Sunday, May 27, 2007

જે થાય તે સારા માટે જ હોય છે

જે થાય તે સારા માટે જ હોય છે
- ભુપતભાઇ વડોદરિયા

દુનિયા માણસને ડગલે ને પગલે મહેણાઁ મારે છે. માણસે એ મહેણામાઁથી પડકાર ઉપાડી લઇને પરાક્રમનો પઁથ કઁડારી કાઢવો જોઇએ. મહેણાનો જવાબ વળતુઁ મહેણુઁ નથી. મહેણાનો જવાબ છે પ્રતિજ્ઞા અને પરાક્રમ. રાજાના ખોળામાઁ બેસવા માટે તારે કુખે જનમ લેવો પડશે એવુઁ મહેણુઁ અપરમાતાએ માર્યુઁ ત્યારે રાજકુમાર ધ્રુવ તપ કરવા ચાલી નીક્ળ્યા. કોઇક આપણને મહેણુઁ મારે છે ત્યારે આપણે તેનો જવાબમાઁ વધુ કડવાઁ વેણ ઉચ્ચારીને હૈયાની બળતરા ઠારીએ છીએ. મહેણુઁ મારનારને મનમાઁ ને મનમાઁ શાપ આપીએ છીએ અને તેનુઁ કડવુઁ વચન કડવાશરૂપે મનમાઁ સઁઘરીએ છીએ. પણ દુનિયામાઁ એવા માણસો હોય છે જેઓ આ મહેણાને વિધિનો સઁકેત ગણીને કોઇની પ્રત્યે કશી કડવાશ રાખ્યા વિના તપ કે તપશ્ર્યાના માર્ગે નીકળી પડે છે.

નાની મોરીસ મોટર બનાવનારો મોરીસ મોટરની એક મોટી ફેક્ટરીમાઁ કારીગર હતો. મોરીસ ભારે બાહોશ મિકેનિક. એક વાર કારખાના પર મોડો પહોઁચ્યો - જોગાનુજોગ કારખાનાના માલિક મુલાકાતે આવેલા અને મોડા પડેલા મોરીસ પર તેમની નજર પડી. માલિકને મોરીસની હોશિયારીની ખબર હતી પણ શેઠ તે શેઠ! શેઠે કહ્યુઁ કે ઠીક પડે ત્યારે ફેકટરી ઉપર આવવુઁ હોય અને ઠીક પડે ત્યારે જવુઁ હોય તો જાતે જ માલિક થવુઁ. નોકરે તો કારખાનાનો સમય સાચવવોજ જોઇએ!

મોરીસને એ મહેણુઁ હાડોહાડ વાગ્યુઁ. તેણે નોકરીને સલામ કરી અને જાતે મોટર બનાવીને જઁપ્યો અને એક નામ ઉભુઁ કરી ગયો. મોરીસ એ મહેણુઁ ખાઇને બીજા દિવસે શેઠની માફી માગીને કામ પર ચઢી જઇ શક્યો હોત. અગર એ મહેણુઁ પોતાના મર્મમાઁ ઝીલ્યા વગર તેને શેઠની સખતાઇઅ ગણીને બીજે ક્યાઁક કામે પણ લાગી જઇ શક્યો હોત. પણ એણે તો મહેણાને માથાના સાફાના છોગાની જેમ આગળ કર્યુ. એ મહેણાના ઢાળિયામાઁ એણે પ્રતિજ્ઞાનુઁ સીસુઁ પુર્યુ અને પોતાની જિઁદગી બદલી નાખી. દુનિયા માણસને ડગલે ને પગલે મહેણાઁ મારે છે. માણસે એ મહેણાઁમાઁથી પડકાર ઉપાડી લઇને પરાક્રમનો પઁથ કઁડારી કાઢવો જોઇએ. મહેણાનો જવાબ વળતુઁ મહેણુઁ નથી. મહેણાનો જવાબ છે પ્રતિજ્ઞા અને પરાક્રમ.

આજકાલ આપણે એટલી બધી આક્ષેપબાજીથી ટેવાઇ ગયા છીએ કે આપણે કોઇ સચોટ મહેણાને પણ બહુ ગઁભીર રીતે લેતા નથી. આક્ષેપ કે મહેણાથી ઉશ્કેરાઇ ના જવુઁ તે સારી વાત છે - આપણામાઁ આવી સહિષ્ણતા હોય તે સાચી સ્વસ્થતાની નિશાની છે. પણ આપણી જાતે વિચારવા જેવુઁ એટલુઁ જકે બધુઁ કેમ મુદલ વાગતુઁ નથી? તેજ અશ્વને સહજે ચાબુક અડે અને તેની જે અસર થાય એવી અસર આપણા મન પર કેમ થતી નથી? મહેણાઁનો માર કેમ આપણે મૂઁગા મૂઁગા ખાઇ લઇએ છીએ? પ્રશઁસાના વેણમાઁ એક મીઠાશ છે, ગળપણ છે. તેની પણ માણસને જરૂર તો છે જ, પણ એકલી મીઠાશ તબિયત માટે સારી નહિ. જુના દિવસોમાઁ બાળકને એક યા બીજા નિમિત્તે કડવાશ જ આપવામાઁ આવતી - કડવાશ પેટનાઁ જઁતુઓને મારે છે, અને બાળકને નીરોગી રાખે છે.
આપણે દઁભ કરતા હોઇએ તોજ આપણી જીભમાઁથી એકલાઁ મધુર વચનો નીકળી શકે. મહાત્માઓ, અલબત્ત, અપવાદ ગણાય. બાકી અપણે માણસ છીએ એટલે આપણી જીભેથી કાઁઇક ને કાઁઇક કડવુઁ નીકળી પડવાનુઁ. પણ કડવાશમાઁ ડઁખ કે દ્વેષ ના હોવો જોઇએ એટલી તકેદારી રાખવી જોઇએ. કોઇ મહેણુઁ મારે, કડવુઁ વેણ કહે, શિક્ષા જેવો આદેશ સઁભળાવે ત્યારે એમાઁ આપણા માટે કાઁઇક ગુણકારી છે કે નહિ તે જોજો. તેમાઁ આવો સાર હોય તોઅ તે લઇ લેવો અને એને પચાવવો. બાકી તેને શબ્દોની લખોટી ગણીને લખોટીની રમતમાઁ પડી ના જવુઁ. કડવાબોલી માવડી, મીઠાઁબોલાઁ લોક માઁ થી એટલુઁ તો સમજાય છે કે જેના હૈયે આપણુઁ હિત હોય તે જ કડવો ઘુઁટડો પાય - જે કોઇ કડવો ઘુઁટડો પાય તેના હૈયામાઁ પણ કદાચ કુદરતે આપણુઁ હિત જ તે વ્યક્તિની પણ જાણ બહાર મૂક્યુઁ હશે તેમ માનવુઁ શુઁ ખોટુઁ છે?

************

અમારા પટેલ માટે કહેવાય છે કે જીભ કુહાડી જેમ ધારદાર હોય છે - પણ ભાઇ જેમ કહે છે, જાણે અજાણે જ્યારે કડવા વહેણ નીકળે છે તે ઘણી વખત સામેની વ્યક્તિ માટે સારા માટે હોય છે. પોસીટીવ અને નેગેટીવ જે રીતે લઇએ પરઁતુ તે શબ્દોની અસર તો થતીજ હોય છે કારણ કે દરેક માનવી ખુદ એક સામાન્ય લાગણીપ્રધાન હોય છે. પરઁતુ જ્યારે કોઇ કડવા વેણ કહે, આક્રોશ કાઢે ત્યારે તેમાઁ આપણુઁ હિત હોય છે અને ખરેખર જોવા જઇએ તો કડવા વચન કહેનાર પણ તેનો આક્રોશ કાઢે છે અને ત્યારે તેના પ્રમાણે તે સાચુઁ બોલી નાખે છે જે આપણને હૈયામાઁ લાગી આવે છે. કડવા ઘુઁટ પીવા સહેલા નથી પણ વિચારી જોઇએ તો ઘણી વખત આપણુ હિત તેમાઁ હોય છે. જે થાય તે સારા માટે જ હોય છે - એમ સમજીને ચાલવુ.

- ઇલાક્ષી પટેલ

1 comment:

baimal said...

saras......
.......ek gujarati geet yad aavi gayu " kankari na marya kadi na mariye..mahena na marya mariye....and remember my poems one sher also " mirano vakh katoro radhanu ek anshu'thashe vij chamakaro to panbane pashu"