Saturday, October 18, 2014

દિવાળી ખરેખર શું છે?

અંતરના માંડવે આગિયો
ભુપતભાઈ વડોદરિયા
(વહાલી વસમી ઝીંદગી માંથી)

ઍક સંવેદનશીલ જુવાને હમણા કહ્યુકે, દીવાળીને હવે બહુ થોડા દિવસ રહ્યા. ચોપસ ખરીદી ખરીદી ચાલશે. હજુ બોનસ બોનસ ચાલે છે. પછી લોકો બે ચાર દીવસ રૂપિયાની તદાફડી અન ટેટાબાજી ચલાવશે. કોણ જાણે દિવાળીનો સાચો આનંદ જણાતો નથી. લોકો પહેલા કરતા અત્યારે વધારે દુખી છે, ઍવૂ નથી. તેથી ઉલ્ટુ, અગઊના કરતા અત્યારે ઍકંદરે સુખ સગવડો વધી છે. છતાં દિવાળી નો ઉત્સાહ જણાતો નથી.

વાત સાચી છે. હોળીના રંગ બદલાયા છે. તે વધુ કીમતી બન્યા છે. વધુ કીમતી વસ્ત્રો ઉપર તે ઘુટાય છે. પણ હોળીનો આનંદ દેખાતો નથી. દિવાળી આવે તે પહેલા લોકો પોતાની શક્તિ પ્રમાણે ઘરના રંગાવે છે. સાફ્સુફી કરે છે. નવા વસ્ત્રોની ખરીદી કરવા વિચારે છે. તરેહ તરેહ ના ખર્ચ નો અંદાજ લગાવે છે. બોનસ ઉપર ટાપીને બેસે છે. ગમે તેમ વધારાનો બંદોબસ્ત પણ કરી લે છે. આ બધા ખર્ચના ધૂમધડાકા પછી રોજીંદા જીવન માં એક સુનકાર ફેલાવે છે. તારીખના વધુ પાના ફાટે છે અને ગૃહસ્ત ને ગૃહિણી વિચાર કરે છે કે આ તે દિવાળી કે દેવાળુ ?

પાના રંગોની સજાવટ, સાફસૂફીનો  ચળકાટ કે રોશનીની ઝગમગાટ  છતાં સાચી રોનક દેખાતી નથી. નાનકડા ગામડામાં બેઠેલા એક ગરીબ માનસ ની ઝુપડી બહાર ટમટમતા દીવડા જેટલું દૈવત પાણ  શહેરોની ઝાક્ઝમાળ જોવા મળતું નથી. ગામડામાં જન્મેલો અને શહેરમાં સુખી થયેલો માણસ વિજળી કે ગોળના હરડા પ્રગટાવીને જોઈ રહે છે. તેની યાદદાસ્ત કહે છે કે એક બાળક તરીકે એણે કોઈ ગામડે જેવી દિવાળી ઉજવી હતી દિવાળી નથી. એક કિશોર તરીકે એણે માત્ર પોટાશ ફોડ્યો હતો., સદા લાવીન્ગ્યા એક એક ગણીને ફોડ્યા હતા.છતાં તેમાં આનંદ હતો. તે આનંદ આજે નથી. આજે તો કાનમાં ધાક પડી જાય તેવા બુલંદ ટેટા, રોકેટ વગેરે કાઈ કાઈ ફૂટે છે. પણ એમાંથી કર્કશ ઘોંઘાટ અને નાકને સંકોચી દે તેવી તીવ્ર વાસ સિવાય કઈ પણ નીપજતું નથી.

આનું કારણ શું? આનું કારણ એ છે કે આપણે વ્યવસાયી જીવન જેવી ધમાલ તહેવારોની  ઉજવણીમાં પણ ભરી દીધી છે. અપને તહેવારોની મજાનું પણ ખર્ચ કરવાના જુવારી જુસ્સાના ત્રાજવે ટાંગી દીધું છે. જેમાં વધુ નાણા ખર્ચીએ તેમ વધુ મજા! અપણે બધી બાબતોમાં આવું સમીકારણ ગોખી નાખ્યું છે. આપણને સમજાતું નથી કે અંતરમાં સાચા આનંદના નાનકડા ઝરણાની તોલે ગંજાવર ખર્ચના કોઈ કાડાકા ભડાકા આવી શકે તેમ નથી. તમારા અંતરમાં આનંદનું ઝરણું હોયુ છે. એના તળ સજા હોય તોં સાદામાં સાદી ઉજવણીમાંથી સુંદરમાં સુંદર રંગોળી પ્રગટે છે. આનંદનું ઝરણું સુકાઈ ગયું હશે તોં બહારની કોઈ ઝાક્ઝમક, કોઈ ચહલ પહલ, કોઈ ખાણી પીણી ઉત્સવનો સાચો આનંદ આપી નહિ શકે. દુનિયામાં બધું પૈસાથી થઇ શકે, તેવો અપણો બ્રહ્મ ભાંગ્યો નથી. જેમ વધુ નાણાં ખર્ચીએ તેમ વધુ આનંદ આવે તેવો ખયાલ હજુ છુટ્યો નથી. દિલમાં આનંદ ના હોય અને અપણે ગમે તેવા રંગીનસફાઈદાર વસ્ત્રો સજીયે કે દીવાનખાનું શણગારીએ તોં તેથી મજા આવતી નથી. આવી ઉજવણી એક ધમાલ બની જાય છે. જીવાનસંગર્ષ ની બધી ધમાલ, બધી ઉતાવળ, બધો સ્પર્ધાભાવ અપને તહેવારોની ઉજવણીમાંથી જન્મે છે. સદા કોડીયાકે એક નાની મીણબત્તી નું શાંત શીતળ અજવાળું છોડીને અપને વીજળી તોરણોની ખરચાળ લાબુક્ઝાબુકના દેખાવમાં ખોવાઈ ગયા છીએ.

લોકો દિવાળી નિમિત્તે મીઠી અને ફરસાણ બનાવે છે કે તૈયાર મીઠાઈઓ ઉપાડી લાવે છે, પણ તેનો સ્વાદ માણવાની માનસિક તૈયારી ક્યાં? સ્વાદ અપને માણી શકતા નથી. કારણકે દરેક ચીજની સાથે આપને અદેશ્ય આવું કિંમત દર્શાવતું પતાકડું ચીટકાવી દીધું હોય છે. કોઈ અપની મીઠી વખાણે ત્યારે આપનાથી બોલી જવાય છે : અરે, આ બધું કેટલું મોઘું થઇ ગયું છે! તહેવારો માણીએ છીએ તે પણ અપના નાના નાના અસન્તોષો નું આણુ પાથરીને! રોશની બરાબર પ્રગટાવીએ છીએ પણ મનની આંખ વીજળીના મીટર ઉપર ચોટેલી હોય છે. ફટાકડા ફોડીએ છીએ, પણ તેનો આનંદ એ ફટાકડાની સાથે રૂપિયા ફૂટી રહ્યા છે તેના ભાનમાં લુપ્ત છીએ, પણ તેનો આનંદ, એ ફટાકડાની સાથે રૂપિયા ફૂટી રહ્યા છે તેના ભાનમાં લુપ્ત થઇ જાય છે. બેસતા વર્ષના અભિનંદનોની આપલે માટે માનો કાંટો મોટર, સ્કુટર કે રીક્ષાના મીટર ઉપરજ કાંપયા કરતો હોય છે. મિલનમાં ઉમળકો નથી. મિલનમાં નિરાંત નથી. જાણે હુતુતુ રમતા હોઈએ તેમ સ્નેહીયો, સંબંધીયોના બારણે હાથ દીધો ના દીધો અને વળી દોડધામ ચાલુ ! સાચા ઉમળકાના સથાવાલા વિના માત્ર કર્તવ્યપાલન નો ખેલ હોય છે. આજે શેઠને ઘરે જવું પડશ, આજે સાહેબને માલ્વુંજ પડશે - આમાં પણ ધંધાદળી સંબંધોની લાચાર સગાઇ બોલે છે. કોઈને મન મુકીને મળવાની વાતજ નથી. ફાયદાકારક સંબંધોને ચોપડે કોઈક જમા કરાવી દેવાની ગણતરી હોય છે.

દિવાળી પ્રકાશનો ઉત્સવ માટીને માત્ર અંધકાર ની ઉજાણી બની ગઈ છે. તેનું કારણ અપનો પોતાનો બદલાઈ ગયેલો અભિગમ છે. જીવન પ્રત્યેનું આપનું વલણ બદલાઈ ગયું છે. દિવાળી ટાણે પણ આપણને આજ ઉપાધી પીડતી રહે છે. દિવાળી ખરેખર શું છે? એ કહે છે કે અંધકાળથી ડરવાની જરૂર નથી. ગમે તેવી અંધાળી  અમાસને છેડે ચાંદ  ઉભેલો હોય છે. ગમે તેવી અંધાર્ળી રાતના છેલ્લા પ્રહાળ માં સુરજ હાજર થવા તેનો રેશમી સાફો બાંધી રહ્યો હોય છે. અંધકાર અને પ્રકાશની આ ફેર ફૂદેડી ચાલ્યાજ કરે છે અને ચાલ્યાજ કરવાની છે. દિવાળીનું કાજળ આંખમાં આંજો - નુતન વર્ષનું તેજ કિરણ તેમાંથી ફૂટશે। સમયની તીમ્પણું ભલભલાને થકવી નાખે તેવું હોય છે. એટલે તેમાં આવા પ્રકરણો તોં પાડવાજ પડે. કથા સળંગ છે. પણ તેના ચઢાવ ઉતાર આવા પ્રકરણોને આભારી છે. એક પ્રકરણની સમાપ્તીમાં નવા પ્રકરણનો આરંભ સંતાયેલો  હોય છે. જીંદગીમાં આસો કારતકની સગાઇ સમજો। એક વર્ષનો છેડો બીજા વર્ષનો મંગલ આરંભ છે. જિંદગીના હરેક તબક્કાને આ વાત લાગુ પડે છે. મધુર શૈશવ પૂરું થતા તોફાની બાળપણ રમવા માંડે છે. અને બાળપણની વિદાયને કિશોર અવસ્થા ભુલાવી દે છે. કિશોર કાળ ની સમાપ્તિને યૌવનની વસંત નવી ચાલ શીખવે છે. યૌવનનો અંત પીછાનીયે તે પહેલા ઘરના ઘોડિયે ફરી પોતાનાજ પ્રાણપ્રહ્વામાંથી પ્રગટેલું શૈશવ ખેલવા માંડે છે. હરેક ખરતા પાનની ઓથે નવી કુંપળ ઉભી છે. માટીના કોડીયા તૂટતા રહે છે. પણ જિંદગીનો દીવો નવી વાટ માં અખંડ જાગરણ કાર્ય કરે છે.

દિવાળી ખરેખર માણવી છે? પહેલીજ વારના ફટાકડાથી ડરતી શૈશવની આંગળીયો તમારા કરચલી ભરેલા હાથમાં શોધો। પહેલી વાળ ફટાકડાની સળંગ લુંમની તડાફડી હાથમાંજ થવા દેવાની હિંમત મેળવનારો કિશોર યાદ કરો. અને, એ દિવાળી યાદ કરો જયારે એક જવાન તરીકે તમે આવી રહેલા કારતકની ઠંડીનો ચમકારો પહેલી વાર સ્ત્રીની હૂંફની ઝંખના કરી હોય. દિવાળી માણવીજ  હોય તોં તમારા અંતરમાં બેઠેલા બાળકને, કિશોરને, જુવાનને સાદ પાડો।

દિવાળીનો આનંદ પ્રકાશ ના તોરણમાં નથી, તમારા અંતરના માંડવે  રમતા અગીયામાં છે. દિવાળીનો ઉમંગ વીજળીક ગોળાની રંગીન છટા માં નથી, કોડિયાની માટીની વાસ પારખવાની તમારી ધ્રાનેન્દ્રિયામાં કે મીણબત્તી ના ઓગળતા મીણ માં ચમકતા તમારા હૃદય ભાવોની પીછાણમાં છે. દિવાળીની મજા મોંઘી મીઠાઈમાં નથી, તમારા એવા ને એવા તાજા  સ્વાદમાં છે. દિવાળી નવા વસ્ત્રોમાં રમતી નથી, તમારી અંદર જીવતા રહેલા બહુરૂપીની કાળમાં જીવે છે. દિવાળી મોટા ફટાકડામાં બોલતી નથી, તમારા હૈયામાં ગાજતા ઉમંગ ના પડઘમમાં બોલે છે. દિવાળી તમારા વાહનની તેજ રફતાર માં ડોડતી નથી, તમારા ચરણની ઉતાવળી ગતિમાં દોડે છે. દિવાળી તમારા વેપારના ચોપડામાં કે તમારી નોકરીના પગાર પત્રકમાં નથી, જુના-નવા સંબધનો જમા ઉતારમાં છે.

દિવાળી આવી છે તોં વિષ્ણુ બનો, લક્ષ્મી આવશે. દિવાળી આવી છે તોં તમે શંકર બનો, પાર્વતી તમને શોધી રહી છે. તમારી જીંદગીના તમે બ્રહ્મા બનો - નવું વર્ષ, નવી જીંદગી, નવી દુનિયા ખડી કરવાનું તમારા હાથમાંજ છે.

__________________

દરેકને મારા વતી પ્રણામ અને નવા વર્ષની શુભકામના - ભાઈ નો આ લેખ દિવાળી વિષે એક અનેરો આનંદ આપને આપશે એની મને ખાતરી છે. દિવાળી આપના સહુના અંતરમાં રહેલા ઉત્સાહનો પર્વ છે અને ખરેખર અંધારી અમાસને છેડે ચાંદ  ઉભેલો હોય છે - એક નવી રોશની નું તેજ નવા વર્ષમાં સહુને મળે તેવી મારી શુભેચ્છા।