Thursday, May 17, 2007

પુસ્તક

પુસ્તક
- ભુપતભાઇ

છેવટે પુસ્તકોનુઁ કોઇ ખાસ મહત્વ હોય તો જીવનદાયક વિધ્યુત સઁગ્રહો તરીકે જ છે. તે થોડી પળોની ઉત્તેજના માટે નથી. માત્ર વખત કાઢવા માટે નથી, માત્ર આળસને બહેલાવવા નથી. ઘણા બધા માણસો પાસે કેટલાઁ બધાઁ પુસ્તકો હોય છે! પણ તેમાઁથી ખાસ કશુઁ વાઁચવાનો સમય તેમને મળતો નથી. બીજા કેટલાય એવા લોકો હશે જેમની પાસે પુષ્કળ સમય હશે પણ પુસ્તકો હાથમાઁ નહિ હોય. એવા પણ માણસો હોય છે જેમની પાસે પુસ્તકો છે, સમય છે, પણ વાઁચવાનો ઉમઁગ નથી! ભાત ભાતનાઁ મિષ્ટાનો સામેજ પડયાઁ હોય, કોઇકને લાગે કે ભૂખ જ નથી તો પછી મિષ્ટાનો હોવાનો અર્થ પણ શો?

જે જુવાનને મનગમતાઁ પુસ્તકો વસાવવાની પોતાની અશક્તિ માટે લાગી આવ્યઁ હતુઁ એ જુવાન સાથે ઘણી બધી વાતો નીકળી. એમાઁથી એવુઁ સમજાયુઁ કે, પુસ્તકની વાત તો ઠીક છે, ઘણી બધી આવી બાબતોમાઁ જુવાન માણસને કશીક જરૂરી અને ઉપકારક સાધનસામગ્રીથી વઁચિત રહી ગયાની લાગણી થયા કરતી હોય છે. આ લાગણી એના અઁતરને પીડ્યા કરે છે. વઁચિત રહી ગયાની લાગણી એટલી તીવ્ર હોય છે અને એટલી નકારત્મક અસર કરે છે કે એક પછી એક વસ્તુઓ તેમની નજર સામે પસાર થઇ જાય છે. એ વ્યક્તિ એ કારવાઁને જોયા કરે છે, પણ કશુઁ ઝડપી લેવા તત્પર બનતી નથી! રામક્રૂષ્ણ પરમહઁસનાઁ માતા ચઁદ્રાદેવી સ્વર્ગસ્થ થયાઁ ત્યારે રામક્રૂષ્ણ 40 વર્ષના હતા. માતાના અગ્નિસઁસ્કાર સઁન્યાસી શી રીતે કરી શકે? એ તો કોઇ વિધિમાઁ ભાગ લઇ શકે નહિ. ગઁગાના કિનારે રામક્રૂષ્ણે માત્ર જળથી અઁજલી આપવાનુઁ વિચાર્યુ પણ આઁગળીઓ જકડાઇ ગઇ. જલની અઁજલિ પણ આપી ન શક્યા. રામક્રૂષ્ણથી રડી પડાયુઁ. કોઇ પણ ઉમરે માતા જાય ત્યારે માણસનુઁ હ્રદય રડ્યા વગર રહી ન શકે. રામક્રૂષ્ણ સાચુકલા માણસ હતા. એમણે બતાવ્યુઁ છે કે માણસની અઁદર જ પુસ્તકોનાઁ પુસ્તકો હોઇ શકે છે.

છેવટે માણસ પુસ્તક તરફ કેમ આટલો બધો ઉમટે છે? કેમ કે ત્યાઁ જિઁદગી અને જગતની ચિત્રમાળા અક્ષરની એક ગૂઢ લિપિમાઁ અકબઁધ છે. રશિયાના મહાન નવલકથા સમ્રાટ દોસ્તોવ્સ્કીએ સર્વાંટિસની જગપ્રસિદ્વ નવલકથા ડોન કીહોટે વાઁચીને પોતાનો અભિપ્રાય આ રીતે વ્યકત કર્યો હતો. પ્રૂથ્વિનો અઁત આવી રહ્યો હોય અને પરમાત્મા માણસની પૂછે છે કે તારે જિઁદગી વિશે, તેની મઁઝવણો, લાગણીઓ અને તારત્મ્યો વિશે શુઁ કહેવાનુઁ છે? તોઅ માણસ જવાબમાઁ કહી શકે છે કે આ ચોપડી આપ નામદાર વાઁચી લો, તેમાઁ મારી બધી વાત આવી ગઇ છે. આવોજ અભિપ્રાય દોસ્તોવ્સીની મહાન નવલ કથા બ્રધર્સ કરામઝોવ માટે આપવામાઁ અવ્યો છે. વીસમી સદીના સૌથી મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇંસ્ટાઇને આ નવલકથા માટે એવુઁ કહ્યુઁ છે કે, કોઇ વૈજ્ઞાનિક ચિઁતક પાસેથી મને જે કાઁઇ મળે તેનાથી વધુ મને દોસ્તોવ્સ્કી પાસેથી મળ્યુઁ છે. પુસ્તકની ખરેખરી પ્યાસ જાગે છે ત્યારે તે ગમે ત્યાઁથી મળી જાય છે. આઇંસ્ટાઇન વાળ ન કપાવે, પણ પુસ્તક મેળવી લે અને લિઁકન સારાઁ કપડાઁ ન પહેરે, પણ પુસ્તક માટે પૈસા ખર્ચે.

છેવટે પુસ્તકોનુઁ કોઇ ખાસ મહત્વ હોય તો જીવનદાયક વિદ્યુત સઁગ્રહો તરીકે જ છે. તે થોડી પળોની ઉત્તેજના માટે નથી. માત્ર વખત કાઢવા માટે નથી, માત્ર આળસને બહેલાવવા નથી. વિજ્ઞાનની કિતાબો, ઇલેક્ટ્રોનિકસની કિતાબો તેના જાણકારો અને જિજ્ઞાસુઓ માટે જ્ઞાનની એક મોટી ખાણ બની શકે છે. આપણે સામાન્ય માનવીઓએ જુનાઁ સાચાઁ પુસ્તકો તરફ પાછા વળ્યા વિના છૂટકો નથી. આમાઁ કોઇ સાલ તારીખની વાત નથી. જીવનસામગ્રીની અસલિયતની વાત છે. સવાલ માત્ર પુસ્તક વાઁચવાનો નથી. જીવનને વાઁચવા ઉકેલવાની એક કોશીશ કરવાનો છે. આવી કોશિશ કોઇ પણ માણસ કરી શકે છે. તે માટે તેણે પોતાના ખિસ્સામાઁ હાથ નાખવાની જરૂર હોતી નથી. તેણે જ પોતાની જરૂરિયાત નક્કી કરવાની છે.

***********

પુસ્તકો પર ભાઇનો આ લેખ એક વાત નુ જરૂર સુચન કરે છે કે મન હોય તો માનવી કોઇ પણ રીતે પુસ્તક મેળવીને વાઁચે છે. સવાલ માત્ર પુસ્તક વાઁચવાનો નથી. જીવનને વાઁચવા ઉકેલવાની એક કોશીશ કરવાનો છે. મારુ પુસ્તક ગાર્ડિયન ઓફ એંજલ્સ જ્યારે ઇનટરનેશનલી લૌંચ થયુઁ ત્યારે મને ખુબજ આનઁદ હતો કે હવે મારા બધા મિત્ર, સ્નેહિઓ અને સગા દુનિયાના કોઇ પણ છેડે હોય તો તે વાઁચી શકશે. ખરેખર એવુઁ બન્યુઁ કે જ્યારે મારા પબ્લિશરે થોડી કોપી મોકલાવી તે મેઁ મારા નજદિકના મિત્રોને ભેટ આપી અને તેનો અભિપ્રાય આપવા જણાવ્યુઁ. મહિના પછી તેઓને પુછતા એક બે બાકાત કરતા સર્વે જવાબ આપ્યો કે સમયજ નથી મળ્યો એક પાનુઁ ખોલવાનો પણ! અનેક ચીજ વસ્તુઓ ખરીદી શકે પણ પુસ્તક માટે એવુ નથી હોતુ. જે પુસ્તક અહી દેશમાઁ અવૈલેબલ નથી તે ફ્ક્ત ઇંટર્નેશલ વેબ્સાઇટ અને બૂકસ્ટોરમાઁ મળે છે, તે પુસ્તક ગાર્ડિયન ઓફ એંજલસ ના આજ સુધીના ખરીદનાર માત્ર મારા ધોરીયા મિત્રો છે! કહેવાનો મર્મ એટલો કે પુસ્તક વાઁચવાની આદત હોતી નથી અને આદત હોય તો પોતાના ઓળખીતા લેખકનુઁ મહત્વ હોતુઁ નથી. ભાઇના અનેક પુસ્તકો તેમણે ઘણાને આપ્યા પણ મને અનુમાન છે કે ભાઇની ચોપડીઓ જે ખરીદીને વાઁચે છે તે ભેટ મેળવેલી વઁચાતી નથી. પુસ્તકની પ્રત્યે ચાહ અને પ્યાસ જાગે તે જ અગત્યનુઁ છે. ખુદ વાઁચો અને બાળકોને પણ વાઁચન પ્રત્યે એંકરેજ કરવુ જરૂરી છે.

- ઇલાક્ષી પટેલ
Author: Guardian of Angels: A Practical guide to Joyful Parenting
Now, also available at Google Books! Find more Book links at kidsfreesouls.com

1 comment:

Suresh said...

એકદમ સાચી વાત. મને યાદ છે. અમે નાના હતા અને વાંચનનો બહુ જ શોખ. પાંચ બાળકોને ઉછેરવામાં, સામાન્ય આવક વાળા અમારા બાપુજી ક્યાંથી ઘરમાં ચોપડીઓ વસાવી શકે?
પણ એક દીવસ અમારી વાંચનભુખ જોઇ 26 રુપીયાની સસ્તુ સાહીત્યની ઢગલાબંધ ચોપડીઓ લઇ આવેલા.