Saturday, March 13, 2010

આંખમાં અમી તો દુનિયા ગમી: Thoughts to Ponder

A friend sent me this email forward and I thought of sharing these thoughts to ponder upon:



* હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.

* જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.

* પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.

* નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.

* શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.

* બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?

* આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.

* એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.

* જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.

* પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.

I could not blog Bhai's articles lately - no excuses but busy schedules and moreover, my anti virus removes the fonts from my computer again and again! I will have to sort for online Gujarati writing board I guess!

Btw, Freesouls and now Kidsfreesouls - There is lot more on this rolling down since years...
Keep in tuned.

- ilaxi

3 comments:

rupen007 said...

આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા:ગુજરાતી બ્લોગ એગ્રીગેટર સાથે જોડેલ છે .આપ મુલાકાત લેશો .આભાર
લીંક http://rupen007.feedcluster.com/

ilaxi said...

Thanks Rupen. Visited your site and quite neat. Would love to explore more of the Gujarati websites once I have some breathing space.

Daxesh Contractor said...

સુંદર વિચારો .. ખાસ કરીને આંખમાં અમી તો દુનિયા ગમી ને જીભમાં અમી તો દુનિયા નમી તરત સ્પર્શી ગયાં..