Monday, July 06, 2009

જીવનસફરમાઁ સ્વાર્થને કોઇજ સ્થાન નથી

જીવનસફરમાઁ સ્વાર્થને કોઇજ સ્થાન નથી
- ભુપતભાઇ વડોદરિયા


એક માણસ ફરિયાદ કરે છે: હુઁ તદ્દન એકલો પડી ગયો છુઁ. જાણે કોઇની સાથે કઁઇ સઁબઁધજ રહ્યો નથી. કોઇને કહુઁ તો નવાઇ લાગે, પણ પત્નીએ પણ મને લગભગ છોડી દીધો છે. એકજ બઁગલામાઁ અમે સાથે રહીએ છીએ અને એકજ ડાઇનિઁગ ટેબલ પર સાથે જ જમીએ છીએ પણ એ બાદ્ કરતાઁ અમારી વચ્ચે જાણે કશી નિકટતા રહી નથી. અમારો સઁબઁધ ‘દુરથી સલામ’ નો જ બાકી રહ્યો છે. પત્નીએ પતિ છોડી દીધો છે અને ઇશ્વ્રરની પાછળ પડી છે! જે કોઇ મઁડળી જાત્રાએ જતી હોય તેમાઁ અમારાઁ શ્રીમતી સામેલ થઇ જવાનાઁ! જાણે એ ઘરથી દૂર જ ભાગવા માગે છે. પુખ્તવયના સઁતાન એક પછી એક દૂર ચાલ્યાઁ ગયાઁ! કોઇ ધઁધા માટે, કોઇ નોકરી માટે. કોઇ કોઇ વાર ઢળતી સાઁજે વિચાર આવે છે કે, હુઁ તો ખબર ન પડી તેમ સાવ એકલો પડી ગયો. એક સમય એવો હતો કે હુઁ ધઁધામાઁ અને ધન કમાવામાઁ એટલો મશગૂલ હતો કે મને કોઇના માટે કશો જ સમય નહોતો. આજે મને પુષ્કળ સમય છે ત્યારે પત્ની, સઁતાનો, સગાઁસઁબઁધી, મિત્રો કોઇને મારા માટે સમયજ નથી.

તાજેતરમાઁ એક એવી ઘટના બની કે તેનો વિચાર કરુઁ છુઁ ત્યારે હસ્વુઁ કે રડવુઁ તે જ નક્કી કરી શકતો નથી. એક દૂરનો ભાણેજ. એને માટે મને કઁઇક લાગણી હતી. તાજેતરમાઁ એકલતાની મારી લાગણી એટલી તીવ્ર બની કે મને કલાક-બે કલાક એ ભાણેજ સાથે ગાળવાનુઁ મન થયુઁ. હુઁ એને ઘરે ગયો તો મળ્યો નહી. એની ઓફિસે ગયો તો ક્યાઁક બહાર ગયો હતો. હુઁ હવે તો તેને મળવા તલપાપડ બન્યો, પણ હુઁ તેને શોધવા ફરુઁ અને એ મને મળે જ નહિ, જાણે મારાથી દૂર ભાગે. એક દિવસ મેઁ એની પત્નીને પુછ્યુઁ :”હુઁ એને મળવા માટે વારઁવાર ધક્કા ખાઉઁ છુઁ અને એ મને મોઁ દેખાડતોજ નથી. એને મારો સઁદેશો તમે આપ્યો હતો કે નહોતો આપ્યો? હુઁ આટલી બધી વાર ધક્કા ખાઇ ગયો તો એક વાર તો મારે ઘેર આવીને મને મળી ગયો હોત! મને સમજાતુઁ નથી કે એ કેમ મોઁ છુપાવે છે? ભાણેજની પત્નીએ કઁઇક સઁકોચ સાથે કહુયુઁ : મામા, એવુઁ નથી, પણ વર્ષો પહેલાઁ તમે તેમને રકમ આપેલી તેની ગોઠવણ તે કરી શક્યા નથી. તેમણે કહ્યુઁ છે કે એ રકમની વ્યવસ્થા એ કરીજ રહ્યા છે. જેવી રકમ તેમના હાથમાઁ આવશે કે તરત તમને મળશે.

મારે માથુઁ કૂટવુઁ કે શુઁ કરવુઁ? એ વાતને વર્ષો વીતી ગયાઁ હતા. માર એ દુરના ભાણેજને મેઁ એક સમયે કોઇ રકમ આપ્યાની વાત પણ હુઁ ભુલી ગયો હતો અને અત્યારે હુઁ મારા ભાણેજને શોધતો હતો તે તો માત્ર તેની સોબત માટે તેને શોધતો હતો. હુઁ કાઁઇ જુની રકમની વસુલાત માટે તેની પાછળ પડ્યો નહોતો. મૂળ વાત તો એની એજ છે, જે મને મુઁઝવે છે. હુઁ સાવ એકલો પડી ગયો છુઁ. આ એકલતાના અઁધારા કૂવામાઁથી મને કોઇ બહાર કાઢે. આવી પીડા અનુભવી રહેલા અને એકલા પડી ગયાની ફરિયાદ કરનારા માણસ જો પોતાની અઁદર જ ડોકિયુઁ કરે તો તેને ભાન થયા વગર રહે નહી કે પોતાની આવી હાલતનુઁ અસલ કારણ તો એ જ છે કે પોતે મોટા ભાગની જિઁદગી એક કોચલામાઁ જ જીવ્યા છે. તે કદી પોતાની બહાર નીકળ્યા જ નથી. એ પોતાનામાઁ અને પોતાના વેપાર-ધઁધા કે વ્યવસાયમાઁ જ ગળાડુબ રહ્યા છે. તેમણે કદી બીજા કોઇ માણસમાઁ રસ જ લીધો જ નથી. તેમણે દરેક માણસને પોતાની જીવન-શતરઁજના એક નાના કે મોટા પ્યાદારૂપે જ જોયા છે. સ્વહિતની, સ્વાર્થની રમત હવે પોતે બઁધ કરી છે અને હવે તેઓ ખરેખર ખેલદિલીના મેદાનમાઁ માત્ર જીવનના આનઁદ માટે જ રમવા બહાર પડ્યા છે, પણ તેમાઁ ભાગ લેવા કોઇ આવતુઁ નથી. માણસ ખરેખર જીવનનો રસ અઁત સુધી જીવઁત રાખવા માગતો હોય તો તેણે પોતાની જાતમાઁ જ ગળાડુબ રહેવાને બદલે બહાર નીકળીને જીવવુઁ પડે છે. બીજા માણસોમાઁ રસ લેવો પડે છે અને બીજા માણસોના જીવનમાઁ સામેલ થવુઁ પડે છે. પોતાન જ કોચલામાઁ ‘સલામતીપુર્વક’ જીવવા માગનારનો વહેવાર એવો હોય છે કે હુઁ જેને જેને બોલાવુઁ તે બાધાઁએ મારા ત્યાઁ સારા-માઠા પ્રસઁગે અચૂક હારજ થૈ જવુઁ જોઇએ. બાકી હુઁ કોઇને ઘેર સારા કે માઠા પ્રસઁગે ન પણ જાઉઁ. મારી પાસે એટલો સમજ જ નથી. તમારી પાસે સમય નથી અને તમે બીજાને મુદલ સમય આપી શકો તેમ નથી તો બીજુઁ કોઇ પણ તમને શુઁ કામ સમય આપે? સુખી માણસોએ કોઇ ને કોઇ પ્રસઁગે સગાઁસઁબઁધીકે મિત્રોને બસો પાઁચસો રૂપિયાની મદદ કરી હોય તો એમ માને છે કે તે માણસ આપણા તાબામાઁ આવી ગયો. સુખી માણસ પુછે છે, “એલા, અમે તને પૈસા આપીએ અને તુઁ અમને સમય પણ આપી ન શકે?” પણ પેલા માણસ મોઢેથી નહી તો પણ મનોમન એવો જવાબ આપે છે કે તમે જે પૈસા આપ્યા તે તમને પાછા આપી દઇશુઁ. તમે અમને કઁઇ સમય આપ્યો નથી એટલે અમે સમય આપીએ એવી આશા-અપેક્ષા કરો તે વાજબી નહી!
________________________________

મને એવુઁ લાગે છે કે ભાઇએ લખ્યુઁ છે એમ, “તે કદી પોતાની બહાર નીકળ્યા જ નથી. એ પોતાનામાઁ અને પોતાના વેપાર-ધઁધા કે વ્યવસાયમાઁ જ ગળાડુબ રહ્યા છે. તેમણે કદી બીજા કોઇ માણસમાઁ રસ જ લીધો જ નથી.” અને આવુઁ દરેક માનવી ના સારા વર્ષોમાઁ બનતુઁ હોય છે અને આખરે ધઁધો ધીરો પડે કે ઉઁમર થાય છે અને તેને લોકોની ખોટ સાલે છે અને એ ઘરના સભ્ય પોતાના કામમાઁ મશ્ગુલ બને છે અને સમય ફાળવી શકતા નથી. આથીજ માણસને એકલવાયુ લાગતુ હોય છે. આથીજ આપણે સમજવાનુ છે, મુજ વીતી તુજ વીતશે અને સમય કાઢી જ્યારે પણ શક્ય બને, ઘરના માણસો સાથે, વડિલની સાથે બે શબ્દ વાત કરવી, તેમને શુઁ કહેવુઁ છે સાઁભળવુ અને બને તો તેમની સાથે તમારી વાત શેર કરો. તેમને એકલવાયુઁ નહી લાગે. ઘાણાઁ લોકો એટલા કામમાઁ ડુબેલા રહે છે કે પતિ-પત્ની એકબીજા સાથે વાત પણ કરવાનો સમય નથી કે બાળકો સાથે પણ સમય પસાર નથી કરતા. એક સાથે થોડી પલ વિતાવવી જરુરી છે.