાર કરે છે કે આ તે દિવાળી કે દેવાળુ ?

પાના રંગોની સજાવટ, સાફસૂફીનો  ચળકાટ કે રોશનીની ઝગમગાટ  છતાં સાચી રોનક દેખાતી નથી. નાનકડા ગામડામાં બેઠેલા એક ગરીબ માનસ ની ઝુપડી બહાર ટમટમતા દીવડા જેટલું દૈવત પાણ  શહેરોની ઝાક્ઝમાળ જોવા મળતું નથી. ગામડામાં જન્મેલો અને શહેરમાં સુખી થયેલો માણસ વિજળી કે ગોળના હરડા પ્રગટાવીને જોઈ રહે છે. તેની યાદદાસ્ત કહે છે કે એક બાળક તરીકે એણે કોઈ ગામડે જેવી દિવાળી ઉજવી હતી દિવાળી નથી. એક કિશોર તરીકે એણે માત્ર પોટાશ ફોડ્યો હતો., સદા લાવીન્ગ્યા એક એક ગણીને ફોડ્યા હતા.છતાં તેમાં આનંદ હતો. તે આનંદ આજે નથી. આજે તો કાનમાં ધાક પડી જાય તેવા બુલંદ ટેટા, રોકેટ વગેરે કાઈ કાઈ ફૂટે છે. પણ એમાંથી કર્કશ ઘોંઘાટ અને નાકને સંકોચી દે તેવી તીવ્ર વાસ સિવાય કઈ પણ નીપજતું નથી.

આનું કારણ શું? આનું કારણ એ છે કે આપણે વ્યવસાયી જીવન જેવી ધમાલ તહેવારોની  ઉજવણીમાં પણ ભરી દીધી છે. અપને તહેવારોની મજાનું પણ ખર્ચ કરવાના જુવારી જુસ્સાના ત્રાજવે ટાંગી દીધું છે. જેમાં વધુ નાણા ખર્ચીએ તેમ વધુ મજા! અપણે બધી બાબતોમાં આવું સમીકારણ ગોખી નાખ્યું છે. આપણને સમજાતું નથી કે અંતરમાં સાચા આનંદના નાનકડા ઝરણાની તોલે ગંજાવર ખર્ચના કોઈ કાડાકા ભડાકા આવી શકે તેમ નથી. તમારા અંતરમાં આનંદનું ઝરણું હોયુ છે. એના તળ સજા હોય તોં સાદામાં સાદી ઉજવણીમાંથી સુંદરમાં સુંદર રંગોળી પ્રગટે છે. આનંદનું ઝરણું સુકાઈ ગયું હશે તોં બહારની કોઈ ઝાક્ઝમક, કોઈ ચહલ પહલ, કોઈ ખાણી પીણી ઉત્સવનો સાચો આનંદ આપી નહિ શકે. દુનિયામાં બધું પૈસાથી થઇ શકે, તેવો અપણો બ્રહ્મ ભાંગ્યો નથી. જેમ વધુ નાણાં ખર્ચીએ તેમ વધુ આનંદ આવે તેવો ખયાલ હજુ છુટ્યો નથી. દિલમાં આનંદ ના હોય અને અપણે ગમે તેવા રંગીનસફાઈદાર વસ્ત્રો સજીયે કે દીવાનખાનું શણગારીએ તોં તેથી મજા આવતી નથી. આવી ઉજવણી એક ધમાલ બની જાય છે. જીવાનસંગર્ષ ની બધી ધમાલ, બધી ઉતાવળ, બધો સ્પર્ધાભાવ અપને તહેવારોની ઉજવણીમાંથી જન્મે છે. સદા કોડીયાકે એક નાની મીણબત્તી નું શાંત શીતળ અજવાળું છોડીને અપને વીજળી તોરણોની ખરચાળ લાબુક્ઝાબુકના દેખાવમાં ખોવાઈ ગયા છીએ.

લોકો દિવાળી નિમિત્તે મીઠી અને ફરસાણ બનાવે છે કે તૈયાર મીઠાઈઓ ઉપાડી લાવે છે, પણ તેનો સ્વાદ માણવાની માનસિક તૈયારી ક્યાં? સ્વાદ અપને માણી શકતા નથી. કારણકે દરેક ચીજની સાથે આપને અદેશ્ય આવું કિંમત દર્શાવતું પતાકડું ચીટકાવી દીધું હોય છે. કોઈ અપની મીઠી વખાણે ત્યારે આપનાથી બોલી જવાય છે : અરે, આ બધું કેટલું મોઘું થઇ ગયું છે! તહેવારો માણીએ છીએ તે પણ અપના નાના નાના અસન્તોષો નું આણુ પાથરીને! રોશની બરાબર પ્રગટાવીએ છીએ પણ મનની આંખ વીજળીના મીટર ઉપર ચોટેલી હોય છે. ફટાકડા ફોડીએ છીએ, પણ તેનો આનંદ એ ફટાકડાની સાથે રૂપિયા ફૂટી રહ્યા છે તેના ભાનમાં લુપ્ત છીએ, પણ તેનો આનંદ, એ ફટાકડાની સાથે રૂપિયા ફૂટી રહ્યા છે તેના ભાનમાં લુપ્ત થઇ જાય છે. બેસતા વર્ષના અભિનંદનોની આપલે માટે માનો કાંટો મોટર, સ્કુટર કે રીક્ષાના મીટર ઉપરજ કાંપયા કરતો હોય છે. મિલનમાં ઉમળકો નથી. મિલનમાં નિરાંત નથી. જાણે હુતુતુ રમતા હોઈએ તેમ સ્નેહીયો, સંબંધીયોના બારણે હાથ દીધો ના દીધો અને વળી દોડધામ ચાલુ ! સાચા ઉમળકાના સથાવાલા વિના માત્ર કર્તવ્યપાલન નો ખેલ હોય છે. આજે શેઠને ઘરે જવું પડશ, આજે સાહેબને માલ્વુંજ પડશે - આમાં પણ ધંધાદળી સંબંધોની લાચાર સગાઇ બોલે છે. કોઈને મન મુકીને મળવાની વાતજ નથી. ફાયદાકારક સંબંધોને ચોપડે કોઈક જમા કરાવી દેવાની ગણતરી હોય છે.

દિવાળી પ્રકાશનો ઉત્સવ માટીને માત્ર અંધકાર ની ઉજાણી બની ગઈ છે. તેનું કારણ અપનો પોતાનો બદલાઈ ગયેલો અભિગમ છે. જીવન પ્રત્યેનું આપનું વલણ બદલાઈ ગયું છે. દિવાળી ટાણે પણ આપણને આજ ઉપાધી પીડતી રહે છે. દિવાળી ખરેખર શું છે? એ કહે છે કે અંધકાળથી ડરવાની જરૂર નથી. ગમે તેવી અંધાળી  અમાસને છેડે ચાંદ  ઉભેલો હોય છે. ગમે તેવી અંધાર્ળી રાતના છેલ્લા પ્રહાળ માં સુરજ હાજર થવા તેનો રેશમી સાફો બાંધી રહ્યો હોય છે. અંધકાર અને પ્રકાશની આ ફેર ફૂદેડી ચાલ્યાજ કરે છે અને ચાલ્યાજ કરવાની છે. દિવાળીનું કાજળ આંખમાં આંજો - નુતન વર્ષનું તેજ કિરણ તેમાંથી ફૂટશે। સમયની તીમ્પણું ભલભલાને થકવી નાખે તેવું હોય છે. એટલે તેમાં આવા પ્રકરણો તોં પાડવાજ પડે. કથા સળંગ છે. પણ તેના ચઢાવ ઉતાર આવા પ્રકરણોને આભારી છે. એક પ્રકરણની સમાપ્તીમાં નવા પ્રકરણનો આરંભ સંતાયેલો  હોય છે. જીંદગીમાં આસો કારતકની સગાઇ સમજો। એક વર્ષનો છેડો બીજા વર્ષનો મંગલ આરંભ છે. જિંદગીના હરેક તબક્કાને આ વાત લાગુ પડે છે. મધુર શૈશવ પૂરું થતા તોફાની બાળપણ રમવા માંડે છે. અને બાળપણની વિદાયને કિશોર અવસ્થા ભુલાવી દે છે. કિશોર કાળ ની સમાપ્તિને યૌવનની વસંત નવી ચાલ શીખવે છે. યૌવનનો અંત પીછાનીયે તે પહેલા ઘરના ઘોડિયે ફરી પોતાનાજ પ્રાણપ્રહ્વામાંથી પ્રગટેલું શૈશવ ખેલવા માંડે છે. હરેક ખરતા પાનની ઓથે નવી કુંપળ ઉભી છે. માટીના કોડીયા તૂટતા રહે છે. પણ જિંદગીનો દીવો નવી વાટ માં અખંડ જાગરણ કાર્ય કરે છે.

દિવાળી ખરેખર માણવી છે? પહેલીજ વારના ફટાકડાથી ડરતી શૈશવની આંગળીયો તમારા કરચલી ભરેલા હાથમાં શોધો। પહેલી વાળ ફટાકડાની સળંગ લુંમની તડાફડી હાથમાંજ થવા દેવાની હિંમત મેળવનારો કિશોર યાદ કરો. અને, એ દિવાળી યાદ કરો જયારે એક જવાન તરીકે તમે આવી રહેલા કારતકની ઠંડીનો ચમકારો પહેલી વાર સ્ત્રીની હૂંફની ઝંખના કરી હોય. દિવાળી માણવીજ  હોય તોં તમારા અંતરમાં બેઠેલા બાળકને, કિશોરને, જુવાનને સાદ પાડો।

દિવાળીનો આનંદ પ્રકાશ ના તોરણમાં નથી, તમારા અંતરના માંડવે  રમતા અગીયામાં છે. દિવાળીનો ઉમંગ વીજળીક ગોળાની રંગીન છટા માં નથી, કોડિયાની માટીની વાસ પારખવાની તમારી ધ્રાનેન્દ્રિયામાં કે મીણબત્તી ના ઓગળતા મીણ માં ચમકતા તમારા હૃદય ભાવોની પીછાણમાં છે. દિવાળીની મજા મોંઘી મીઠાઈમાં નથી, તમારા એવા ને એવા તાજા  સ્વાદમાં છે. દિવાળી નવા વસ્ત્રોમાં રમતી નથી, તમારી અંદર જીવતા રહેલા બહુરૂપીની કાળમાં જીવે છે. દિવાળી મોટા ફટાકડામાં બોલતી નથી, તમારા હૈયામાં ગાજતા ઉમંગ ના પડઘમમાં બોલે છે. દિવાળી તમારા વાહનની તેજ રફતાર માં ડોડતી નથી, તમારા ચરણની ઉતાવળી ગતિમાં દોડે છે. દિવાળી તમારા વેપારના ચોપડામાં કે તમારી નોકરીના પગાર પત્રકમાં નથી, જુના-નવા સંબધનો જમા ઉતારમાં છે.

દિવાળી આવી છે તોં વિષ્ણુ બનો, લક્ષ્મી આવશે. દિવાળી આવી છે તોં તમે શંકર બનો, પાર્વતી તમને શોધી રહી છે. તમારી જીંદગીના તમે બ્રહ્મા બનો - નવું વર્ષ, નવી જીંદગી, નવી દુનિયા ખડી કરવાનું તમારા હાથમાંજ છે.

__________________

દરેકને મારા વતી પ્રણામ અને નવા વર્ષની શુભકામના - ભાઈ નો આ લેખ દિવાળી વિષે એક અનેરો આનંદ આપને આપશે એની મને ખાતરી છે. દિવાળી આપના સહુના અંતરમાં રહેલા ઉત્સાહનો પર્વ છે અને ખરેખર અંધારી અમાસને છેડે ચાંદ  ઉભેલો હોય છે - એક નવી રોશની નું તેજ નવા વર્ષમાં સહુને મળે તેવી મારી શુભેચ્છા। 

Thursday, August 07, 2014

તકલીફનો ઉપચાર કરો - ચિંતા નહીં

તકલીફનો ઉપચાર કરો - ચિંતા નહીં!
ભૂપત વડોદરિયા

સારી તબિયત સારી રીતે જીવવા માટે છે. માત્ર તબિયત ટકાવવા માટે કંઈ જીવવાનું નથી. આપણે જાણીછીએ કે નબળી તબિયત સાથે ઘણા લોકો લાંબું જીવ્યા અને સુખેથી જીવ્યા છે અને ઘણું કાર્ય કરી ગયા છે. બીજી બાજુ સંપૂર્ણ નીરોગી એવા કેટલાય લોકો ખાસ કશું જ કર્યા વગર માત્ર ‘હાજરી’ પુરાવતા રહ્યા છે. આયુષ્યને તબિયતની સાથે થોડો સંબંધ છે-ખરેખર ઝાઝો સંબંધ નથી! એક માણસ હૃદયરોગના પાંચ હુમલા છતાં ટકી રહે અને બીજો માણસ પહેલા જ હુમલામાં ખપી જાય! આનો ભેદ આપણે જાણતા નથી.

અમેરિકાના પ્રમુખ ફ્રાંકલીન ડિલીનો રૂઝવેલ્ટનું કમર નીચેનું અડધું અંગ ભરજુવાનીમાં ખોટું પડી ગયું, છતાં તેમણે જાહેર જીવનનું કાર્યક્ષેત્ર ન જ છોડ્યું અને તબિયતના ગંભીર પ્રશ્નમાં પણ કદી નાસીપાસ થયાની લાગણીને મચક ના આપી. કેટલાક લોકો તબિયતની બાબતમાં એટલા માટે ગાંજી જાય છે કે તેઓ પોતાના રોગને કે તબિયતની નાદુરસ્તીને ‘શિક્ષા’ ગણે છે પણ તેને ઈશ્વરની કે નસીબની કોઈ શિક્ષા ગણવાની જરૂર જ નથી. રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું અને બીજા પ્રશ્નો પણ હતા. રામકૃષ્ણ પરમહંસે કદી શરીરની મર્યાદાને શિક્ષા કે પોતાની અશક્તિ કે ગેરલાયકાતરૂપે જોઈ નહોતી. સ્વામી વિવેકાનંદને પણ તબિયતના પ્રશ્નો હતા. સંતશ્રી મોટાની શારીરિક પીડાની વાતો જાણીતી છે, પણ આ લોકોએ કદી નરમ તબિયતને નિષ્ક્રિયતાના બચાવનામા તરીકે વાપરી નથી અને પોતાના દુઃખનું કારણ પણ ગણી નથી. માણસનું શરીર તો માટીનું છે-આપણે જાણીએ છીએ કે અત્યંત મજબૂત બાંધાના અને પોલાદનાં યંત્રોમાં પણ કોઈ ને કોઈ કારણે, ક્યારેક ને ક્યારેક કોઈક ભાગ બગડે છે અને ખોટકો ઊભો થાય છે. માણસને પોતાના શરીરમાં કોઈ ત્રૂટીનો અનુભવ થાય તો તે માટે તેણે ઈશ્વરનો, મા-બાપનો કે પોતાની જાતનો કોઈ વાંક કાઢવાની જરૂર નથી કે પોતાની જાતને ઠપકો આપવાની પણ જરૂર નથી.

એક પ્રૌઢ વયના વેપારીને તબિયતના કેટલાક પ્રશ્નો હતા અને તેમણે યોગ્ય ઉપચાર અને કાળજી વડે પોતાની તબિયતને ખૂબ સરસ બનાવી દીધી. આ અંગે તેમના એક મિત્રે તેમને અભિનંદન આપ્યાં ત્યારે તેમણે હસીને કહ્યું કે, ‘હું તો વેપારી છું. કોઈ માંદું ઔદ્યોગિક એકમ ખરીદ કરીને તેને કમાતું કરી દઉં તો જ હું સારો વેપારી ગણાઉં! મેં મારા શરીરને ઈશ્વરે મને સોંપેલું એક ‘સિક યુનિટ’, માંદું ઔદ્યોગિક એકમ ગણ્યું અને ઈશ્વરે મને બાહોશ વહીવટકર્તા સમજીને મારા માંદા શરીરનું સમારકામ કરવાનું કામ સોંપ્યું છે તેમ સમજીને યોગ્ય ઉપચારો કર્યા! એ ઈશ્વરની દયા કે મારા પ્રયાસો સફળ નીવડ્યા, બાકી એથી વધુ ઝાઝો યશ હું લઈ શકું નહીં.’

આ વેપારીએ જે વાત કરી તેમાં પણ એક નોંધપાત્ર મુદ્દો છે. શરીર માંદું પડે, નબળું પડે, કંઈક ઉપદ્રવ કરે તો તેને ધિક્કારો નહીં. તેના પ્રત્યે અણગમો કે ‘લાચાર બિચારું’ એવી લાગણી ના કેળવો. આ શરીર પણ ઈશ્વરની-માતાપિતાની મોટી બક્ષિસ ગણીને તેને દુરસ્ત કરવા પ્રયત્ન કરો, પણ જિંદગીની મુખ્ય ચિંતાનું મહત્ત્વ તેને ન જ આપો. તબિયત સુધારવા બધું જ કરો પણ બાકીનું ભગવાન પર છોડી દો.
સાચી વાત એ છે કે તમે તબિયતને જિંદગીની પરીક્ષાનો મુખ્ય પ્રશ્ન જ નહીં ગણો તો તમે કેટલીક અકારણ તંગદિલીથી બચી જશો. આજે તો હવે એ હકીકત  સ્વીકારાઈ ચૂકી છે કે તબિયતની સુધારણામાં દર્દીની માનસિક પ્રસન્નતા અને મનોબળ ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જિંદગીના એકંદર મુકાબલાને જે વાત લાગુ પડે છે તે જ વાત તબિયતની બાબતને પણ લાગુ પડે છે. જિંદગીનો મુકાબલો માણસે સામી છાતીએ કરવો જોઈએ અને વાસ્તવિકતા ઉપર ઢાંકપિછોડો કરવો નહીં જોઈએ. તબિયતની બાબતમાં કેટલાક લોકો હકીકતો કબૂલ કરવાની ના પાડે છે અને તેના પ્રત્યે દુર્લક્ષ સેવે છે.

કેટલીક વાર એવું બને છે કે દર્દીનું મનોબળ મજબૂત હોય છે પણ તેમનાં સ્વજનો એકદમ લાગણીશીલ થઈને સાચી હકીકત દર્દીથી છુપાવે છે, પણ આ વલણ ખોટું જ છે. તમે દર્દીને સાચી હકીકતથી વાકેફ કરો તો તે પોતાના રોગનો વધુ સારી રીતે વધુ મક્કમતાથી મુકાબલો કરી શકશે અને પોતે પોતાના જીવન વિશે વિચારી પણ શકશે. થોડીક વાર રડશે પણ પછી હિંમત ભેગી કરશે. તેમાં તમે મદદ કરી શકો છો, પણ તમે તેને અંધારામાં રાખશો તો તેને કોઈ જ ફાયદો થવાનો નથી. મોડે મોડે એ જયારે આ વાત જાણશે ત્યારે તેને વધુ મોટો આઘાત લાગવાનો છે અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોય તેવી લાગણી તે અનુભવ્યા વગર રહેશે નહીં.

Thursday, April 10, 2014

જીવનમાં શ્રદ્ધા વિના ચાલતું નથી તો શ્રદ્ધાના કોઈક આધાર વિના પણ ચાલતું નથી

જીવનમાં શ્રદ્ધા વિના ચાલતું નથી તો શ્રદ્ધાના કોઈક આધાર વિના પણ ચાલતું નથી
ભૂપત વડોદરિયા

સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા- વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના ‘પ્રતિનિધિ’ તરીકે ગયા ત્યારે તેમને કોઈ ‘પ્રતિનિધિ’ તરીકે સ્વીકારવા તૈયાર નહોતું! પરિષદને હજુ વાર હતી- હજુ સમય હતો. ભારતમાંથી કોઈ સંસ્થા તેમને પોતાના પ્રતિનિધિ હોવાનું પ્રમાણપત્ર આપે તો સ્વામી વિવેકાનંદ આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં માનભેર હાજરી આપી શકે! પણ ત્યારે તેમને આવું પ્રતિનિધિત્વનું પ્રમાણપત્ર આપવા ભારતની કોઈ ર્ધાિમક સંસ્થા તૈયાર થઈ નહીં! ભારતના મઠાધીસ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા- વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના ‘પ્રતિનિધિ’ તરીકે ગયા ત્યારે તેમને કોઈ ‘પ્રતિનિધિ’ તરીકે સ્વીકારવા તૈયાર નહોતું! પરિષદને હજુ વાર હતી- હજુ સમય હતો. ભારતમાંથી કોઈ સંસ્થા તેમને પોતાના પ્રતિનિધિ હોવાનું પ્રમાણપત્ર આપે તો સ્વામી વિવેકાનંદ આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં માનભેર હાજરી આપી શકે! પણ ત્યારે તેમને આવું પ્રતિનિધિત્વનું પ્રમાણપત્ર આપવા ભારતની કોઈ ર્ધાિમક સંસ્થા તૈયાર થઈ નહીં! ભારતના મઠાધીશોએ સાફ ના જ પાડી! સ્વામી વિવેકાનંદને વિશ્વ ધર્મ પરિષદમાં ‘પ્રતિનિધિત્વ’ અમેરિકાના એક વિદેશી ગૃહસ્થે જ મેળવી આપ્યું- તેણે મેલાંઘેલાં કપડાંમાં આ ભારતીય યુવાન સંન્યાસીની વાણી સાંભળી અને કહ્યું કે કોઈ પણ પરિષદમાં ઈશ્વર કે ધર્મ વિશેની વાત કરવા માટે આ માણસની પાસે કોઈ પ્રમાણપત્ર માગવું તે સૂર્યના પ્રકાશ ફેલાવવાના અધિકાર માટે સૂર્ય પાસે પ્રમાણપત્ર માગવા બરોબર છે! સ્વામી વિવેકાનંદને મદદ કરવાની પ્રેરણા ઈશ્વરે જ અમેરિકાના એ માણસના દિલમાં મૂકી અને સ્વામી વિવેકાનંદની વાણી ગુંજી ઊઠી- અમેરિકામાં જ નહીં, સમગ્ર સંસારમાં! સ્વામી વિવેકાનંદનું પૂર્વજીવન જોઈએ તો તેમને માટે પણ આશા રાખવાનું કોઈ કારણ રહ્યું નહોતું અને ઈશ્વરમાં પણ લગીરેય શ્રદ્ધા રાખવાને કોઈ કારણ રહ્યું નહોતું! પણ સાચી શ્રદ્ધા કોઈ જ કારણો કે પ્રમાણોની ઓશિયાળી હોતી નથી. જેમણે અનુભવ કર્યો છે તે જાણે છે કે સત્યની જેમ જ શ્રદ્ધા પણ સ્વયંસિદ્ધ હોય છે.

જીવનમાં શ્રદ્ધા વિના ચાલતું નથી તો શ્રદ્ધાના કોઈક આધાર વિના પણ ચાલતું નથી.

તમે ઈશ્વરનો આધાર ન સ્વીકારો તો છેવટે કોઈ માણસનો કે કોઈ સિદ્ધાંતનો કે કોઈ આદર્શનો આધાર લેવો જ પડે છે! એચ.જી. વેલ્સ સફળ લેખક બન્યા. ધન પામ્યા, બંગલો બનાવ્યો પછી એમના એક મિત્ર તેમને ઘેર મળવા ગયા. મિત્રે બંગલો જોયો. એચ.જી. વેલ્સ પોતે એક નાનો ખંડ વાપરતા હતા. મિત્રે પૂછ્યું કે, આ મોટો ખંડ કોણ વાપરે છે? એચ.જી. વેલ્સે કહ્યું કે, ‘અમારી કામવાળી!’ મિત્રને આશ્ચર્ય થયું ત્યારે એચ.જી. વેલ્સે ખુલાસો કર્યો- ‘મારી માતા પણ કામવાળી હતી!’

એચ.જી. વેલ્સે માતાને શ્રદ્ધાનો આધાર બનાવી. કોઈ આ રીતે પિતાને, ગુરુને કે મિત્રને આ હોદ્દો આપે છે. આમાં કશું ખોટું પણ નથી. કેમ કે માતા, પિતા, ગુરુ જ નહીં, કોઈ પણ માણસમાં ઈશ્વર તો બેઠો જ છે. ક્યારેક એ તમારો પરીક્ષક બને ત્યારે તમને તે અણગમતો લાગે છે, પણ તે તમારો મિત્ર અને માર્ગદર્શક પણ હોઈ શકે છે એટલે સહાયક પણ એ જ બને.

જે માણસ આશા રાખે છે તેની કસોટી પણ થાય છે. તેમાં આશા ‘નપાસ’ થાય તો તેનું દુખ લાગે, પણ માણસે સમજવું રહ્યું કે તેની આશા નપાસ થઈ તેનો અર્થ એ કે હજુ વધુ તૈયારીની જરૂર છે! આ રીતે શ્રદ્ધા પણ કસોટીએ ચઢે છે અને હકીકતે વધુ ને વધુ કસોટીમાંથી પસાર થઈને શ્રદ્ધા વધુ અણિશુદ્ધ બને છે. શ્રદ્ધા તકલાદી હશે તો તેને તૂટતાં વાર નહીં લાગે. અમેરિકાના ચિંતક-લેખક મહાત્મા એમર્સનનો દીકરો ગુજરી ગયો ત્યારે તેમને એક ધક્કો લાગ્યો. પછી છેક ૬૯ વર્ષની ઉંમરે ઘર બળી ગયું ત્યારે બીજો મોટો ખળભળાટ થયો. માણસ છીએ એટલે દુખ તો લાગે જ, પણ છેવટે માણસે દુખને પણ દવાની જેમ પીવું જ પડે છે અને પોતાની ‘સ્વસ્થતા’ને વિશેષ શક્તિશાળી બનાવવી પડે છે. એક એવો સમય આવે છે કે જયારે માણસને સમજાય છે કે સાચો ખેલાડી હોવું તેનો અર્થ રમતની કુશળતાની સજજતા હોવી તે છે. તે રમતનાં સાધનોની પ્રાપ્તિ કે માલિકી નથી. એ જ વાત માણસને લાગુ પડે છે. જીવનને સમજવાની અને માણવાની જેટલી ‘સજજતા’ માણસમાં વધારે એટલું એનું જીવન ચઢિયાતું. ખેલાડીને સફળતા મળે, તે જીતે અને નિષ્ફળ પણ જાય- તે હારે પણ ખરો, પણ સારો ખેલાડી સારો જ રહે છે. એક કે અમુક ખેલના પરિણામ ઉપર તેના છેવટના મૂલ્યાંકનનો આધાર નથી. જિંદગીનો મુકાબલો કરવાની જેટલી ક્ષમતા-સજજતા તેનામાં વધારે એટલો તે માણસ વધુ ‘પ્રાણવાન’. ગમે તેટલી ઊંડી ખીણમાં ગબડ્યા પછી પણ આકાશમાં તારાની સાથે નજર સાંધો અને ઊંચું નિશાન પકડી જ રાખો ત્યારે તમારું જીવન સાર્થક દૃષ્ટાંત બને છે. જિંદગીના સ્થૂળ-ક્ષુદ્ર હેતુઓની પાછળ દોડો ત્યારે તમને તેમાંથી ગમે તે મળે- તેનાથી તમારા જીવનચરિત્રમાં કોઈ રંગ ઉમેરાતો નથી. જીવનનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જયાં આશા કે શ્રદ્ધા વગર માણસ કંઈ પણ કરી શક્યો હોય. અમુક આશા સાથે, અમુક શ્રદ્ધા સાથે જ આગળ વધવું પડે છે- આ પ્રારંભિક મૂડી વગર તો એકપણ ડગલું આગળ વધી ન શકાય- સંશોધનનો લાંબો પંથ કાપી પણ ન શકાય!

માણસનો ઇતિહાસ એવાં અનેક દૃષ્ટાંતોથી ભરપૂર છે જેમાં માણસ ગરીબ હોય, દુખી હોય, રોગગ્રસ્ત હોય, અપંગ હોય- જાતજાતનાં દુર્ભાગ્યોથી ઘેરાયેલો હોય અને છતાં તે એક ‘આત્મા’ રૂપે, એક દૈવતભર્યા વ્યક્તિત્વરૂપે, એક જબરદસ્ત હસ્તીરૂપે ઝળહળી ઊઠ્યો હોય અને જગતનો કોઈ ને કોઈ ખૂણો અજવાળી ગયો હોય!

પુસ્તક પંચામૃતમાંથી ...........