વિચાર મંથન - ભુપતભાઇ વડોદરિયા
જિઁદગી એક એવી રમત છે કે તેમાઁ અમ્પાયર અદશ્ય છે. તમે અમ્પાયરની તટોપી આ કે તે વ્યક્તિના માથા પર પહેરાવીને તેની સામે લડો છો, પણ તમે ભૂલી જાઓ છો કે છેવટે આ રમતમાઁ સૌથી મહત્વની વ્યક્તિ કોઇ અમ્પાયર નથી. એક ખેલાડીની હેસિયતથી તમે જ સૌથી મહત્વની વ્યક્તિ છો. ત્રણ વર્ષ પહેલાઁ મને એક માણસે ફરિયાદ કરી હતી કે અમુક મોટા શહેરની ઇસ્પિતાલમાઁ તે શસ્ત્રક્રિયા માટે દાખલ થયો હતો. ત્યાઁ તેની સારવાર બરાબર થઇ નહી. શસ્ત્રક્રિયામાઁ પણ કઁઇક ગરબડ હતી અને પરિણામે તેને ભારે અન્યાય થયો છે. આ ભાઇની માગણી એવી હતી કે ઇસ્પિતાલમાઁ જેમણે પોતાની શસ્ત્રક્રિયા કરેલી, તેમની સામે પગલાઁ લેવાઁ જોઇએ અને તેમને શિક્ષા થવી જોઇએ.
એક બીજા માણસ પણ આવીજ રીતે પોતાના દફતરમાઁ બેઠા બેઠા આવીજ ફરિયાદ પઁપાળ્યા કરે છે. તેની ફરિયાદ એ છે કે અમુક વર્ષ પહેલાઁ તેને નોકરીમાઁ અન્યાય થયો છે. જ્યારે અન્યાય થયેલો ત્યારે તે નજીવો લાગેલો, પણ હવે અત્યારે એમ લાગે છે કે તેના નોકરીના લાઁબા ગાળાનાઁ હિતોને ઘણુઁ મોટુઁ નુકશાન થયેલુ છે. હવે વર્ષો પહેલાઁના અન્યાયની જડ કોણ નાબુદ કરે! આ ભાઇનો ઘણો સમય જાતજાતનાઁ અરજી અહેવાલ ઘડવામાઁ અને લાગતા વળગતા પાસે મૌખિક રજુઆત કરવામાઁ વીતે છે. આ માણસની કોઇ એવો પ્રશ્ન પૂછે શકે કે એ જુની વાત હવે બાજુએ મૂકીને તેઓ આગળ વધવા માટે નવી સજ્જ્તા પ્રાપ્ત કરવા માટે કશુઁ કેમ કરતા નથી? વાત જૂની છે. બની ત્યારે નજીવી લાગી હતી અને હવે એ જૂની વાતનો ધજાગરો બાઁધવાની આ મિથ્યા કોશિશ શા માટે? જે વસ્તુ થઇ ગઇ તેનો અવો અફસોસ શા માટે? જે બની ગયુઁ છે અને હવે મિથ્યા થઇ શકે તેમ નથી તેને પકડી રાખવામાઁ શો લાભ?
એક ત્રીજો માણસ છે. તે વળી પોતાના બાળકને શાળાના સઁચાલકોના હાથે થયેલા અન્યાયની વાત કરીને પોતાની સમયશક્તિ વેડફે છે અને બાળકને આગળ વધતાઁ જાણે કે રોકો છે! આવી અગર બીજા પ્રકારની ફરિયાદ આગળ કરીને કેટલાક માણસો ભૂતકાળની કોઇક કોટડીમાઁ પુરાઇને લડ્યા કરે છે કે રડ્યા કરે છે અને એટલુઁ સમજતા નથી કે તેઓ સૌથી વધુ અન્યાય પોતાની જાતની જ કરી રહ્યા છે. ભૂતકાળના એક શઁકાસ્પદ અને વિવાદસ્પદ ટુકડાને પકડી રાખીને તેઓ પોતાની આઁખ સામેજ વર્તમાનની પસાર થતો જોઇ રહ્યા છે. આજે જે કરવાનુઁ છે તે કરતા નથી અને ગઇ કાલે જે બન્યુઁ હતુઁ તે નહોતુઁ બનવુઁ જોઇતુઁ, તેવી ફરિયાદમાઁ બળાપો કાઢી રહ્યા છે. આમાઁ સમજવા જેવી સાદી અને સીધી વાત એ છે કે દલીલ ખાતર માની લઇએ કે ભૂતકાળમાઁ તમને કોઇકે ખરેખર અન્યાય કર્યો હતો. જેણે ભૂતકાળમાઁ અન્યાય કર્યો હતો તે આજે તેમને ન્યાય આપવાની સ્થિતિમાઁ કે શક્તિમાઁ પણ નહી હોય. ભૂતકાળમાઁ તમને કોઇકે અન્યાય કર્યો હતો તે હકીકતને આગળ કરીને આજે તમારી જાતને શુઁ કામ અન્યાય કરો છો? બીજાઓ તમને અન્યાય કરે ત્યારે તમે તેની સામે ફરિયાદ કરો છો પણ તમે તમારી જાતની જ્યારે અન્યાય કરી રહ્યા હો એવો ઘાટ થાય છે ત્યારે તમે તમારી જાતની શા માટે ઢઁઢોળતા નથી?
જિઁદગી એવી એક રમત છે કે તેમાઁ અમ્પાયર અદ્શ્ય છે. તમે અમ્પાયરની ટોપી આ કે તે વ્યક્તિના માથા પર પહેરાવીને તેની સામે લડો છો, પણ તમે ભૂલી જાઓ છો કે છેવટે આ રમતમાઁ સૌથી મહત્વની વ્યક્તિ કોઇ અમ્પાયર નથી. એક ખેલાડીની હેસિયાતથી તમેજ સૌથી મહત્વની વ્યક્તિ છો. દ્ષ્ટ કે અદ્ષ્ટ અમ્પાયરના ચુકાદા સામે તકરારના મુદાઓ ઉભા કર્યા કરતાઁ પોતાની રમતની કથા સુધારવાનુઁ જ વધુ લાભકારક છે. આ એક બાબત છે જે તમારજ હાથમાઁ છે. માણસ વધુ કઁઇ નહી તોઅ પુરી નમ્રતાથી અને છતાઁ પુરી ખુમારીથી કહી શકે છે કે મારી દુકાનમાઁ દુખના માલનો જે ભરવો થૈ ગયો છે તેના ઉત્પાદકો ગમે તે હો, હુઁ તેનો માલિક છુઁ અને મારી દુકાનના માલની ‘અસલિયત’ ની હુઁ ખાતરી આપવા માગુઁ છુ.
No comments:
Post a Comment