Wednesday, January 03, 2007

સમય આપણને સાથ આપે કે ના આપે

સમય આપણને સાથ આપે કે ના આપે, આપણે સમય સાથે કદમ માઁડીને ચાલવુ પડે છે. બહારના રઁગો ભલે બદલાય, આપણી અઁદરનો પ્રેમ, શોર્યનો , બલિદાનનો રઁગ ના બદલાય અને બધા રઁગોમાઁ છેવટે ચૈતન્યનો એકજ રઁગ પારખીએ.

વિશિઁગ ઓલ ફેરવેલ 2006 ... May your dreams turn true – peace be upon you with a prosperous 2007…Enjoy blogging

(જો કોઇ જોડણી ભુલ વિગેરે હોય તો માફ કરશો. )

કહે છે ભૂપતભાઇ ની કલમ....

વિચાર મંથન - ભુપતભાઇ વડોદરિયા

માનવજાતનો ઇતિહાસ સમયના પલટાતા રઁગોની એક મોટી પોથી છે. ભગવાન શ્રીક્રૂષ્ણ સમયની આ રઁગલીલા બરાબર જાણે છે અને એટલે તો તેમણે ભગવદગીતામાઁ કહ્યુઁ છે કે સુખદુખ, સફળતા-નિષ્ફળતા, લાભ-હાનિ, માનકે અપમાન એ બધી ક્ષણોમાઁ ‘સમત્વ’ ધારણ કરો.

પોતાની ધારણા પ્રમાણે જ બધુઁ બનતુઁ લાગે અને સઁજોગો એકદમ સુગમ લાગે ત્યારે માણસ કહે છે, સમય મારી સાથે છે. હુઁ ચાહુઁ એ રીતે સમયને મારો અનુકુળ સાથીદાર બનાવી શકુઁ તેમ છુઁ! કોઇ વળી કહે છે કે સમય મારી મુઠ્ઠીમાઁ છે. સમયની કોઇ પણ ક્ષણ કેવો ઘાટ આપવો તે મારી આઁગળીઓ જાણી છે! સમયની આ બધી ક્ષણો તો માત્ર ગુઁદેલી માટી છે. હુઁ ધારુઁ તેવો આકાર અને ધારુઁ તે રૂપ-રઁગ આપી શકુઁ!
અનેક શહેનશાહોએ આવો દાવો કર્યો છે. ઇતિહાસના આખા ઝરૂખામાઁ એવા અનેક પુરુષો ઉભા છે. કેટ્લાકે છાતી ઠોકીને એવો દાવો કર્યો છે. બીજા ઘણા મોઁએથી એવુઁ બોલ્યા નથી, પણ પોતાના મનમાઁ તોઅ એમજ સમજ્યા છે કે આખરે સમય છે શુઁ? સમયને તો માણસ ધારે તે ઘાટમાઁ ઘડી શકે! પણ માણસ જાતને લાઁબા અનુભવે સમજાયુઁ છે કે સમય કોઇની સાથે હોતો નથી. સૌ સમયની એઁદર અને સમયની સાથે છે. સમય કોઇની મુઠ્ઠીમાઁ નથી. આપણેસૌ સમયની મુઠ્ઠીમાઁ છીએ. સમયને જોઇ શકાતો નથી. ખરેખર સમય છે શુ?
માણસને ફતેહ ઉપર ફતેહ મળી રહી હોય, એની આસપાસ રઁગીન ફુવારા ઉડ્યા કરતા હોય, જ્યાઁ જ્યાઁ નજર કરે ત્યાઁ ત્યાઁ તેને સુખ સુખ અને સુખજ દેખાતુઁ હોય ત્યારે તે કહે છે અગર માને છેકે સમય મારી સાથે છે અને સમય મારો સાથ છોડે જ નહિઅને હુઁ સમયનો સાથ છોડવાજ ના દઉ! મેઁ મારી કુશળતાથી એને એવી રીતે બાઁધી રાખ્યો છે કે તે ક્યાઁય છ્ટકી શકે તેમ નથી. ત્યારે માણસની લાગે છે કે સમયનો આ સાચો રઁગ છે. તે રઁગ બદલવાજ નહિ દઉ. કોઇ માનતુઁ હોય કે સમય તો રઁગ બદલતો કાચીઁડો તો તેવુ માનનારા ભુલ ખાય છે! આ કાચીઁડો હોય તો હુઁ એનોય ગુરુ છેઁ. આપણે જાણીએ છીએ કે સમયની આ રઁગીન લીલા માત્ર માણસના હાથની વાત નથી. અનુભવે આપણે જોયઁ કે પુરુષ પોતાને ગમે તેટલો બળવાન સમજતો હોય, પણ આખરે સમય પોતાને બળવાન પુરવાર કર્યા વગર રહેતો નથી.

માનવજાતનો ઇતિહાસ સમયના સતત પલટાતા રઁગોની એક મોટી પોથી છે. ભગવાન શ્રીક્રુષ્ણ સમયની આ રઁગલીલા બરાબર જાણે છે અને એટલે તો તેમણે ભગવદગીતામાઁ કહ્યુઁછે કે સુખ દુખ, સફળતા- નિષ્ફળતા, લાભ-હાનિ, માન કે અપમાન એ બધી ક્ષણોમાઁ ‘સમત્વ’ ધારણ કરો. આ બધીજ ક્ષણોને માણસના સઁજોગ અને મિજાજ પ્રમાણે રઁગ મળે છે. પણ માણસનો કોઇ સાચો રઁગ હોય તોતે પોતાની એઁદર હોઇ શકે છે. તે બહાર જે રઁગ જુએ છે તે તો સમયનો રઁગ છે. તેને કોઇ પકડી રાખી શક્યુઁ નથી. ભગવાને તો કહ્યુઁ છે કે હુઁજ કાળ છુઁ. એટલે સમયના પલટાતા રઁગોમાઁ એનીજ લીલાના દર્શન કરવા એજ એક માર્ગ છે. માણસ સમયને બદલે છે કે સમય માણસને બદલે છે તે સવાલનો કોઇ સ્પ્ષ્ટ સઁતોષકારક જવાબ આપી શક્યુઁ નથી. બુધ, મહાવીર, ઇસુખ્રિસ્ત, મહઁમદ પયગઁબરસાહેબ, એ બધા સમયનાઁ સઁતાનો કે સમયના વિધાતાઓ? લેનિન, સ્તાલીન, હિટ્લર, નેપોલિયન, લિઁકન અને ચર્ચિલ - આ બધા સમયનાઁ ફરજઁદો કે યુગવિધાતાઓ? મહાત્મા ગાઁધી અને મહઁમદઅલી ઝીણા કાળના વહેતા પ્રવહ પર એક મોટા મોજા ઉપર બેઠેલા માણસોકે એ મોજાના સર્જકો? આનો જવાબ આપણે જાણતા નથી. તેનો નિર્ણય પણ મુશ્કેલ છે. જિઁદગીની ક્ષણોના પલટાતા રઁગોથી વિચલિત થયા વિના તેને પરમાત્માની એક અકળ પણ માણી શકાય તેવી લીલા સમજીને જીવીએ.
બહારના રઁગો ભલે બદલાય, આપણી અઁદરનો પ્રેમનો, શૌર્યનો, બલિદાનનો રઁગ ના બદલાય અને એ બધાજ રઁગોમાઁ છેવટે ચૈતન્યનો એક જ રઁગ પારખીએ! સમય આપણને સાથ આપે કે ના આપે, આપણે સમયને સાથ આપવો, એની સાથે રહેવુ, એની સાથે ચાલવુઁ ને સાથે ચાલતાઁજ તે આપણને અનુકુળ બને તે માટેનો પુરુષાર્થ પણ કરતાઁ રહેવુ.