Friday, February 17, 2017

ચાલો સાથે મળી ને સ્વ.શ્રી ભૂપત વડોદરિયાને શ્રદ્ધા સુમન અર્પણ કરી તેમના લિખિત પુસ્તકો ને માણીએ

ચાલો સાથે મળી ને 89 મી જન્મ જયંતિ નિમિતે સ્વ.શ્રી ભૂપત વડોદરિયા લિખિત પુસ્તકો ને માણીએ

19 મી તારીખે રવિવારે મુકામ કર્માં કેફે સાંજે 5 વાગે..
નવજીવન પ્રેસ, ઈનકમ ટેક્સ 

"લેખક થયો ન હોત તો કદાચ હું જીવી જ શક્યો ના હોત, કેમ કે લેખકને એક સૌથી મોટો ફાયદો એ છે કે જીવનમાં કપરામાં કપરા અનુભવોને કશુંક કલાત્મક રૂપ તે આપી શકે છે." આ ભૂપત વડોદરિયા ના શબદ હતા. 

મહેનતકશ પત્રકારની પરમ સંતુષ્ટી અેટલે સમભાવ ગ્રુપ. 

તેમની માતાના શબ્દો... 'હાથ પર લીધેલા કામને કોઈકની ખોટ કે તેના શોકનું કારણ આગળ ધરીને છોડવું ન જોઈએ. એ રીતે વિચારવું એ પણ આત્મહત્યા છે.' અને ભાઈ માટે સમભાવ ગ્રુપ એક મહેનતકશ પત્રકાર તરીકે એ તેમના જીવનની પરમ આનંદ અને સંતુષ્ટીની ક્ષણો હતી એ તેમની સાથેના આખરી દિવસોના સંવાદોમાં નિહાળી છે.




Follow Facebook Page : Bhupat Vadodaria 
Sambhaav Website : www.sambhaavnews.com 







Thursday, September 08, 2016

તકલીફનો ઉપચાર કરો - ચિંતા નહીં!..........

તકલીફનો ઉપચાર કરો - ચિંતા નહીં!........
ભૂપત વડોદરિયા

મશહૂર લેખક- ફિલસૂફ જયાૅં પોલ સાર્ત્રની જિંદગીનાં છેલ્લાં દસ વર્ષ તેની તબિયતની દૃષ્ટિએ ખૂબ જ ખરાબ હતા. એ પંચોતેર વર્ષ જીવ્યા પણ તેમાં ઘણાં વર્ષો તેમની તબિયત તેમને માટે તેમ જ તેમના કુટુંબીજનો માટે એક ઉપાધિ બની ગઇ હતી. તેમની જીવનભરની સ્ત્રી-મિત્ર સિમોની દ બુવાએ સાર્ત્રના મૃત્યુ પછી આપેલી સ્મરણાંજલિના પોતાના પુસ્તક એડ્યુમાં સિમોનીએ સાર્ત્રની તબિયત વિષે જે કંઇ લખ્યું હતંુ તેનાથી ઘણાબધા વાચકો ઉશ્કેરાઇ ગયા હતા - કેટલાકને તો આ લાંબી મૈત્રીને અંતે નારીસહજ - પ્રેમસહજ ઇર્ષાથી પ્રેરાઇને સિમોનીએ વેર વાળ્યું છે એવી પણ લાગણી થઇ. પણ સિમોનીએ બીજું જે કંઇ કર્યું હોય તે - એક બાબતમાં તેણે સાર્ત્રને પૂરો ન્યાય કર્યો છે. સાર્ત્ર જિંદગીભર જાતજાતની દવાઓ ખાતા રહેતા હતા - દાક્તરને પૂછયા વગર પણ દવાઓ લેતા હતા.ડાૅક્ટરનાં ગમે તેવાં ગંભીર નિદાન અને ચેતવણી પછી પણ તે કદી - હારી જતા નહોતા - ડાૅક્ટરો ચાલવાની ના પાડે પણ સાર્ત્રને બહાર જવું હોય - કામ હોય - તો એ ચાલીને પણ જાય! આટલી બધી ખરાબ તબિયત છતાં કોઇ માણસ આટલી બધી લાંબી મુસાફરીઓ દેશપરદેશની કરે તેનું આશ્ચર્ય પણ આપણને થાય અને સાર્ત્રના મનોબળ માટે માન પણ ઊપજે! 

સિમોની દ બુવાએ એક મુદ્દો સરસ ઉપસાવ્યો છે અને તે એ કે સાર્ત્રમાં નબળું શરીર - ખરાબ તબિયત છતાં હિંમત હતી. તમે સાર્ત્રને કહો કે તમને અમુકતમુક ગંભીર રોગ છેજીવલેણ રોગ છે તો સાર્ત્ર એકદમ ઢીલા પડી ના જાય! એ કહેશે કે એમઅચ્છાઆ રોગની શું દવા છેનામ લખી આપો! સાર્ત્ર પછી એ દવા કદાચ જરૂર કરતાં પણ વધારે ખાઇ જાય (આ રીતે પણ તેની તબિયતને નુકસાન સારી પેઠે થયેલું હતું) પણ તે રોજ પોતાની તબિયત વિષે ચિંતા ના કરેતેના વિષે જ આખો દહાડો વિચાર કર્યા ના કરે અને પોતાના હાથ ઉપરના કામને જ એ સૌથી મહત્ત્વની બાબત ગણે! તબિયત વિષે રોજરોજ ફરિયાદ કર્યા કરવાની આદત નહીં. તબીબી અહેવાલો સાંભળીને ઢીલા થઇ ના જાય અને એકદમ ગાંજી પણ ના જાય કે બિછાનામાં છુપાઇ ના જાય! વધુ પડતાં મદિરાપાન અને વધુપડતી ઔષધિઓ લેવાને કારણે તેમની તબિયતને બેસુમાર નુકસાન થયું હતું એ હકીકત છે પણ તેમનું સૌથી મોટું જમાપાસું તબિયતના ગમે તેવા પડકાર સામે પણ નાહિંમત થયા વિના પોતાનું કામ કર્યે જવાની અને જિંદગી માણવાની તેમની તાલાવેલી ગણી શકાય.

આપણે જોઇએ છીએ કે ઘણાબધા લોકો તબિયતની બાબતમાં એકદમ ગાંજી જાય છેભયભીત થઇ જાય છે. શરીરમાં સહેજ ગરબડ થાય ત્યાં તો જાતજાતની શંકાઓમાં ઘેરાઇ જાય છે. શરીરનું કોઇ ને કોઇ અંગ પીડા કરવા માંડેછાતી ભરાઇ ગયેલી લાગે કે માથું સીસા જેવું લાગે ત્યાં જ મનમાં ફફડાટ એકદમ વ્યાપી જાય - મરી ગયો,મરી ગયા જેવું થઇ જાય! નોર્મન કઝીન્સે નોંધ્યું છે કેઅમેરિકામાં હૃદયરોગના હુમલાથી જેટલા લોકો મૃત્યુ પામે છે તેમાં અડધોઅડધ માત્ર ફફડાટ - ભયને કારણે મૃત્યુ પામે છે! કોઇ કોઇવાર અખબારના પાનાં ઉપર એવો કિસ્સો વાંચવા મળે છે કે જેમાં બે વાહનોના અકસ્માતમાં ખરેખર અકસ્માતમાં સપડાયેલાને ઓછીવત્તી ઇજાઓ થઇ હોયકોઇને ગંભીર ઇજા પણ થઇ હોય પણ એ બધા બચી ગયા હોય અને અકસ્માત થઇ રહેલો જોઇને જ તેમાંથી બચી જવા જે બહાર કૂદી પડ્યો હોય - આપત્તિમાંથી નાસી છૂટવાબચી જવા જેણે ભયપ્રેરિત પ્રયત્ન કર્યો હોય તેને એટલી ઇજા થઇ હોય કે તેનું જ મૃત્યુ થાય!

માણસે પોતાની તબિયતની બાબતમાં આંધળી હિંમત રાખવી - સંપૂર્ણ બેફિકર જ રહેવું એવું કહેવાનો મુદ્દલ આશય નથી. જરૂર હોય ત્યાં અને  ત્યારે દાક્તરવૈદ્ય કે હકીમની મદદ લેવી જ જોઇએ. એવી જ રીતે શરીરની કે જિંદગીની સલામતી સામેનો પડકાર આવી પડે ત્યાં પણ માણસે પૂરતા સજાગ રહેવું જોઇએ અને આંધળુંકિયા વૃત્તિ દાખવવી નહીં  જોઇએ. પણ આપણે સ્વીકારવું જ રહ્યું કે ઉપચાર કે બચાવની બાબતમાં છેવટે અમુક જ પરિણામ આવે એવું છાતી ઠોકીને કોઇ કહી શકે નહીં. કેમ કે આવા દરેક કિસ્સામાં એકથી વધુ પરિબળો સામેલ હોય છે. અહીં મુદ્દો એક જ છે કે તમે લીધેલું કોઇ પણ પગલું આખરે તમને બચાવે કે ના બચાવે પણ એ પગલું તમે ગભરાટથી લીધંુ ના હોય તે મહત્ત્વનું છે. ભયની લાગણી એવી છે કેતે રક્ષા કરનારા ચોકીદાર તરીકેની કામગીરી મર્યાદિત બજાવે છે.

તે આપણા તન-મનની શક્તિઓ એટલી શિથિલ કરી નાખે છે કે આપણે રોગ અગર આપત્તિનો પૂરેપૂરો સામનો કરી શકતા નથી. શરીરની કોઇ પણ તકલીફ બાબતમાંતે ગમે તેટલી ગંભીર હોય તો પણ તમે જયારે સ્વસ્થતા દાખવો છોમારનાર કરતાં તારનાર મોટો છે એવી શ્રદ્ધાથી તેની સાથે કામ પાડો છો ત્યારે તમે જીતો કે ના જીતો પણ સારી લડત આપ્યાનો સંતોષ તો લઇ જ શકો છો. શરીર માત્ર રોગને પાત્ર છે પણ રોગને પહોંચી વળવા માટે જરૂરી ઉપચાર કરીને સંતોષ માને છે તેને બીજો વાંધો આવતો નથી પણ જે ઉપચાર કરે ના કરે પણ બધો જ વખત રોગનો - વ્યાધિનો - પીડાનો જ વિચાર કર્યા કરે છે તેને માટે પીડાનો કોઇ પાર રહેતો નથી. જે જાણે જીવવાનું જ ભૂલી જાય છે. તે જિંદગીને માણવાનું જ ભૂલી જાય છે અને જાણે તેનો રોગ શરીરમાં પેટાભાડૂત મટીને મકાનનો માલિક બની ગયો હોય તેવી હાલત અનુભવે છે.

આજે આપણે બધા લોકોને તેમની તબિયત વિષે જાતજાતની ફરિયાદો કરતા સાંભળીએ છીએ. એક મિત્રે હમણાં હસતાં હસતાં એવી ટકોર કરી કે આજકાલ હું તો કોઇને કેમ છોમજામાં છો નેએવા ખબર શિષ્ટાચાર ખાતર પણ પૂછતાં ખચકાટ અનુભવું છું. કેમ કે કેમ છોએવો પ્રશ્ન કર્યો નથી અને તબિયતની નાનીમોટી તકલીફોનાં લાંબા બયાનનાં હેલ્થ બુલેટિન બહાર પડ્યાં નથી! ગેરસમજ ના કરશો - મિત્ર કે સંબંધીની તબિયતમાં રસ જ નથી તેવી વાત નથી - તેના પ્રત્યે સહાનુભૂતિ નથી એવું પણ નથી પણ તબિયત અંગે આ પ્રકારનો માનસિક વળગાડ મને ગમતો નથી! મારી તબિયતમારી તબિયત એ શરીરના મોહની પરાકાષ્ઠા જેવું લાગે છે.

આપણે જાણે કે ભૂલી જ ગયા છીએ કે માનવનું શરીર જીવન છે અને શરીરની અંદર રોગની સામે લડનારા સલામતી દળો પણ છે. પણ આપણે તો શરીરને એક જીવંત શક્તિ માનવાને બદલે માત્ર એક ર્નિિજવ યંત્ર માનીએ છીએ અને તેને એવું વાહન ગણીએ છીએ કે આપણે તે - પાણી તેમાં બરાબર પૂરીને બધા ભાગોની મરામત કરીને જ તેને ચાલુ હાલતમાં રાખી શકીએ. નહીંતર તો જાણે ગેરેજમાં નોન-યૂઝમાં પડ્યું રહે! આપણો શ્વાસ જાગતાં-ઊંઘતાં ચાલ્યા જ કરે છેકાન સાંભળે છેઆંખ જુએ છેમગજ વિચાર કરે છેલોહીનું પરિભ્રમણ ચાલે છેશરીરનાં બધાં જ અંગો તેનું કામ કર્યા જ કરે છે અને તે માત્ર આપણી સ્પષ્ટ આજ્ઞાની રાહ જુએ છે તેવું તો નથી જ! કોઇ માણસ શ્વાસ લેવાનું ભૂલી ગયો એથી મૃત્યુ પામ્યો હોય એવું બન્યું નથી. માણસો બેભાન અવસ્થામાં દિવસોના દિવસો સુધી જીવતા રહ્યા હોય એવું બન્યું છે. આફ્રિકામાં ગરીબ લોકો વચ્ચે વર્ષો સુધી તબીબી સેવાઓ આપનારા ડાૅ. આલ્બર્ટ સ્વાઇઝર જેવાએ કહ્યંુ છે કેહું નિદાન કરું છુંદવા આપું છું પણ દર્દીને સાજા કરે છે તેનામાં બેઠેલો ઇશ્વર! તમારામાં બેઠેલી આ શક્તિ આત્મબળ-મનોબળ રૂપે તમને પૂછયા કે જણાવ્યા વગર અનેકાનેક કાર્યો બજાવે છે. તબીબી વિજ્ઞાને આશ્ચર્યજનક પ્રગતિ કરી છે અને એક સમયે જે રોગો અસાધ્ય હતા તેની અત્યંત અસરકારક દવાઓ આજે આપણને મળી શકે છે. આ કંઇ નાનોસૂનો આશીર્વાદ નથીજયારે અને જયાં તેની જરૂર હોય ત્યાં તેનો ઉપયોગ ચોક્કસ કાળજીપૂર્વક કરવો જોઇએ. દવા જ ના કરવીસારવાર ના લેવી. તબિયતની કાળજી ના લેવી એવું કહેવાનો અહીં આશય નથી.

અહીં મુદ્દો એક જ છે કે જરૂર પડે તો દવા લોઉપચાર કરો પણ મનની સોયમાં તબિયતનો દોરો જ સતત પરોવેલો ના રાખો - એવી રીતે ના પરોવી રાખો કે રોજરોજની જિંદગીનું કંઇ ભરતગૂંથણ તમે કરી જ ના શકો! ઉપચાર કરો પણ તબિયતની ચિંતા છોડો! છેવટે ઉત્તમમાં ઉત્તમ ઔષધિ માત્ર દારૂગોળો છેલડવાનું તો તમારે જ છે! રોગના ગમે તેવા મોટા શત્રુને હરાવવાનું કામ તમારે જ કરવાનું છે. શત્રુને માત કરવાના કાર્યમાં શસ્ત્રસરંજામદારૂગોળો એ આવશ્યક સાધનો-હથિયારો બની શકે - લડવાની શક્તિ અને હિંમત તો તમારે જ બતાવવાં પડશે.

આપણે જાણીએ છીએ કે શ્રેષ્ઠ શસ્ત્રો અને બેસુમાર દારૂગોળો છતાં ડરપોક સૈન્ય હારી જાય છે અને ઓછાં શસ્ત્રો અને ઓછો દારૂગોળો છતાં બહાદુર સૈનિકો જંગ જીતી જાય છે.

તબિયતની તકેદારી એ પણ સોનાની કટારી જેવી છે - તે ભેટમાં શોભેપેટમાં નાખીએ તો મરી જવાય! છેવટે તબિયત - સારી તબિયતસારી રીતે જીવવા માટે છે. માત્ર તબિયત ટકાવવા માટે કંઇ જીવવાનું નથી. આપણે જાણીએ જ છીએ કે નબળી તબિયત સાથે ઘણા લોકો લાંબું જીવ્યા અને સુખેથી જીવ્યા છે અને ઘણું કાર્ય કરી ગયા છે. બીજી બાજુ સંપૂર્ણ  નિરોગી એવા કેટલાય લોકો ખાસ કશું જ કર્યા વગર માત્ર હાજરી પુરાવતા રહ્યા છે. આયુષ્યને તબિયતની સાથે થોડો સંબંધ છે - ખરેખર ઝાઝો સંબંધ નથી! એક માણસ હૃદયરોગના પાંચ હુમલા છતાં ટકી રહે અને બીજો માણસ પહેલા જ હુમલામાં ખપી જાય! આનો ભેદ આપણે જાણતા નથી.

ફિલસૂફ સ્પીનોઝાની તબિયત તદ્દન ખરાબ હતી. તેણે પોતાની તબિયતનો વિચાર કર્યો હોય તો તે કશું કરી જ શક્યો ના હોત. કદાચ જીવી પણ શક્યો ના હોત. આવા ધર્માત્માઓને અગર તત્ત્વચિંતકોને બાજુએ મૂકીને તમે મહાન યોદ્ધાઓ - સેનાપતિઓની જિંદગી વિષે પણ જાણકારી મેળવશો તો તમને નવાઇ લાગશે કે  આમાં ઘણાખરાને તો તબિયતના ગંભીર પ્રશ્નો હતા! અમેરિકાના સરસેનાપતિ અને પ્રમુખ આઇઝહોવરના ચરિત્રમાં યુરોપની યુદ્ધભૂમિ પર હિટલરની સામે તેણે મેળવેલ વિજયની વાત તો ઠીક છેવધુ નોંધપાત્ર વિજય તો પોતાની પર હૃદયરોગના થયેલા પ્રચંડ હુમલા વખતે રોગ સામે જે બહાદુરી બતાવી તેમાં સમાયેલો છે.

અમેરિકાના પ્રમુખ ફ્રાંકલિન ડિલીનો રૂઝવેલ્ટનું કમર નીચેનું અડધું અંગ ભરજુવાનીમાં ખોટું પડી ગયું છતાં તેમણે જાહેર જીવનનું કાર્યક્ષેત્ર ન જ છોડ્યું અને તબિયતના ગંભીર પ્રશ્નમાં પણ કદી નાસીપાસ થયાની લાગણીને મચક ના આપી. એકવાર એક વ્યક્તિએ તેમના ધૈર્યની પ્રશંસા કરી ત્યારે રૂઝવેલ્ટે કહ્યંુ કે તમે જે પ્રસંગની વાત કરો છો તેમાં સવાલ થોડા સમય પૂરતી ધીરજ રાખવાનો હતો - મેં તો મારી પગની ખોટી પડી ગયેલી માત્ર એડીને હલાવવા માટે મહિનાઓ સુધી મહેનત કરી છે!

કેટલાક લોકો તબિયતની બાબતમાં એટલા માટે ગાંજી જાય છે કે તેઓ પોતાના રોગને કે તબિયતની નાદુરસ્તીને શિક્ષા ગણે છે પણ  તેને ઇશ્વરની કે નસીબની કોઇ શિક્ષા ગણવાની જરૂર જ નથી. રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું અને બીજા પ્રશ્નો પણ હતા. રામકૃષ્ણ કદી શરીરને મર્યાદાને શિક્ષા કે પોતાની અશક્તિ કે ગેરલાયકાત રૂપે જોઇ નહોતી. સ્વામી વિવેકાનંદને પણ તબિયતના પ્રશ્નો હતા. સંતશ્રી મોટાની શારીરિક પીડાની વાતો જાણતી છેપણ આ લોકોએ કદી નરમ તબિયતને નિષ્ક્રિયતાના બચાવનામા તરીકે વાપરી નથી અને પોતાના દુઃખનું કારણ પણ ગણી નથી. માણસનું શરીર તો માટીનું છે - આપણે જાણીએ છીએ કે અત્યંત મજબૂત બાંધાના અને પોલાદના યંત્રોમાં પણ કોઇ ને કોઇ કારણેક્યારેક ને ક્યારેક કોઇક ભાગ બગડે છે અને ખોટકો ઊભો થાય છે.માણસને પોતાના શરીરમાં કોઇ ત્રુટિનો અનુભવ થાય તો તે માટે તેણે ઇશ્વરનોમાબાપનો કે પોતાની જાતનો કોઇ વાંક કાઢવાની જરૂર નથી કે પોતાની જાતને ઠપકો આપવાની પણ જરૂર નથી.

એક પ્રૌઢ વયના વેપારીને તબિયતના કેટલાક પ્રશ્નો હતા અને તેમણે યોગ્ય ઉપચાર અને કાળજી વડે પોતાની તબિયતને ખૂબ સરસ બનાવી દીધી. આ અંગે તેમના એક મિત્રે તેમને અભિનંદન આપ્યા ત્યારે તેમણે હસીને કહ્યું કે, ‘‘હું તો વેપારી છુંકોઇ માંદું ઔદ્યોગિક એકમ ખરીદ કરીને તેને કમાતું કરી દઉં તો જ હું સારો વેપારી ગણાઉં! મેં મારા શરીરને ઇશ્વરે મને સોંપેલું એક સીક યુનિટ માંદું ઔદ્યોગિક એકમ ગણ્યું અને ઇશ્વરે મને બાહોશ વહીવટકર્તા સમજીને મારા માંદા શરીરનું સમારકામ કરવાનું મને સોંપ્યું છે તેમ સમજીને ગ્ય ઉપચારો કર્યા! એ ઇશ્વરની દયા કે મારા પ્રયાસો સફળ નીવડ્યા બાકી એથી વધુ ઝાઝો યશ હું લઇ શકું નહીં.

આ વેપારીએ જે વાત કરી તેમાં પણ એક નોંધપાત્ર મુદ્દો છે. શરીર માંદું પડેનબળું પડેકંઇક ઉપદ્રવ કરે તો તેને ધિક્કારો નહીં. તેની પ્રત્યે અણગમો કેલાચાર બિચારું એવી લાગણી ના કેળવો. આ શરીર પણ ઇશ્વરની - માતાપિતાની મોટી બક્ષિસ ગણીને તેને દુરસ્ત કરવા પ્રયત્ન કરો. દુરસ્તી માટે જરૂર પ્રયત્ન કરો પણ તબિયતન - તે ગમે તેટલી નરમ હોય તો પણ જિંદગીની મુખ્ય ચિંતાનું મહત્ત્વ તેને ન જ આપો. તબિયત સુધારવા બધું જ કરો પણ બાકીનું ભગવાન પર છોડી દો.

સાચી વાત એ છે કે તમે તબિયતને જિંદગીની પરીક્ષાનો મુખ્ય પ્રશ્ન જ નહીં ગણો અગર મુખ્ય પ્રશ્ન જ નહીં બનાવી દો તો તમે કેટલીક અકારણ તંગદિલીથી બચી જશો. આજે તો હવે એ હકીકત સ્વીકારાઅ ચૂકી છે કે તબિયતની સુધારણામાં દર્દીની માનસિકતા પ્રસન્નતા અને મનોબળ ખૂબ જજ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

જિંદગીના એકંદર મુકાબલાને જે વાત લાગુ પડે છે તે જ તબિયતની બાબતને પણ લાગુ પડે છે. જિંદગીનો મુકાબલો માણસે સામી છાતીએ કરવો જોઇએ અને વાસ્તવિકતા ઉપર ઢાંકપિછોડો  કરવો નહીં જોઇએ. તબિયતની બાબતમાં કેટલાક લોકો હકીકતો કબૂલ કરવાની ના પાડે છે અને તેની પ્રત્યે દુર્લક્ષ સેવે છે.

અંગ્રેજ નવલકથાકાર ડી. એચ. લોરેન્સ આમ તો ખૂબ જ દૃઢ મનોબળના માણસ હતા - દારુણ ગરીબી વચ્ચે પણ તે કદી નાસીપાસ થયા નહોતા અને પિસ્તાળીસ વર્ષની જિંદગીમાં જ તેમણે ઘણુંબધંુ લખ્યું પણ તે કદી એવું સ્વીકારવા તૈયાર જ ના થયા કે તેમને ક્ષયરોગ છે! તે હંમેશાં શરીદીની જ વાત કરતા રહ્યા અવે ક્ષયની જે કાંઇ સારવાર ત્યારે ઉપલબ્ધ હતી તેનો લાભ પણ તેમણે લીધો નહીં.

કેટલીક વાર એવું બને છે કેદર્દીનું મનોબળ મજબૂત હોય છે પણ  તેમના સ્વજનો એકદમ લાગણીશીલ થઇને સાચી હકીકત દર્દીથી છુપાવે છે - છેવટે જે થવું હશે તે થશે -  રોગ જે નુકસાન કરવાનો હશે તે કરશે પણ આવા ગંભીર રોગની વાત દર્દીને કહી દઇને તેને શા માટે આઘાત પહોંચાડવો! પણ આ વલણ ખોટું જ છે. તમે દર્દીને સાચી હકીકતથી વાકેફ કરો તો તે પોતાના રોગનો વધુ સારી રીતેવધુ મક્કમતાથી મુકાબલો કરી શકશે અને પોતે પોતાના જીવન વિષે વિચારી પણ શકશે. થોડીક વાર રડશે પણ પછી હિંમત ભેગી કરશે. તેમાં તમે મદદ કરી શકો છોપણ તમે તેને અંધારામાં રાખશો તો તેને કોઇ જ ફાયદો થવાનો નથી. છેવટે મોડે મોડે એ જયારે આ વાત જાણશે ત્યોર તેને વધુ મોટો આઘાત લાગવાનો છે અને પોતાની સાથે છેતરપિંડી થઇ હોય તેવી લાગણી તે અનુભવ્યા વગર રહેશે નહીં.

Saturday, May 28, 2016

જિંદગીની દરેક પળને માણવાની અબૂઝ પ્યાસ


જિંદગીની દરેક પળને માણવાની અબૂઝ પ્યાસ
ભૂપત વડોદરિયા



 એક એવા માણસની વાતછે જે એમ માનતો હતો કેપોતે જીવતો જાગતો માણસછે   એનો મોટો હોદ્દો છે.પોતાની જિંદગીની દરેક પળતેણે માણી હતીતદ્દન ગરીબમાણસ હતોપણ તેનેપૈસાની ભૂખ પણ નહોતીઅને તેને મહત્ત્વાકાંક્ષા જેવુંપણ કંઈ નહોતુંતે બરાબરચુંમાળીસ વર્ષ જીવ્યોપણઆટલી ઉંમરમાં પીડા તોપુષ્કળ વેઠી હતીહાડકાંનામાળા જેવો લાગેતબિયતનરમ  રહેતે ક્ષયરોગથીપીડાતો હતોપણ તેને કદી  રોગનો કે મોતનો ડર લાગ્યો નહોતોએને મન જિંદગી એક ઉજાણી હતીદરેકદિવસ તેને માટે ઉત્સવનો દિવસ હતોઆમ જુઓ તો સમાજમાંથી  ફેંકાઈ ગયેલો માણસ હતોઓગણીસમાસૈકાનો  ઊજળો અંગ્રેજ સમાજએમાં આવા ગરીબ અને સાચાદિલ માણસને શું સ્થાન હોય તો એકખાણિયાનો દીકરોમાંડ મેટ્રિક પાસતેની એક  વિશેષતા નજરે ચઢે તેવી હતી કે તે લેખક હતોપણ એકલેખક તરીકે પણ તરત કોઈના મનમાં વસી જાય એવો નહોતોકેમ કેઔદ્યોગિક ક્રાંતિ અને પ્રગતિનીબોલબાલાના  દિવસો હતાત્યારે કોઈ માણસ કુદરતની અને ધરતીની ગોદની કે આકાશની અસીમતાની વાતકરે તો તે જુનવાણી લાગે - રહસ્યવાદી લાગે.

 માણસનું નામ ડેવિડ હરબર્ટ લોરેન્સઘણા બધા લોકો તેને 'લેડી ચેટર્લીઝ લવરનવલકથાના લેખક તરીકે ઓળખે છે નવલકથાને કારણે તે ખૂબ વગોવાયો હતોપણ તેણે  એક  નવલકથા લખી નથીતેણેચુંમાળીસ વર્ષની જિંદગીમાં ઘણી બધી નવલકથાઓ લખીસંખ્યાબંધ ટૂંકી વાર્તાઓ લખી અને કવિતાઓ લખી.લેખોની સંખ્યા પણ નાનીસૂની નથીપણ તેને જે ગમ્યું તે તેણે લખ્યુંકોઈને ખુશ કરવા માટે તેણે કશું લખ્યુંનથીતેની એક નવલકથા સૌથી વધુ ચલણમાં છે - 'સન્સ એન્ડ લવર્સ.' 

'લેડી ચેટર્લીઝ લવરતેની છેલ્લીનવલકથાપણ તેને તેની હયાતીમાં કશી કીર્તિ મળી નહોતી કે કશું ધન મળ્યું નહોતુંડેવિડ હરબર્ટ લોરેન્સગરીબી અને માંદગી છતાં ગમે ત્યાં ધરતીનું રૃપ જોવા નીકળી  પડતો હતોજાણે આખી પૃથ્વીને પોતાનીબાથમાં લઈને  જીવવા માગતો હતો

'લેડી ચેટર્લીઝ લવરનવલકથા એણે મધ્ય ઇટાલીના ટસ્કન પ્રદેશનીટેકરીઓમાં બેસીને લખી હતીડી.એચલોરેન્સ .૧૮૮૫માં ૧૧મી સપ્ટેમ્બરે જન્મ્યો હતો અને ..૧૯૩૦ની બીજી માર્ચે મૃત્યુ પામ્યો હતો.

પાઇનના વૃક્ષ નીચે  વાર્તા લખવા બેસતો ત્યારે જાણે સમાધિ લાગી જતીગરોળીઓ એની ઉપર દોડાદોડી,ચડ-ઊતરની રમત માંડેપંખીઓ એની નજીક ઊડ્યા કરે અને કશા  વિક્ષેપનો અનુભવ કર્યા વગર  પોતાનુંલેખન કાર્ય કર્યા કરે.જે રીતે બતક પાણીમાં તરેમાછલી જળક્રીડા કરે અને પંખી ઊડે એટલી સહજતાથી  લખ્યા કરેલેખન એનામાટે એટલું સ્વાભાવિક હતુંપણ તેનો અર્થ  નહીં કે એક કલાકારની કોઈ  સભાનતા વિના જે કોઈ શબ્દ સૂઝેતે લખ્યા કરે તો પોતાનું હૃદય ઠરે એવી અભિવ્યક્તિ સુધી પહોંચવા માટે મથ્યા  કરતોછેલ્લી નવલકથા'લેડી ચેટર્લીઝ લવરતેણે ત્રણ વાર લખી હતી.

ગરીબ હતોકોઈ નોકરી જેવું આવકનું સાધન નહોતુંસમાજમાં કોઈ ખાસ સ્થાન નહોતું કે લેખકની બિરાદરીમાંપણ તેનું કોઈ માન નહોતુંપણ એને  બધાંની જરૃર  ક્યાં હતીએને તો જિંદગીની પ્રત્યેક નાડીનો ધબકારસાંભળવાની અને દરેક પળને માણવાની અબૂઝ પ્યાસ હતીએને નાની- કોઈ આકાંક્ષાઓ  નહોતી.લોરેન્સ માનતો હતો કેમાણસો ખરેખર જીવતા  નથી અને નાની-મોટી ઝંખનાઓ પાછળ આંધળી દોટ મૂકે છેઅને જીવવાનું  ભૂલી જાય છે.

 પૃથ્વી ઉપર કેટલા બધા મનુષ્યો જીવે છે અને છતાં એમાંથી કેટલા થોડા માણસો ખરેખર જીવે છેમાણસભરપૂર જીવન જીવતો  નથી જિંદગીમાં અનુભવવા જેવું ઘણુંબધું છેપણ લોકો બહુ થોડું  જાણે કેઅનુભવે છેએક નાની કે મોટી નોકરીએક નાનું કે મોટું ઘરઘરમાં એક પત્નીમાણસ એક ચગડોળમાં બેસે છે,બેસી  રહે છેઘરડો થઈ જાય છે અને એક દિવસ  દુનિયા છોડીને ચાલ્યો જાય છેઅસીમ બ્રહ્માંડનાઝાકમઝોળ હિંડોળાનું રૃપ તો તેણે મુદ્દલ જોયું  નથી હોતું પૃથ્વી ઉપર વિસ્મયોની જે એક અનંત દુનિયા છેતેમાંથી પણ તેણે કશું જોયું નથીશુદ્ધ પ્રેમપદાર્થનો પણ કોઈ અનુભવ એણે કર્યો નથી પીડાથી બચીનેજીવવા માગે છે જોખમથી દૂર રહીને ચાલવા માગે છેતે ઉપરછલ્લા આનંદોની વચ્ચે એક સલામત જિંદગીજીવવા માગે છેએને કોઈ કુતૂહલ નથીકોઈ ઉમંગ કે થનગનાટ નથીકોઈ વિસ્મય  નથીએક અનંતગુફામાં વિસ્મયોના ઢેરના ઢેર એની આંખ સામે પડ્યા છે અને તે કશું જોતો નથીતેની પાસે સમય  નથીપોતેજેને પ્રાપ્તિ સમજે છે તેવી પ્રાપ્તિથી 'સંતોષમાને છેજિંદગીની કિંમતી ક્ષણો વટાવીને તેના બદલામાં તે ખોટાસિક્કા કમાય છેપણ  દુનિયામાં   ચલણ માન્ય છે એટલે એનો વહેવાર બરાબર ચાલે છેલોરેન્સ માનેછે કે નાનાં- તમામ પ્રાણીઓનું પોતાનું વિસ્મયભર્યુંરહસ્યભર્યું અસ્તિત્વ છેફક્ત માણસો વિસ્મયની લાગણી ગુમાવી બેઠા છે.