ઘણાઁ સમયથી અહીઁ બ્લોગ ના મૂકાયો પણ મને ખાત્રી છે કે Kidsfreesouls પર તમે ફોલો કરતા હશો.
નરેન્દ્ર મોદી વિષે અને વાયબ્રઁટ ગુજરાતની સફળતા પર વાઁચકોની ઇ-મેલ ગુજરાતની પ્રગતી ની પ્રશઁસા કરે છે. તેવોજ એક લેખ અહીઁ મુકેલ છે જે તમને વાઁચવો ગમશે અને ગુજરાતની જનતા શુઁ વિચારે છે તેની ઝાઁખી કરાવશે.
તમારી કોમેન્ટસ આવ્કાર્ય છે. તમે શુઁ વિચારો છો, જરૂર જાણાવશો.
અને આને કહેવાય વાયબ્રંટ ગુજરાતના પ્રણેતા
- કલા અમીન”તડ અને ફડ - (વીકેંડર સાપ્તાહિક)
પાઁચથી છ કરોડની વસતી જેમને જઁગી બહુમતીથી છેલ્લા 3 વખતથી ચૂટી કાઢે છે તેવા બહુર્મુખી, પતિભાશાળી, કર્તવ્યનિષ્ઠ, ઇમાનદાર, ગુજરાતના ગૌરવસમા, જેનુઁ દેશ અને પરદેશમાઁ ખુબજ માન છે - સનમાન છે, તેવાઁ મુખ્ય પ્રધાન મેળવવા ગુજરાત સદભાગી છે, એવાઁ આપણા લાડીલા ગુજરાતના નાથને ‘પોતાના કામો’ જનતા સુધી બરાબર પહોઁચતા કરવાની પૂરી તક તો લેવા દો. આજ સુધી કોઇ પણ “વડા પ્રધાન” જે નથી કરી શક્યા અને જેનો પર્યાય છે, ફ્ક્ત આપણા લોખઁડી પુરુષ સરદાર શ્રી વલ્લભભાઇ પટેલ અને આન્ધ્ર વાળા શ્રી ચઁદ્રાબાબુ નાયડુ.
આ સાથેજ તમે કહેશો કે ‘ભાઇસાબ, સરદાર પોતેજ લોખઁડી પુરુષ હતાઁ. પોતાની આસપાસ બ્લેક કમાન્ડોની જાળી ઉભી કરીને નહોતા ફરતા. તો, તેનો જવાબ પણ આપણી પાસે છે. અને તે છે, આપણા વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરાજીનો અઁજામ. ના ભાઇ, એવા અઁજામ માટે આપણે તૈયાર નથી. જે સારુ કામ કરે, તેના દુશ્મનો તો હોયજ. વિઘ્નસઁતોષી તો હોયજ. સુર્ય સામે થૂકનારા તો ઘણા હોય, પણ તે થૂક કોની પર પડે, તે તો આપણે જાણીએજ છીએ.
હવે મુળ વાત પર આવીએ. એમણે શાસનની દોર પકડી પછી ગોધરાકાઁડ જેવો કમનસીબ બનાવ બની ગયો. જેના કારણે તેમના હીતશત્રુઓને તેમના માથે માછલા ધોવાની તક મળી ગઇ હતી. પણ, હાથ-કઁગનને આરસીની શી જરૂર! જેનો જવાબ દર વખતે યોજાતી ચૂટણીના પરિણામોજ આપી દે છે. વાઁકુ બોલનારા બધાય ચૂપ થઇ જાય છે. ચૂટણીના પ્રચાર વખતે, તેઓ શ્રી, જ્યારે ગુજરાતની બહાર જાય છે ત્યારે, ઘણાઁ લોકો એવુઁ બોલતા હોય છે કે, “ભાઇ ઘર બળતુઁ મુકીને પડોશીને ત્યાઁ આગ ઓલવવા શા માટે જાવ છો?”
“ઘરના ઘઁટી ચાટે અને ઉપાધ્યાયને આટો” એવુઁ આપણા મુખ્ય પ્રધાન શા માટે કરતા રહે છે. તમે જાણો છોને કે સારુ કામ કરવુઁ હોય તો માણસ પાસે સમજ સાથે સત્તા પણ જરૂરી છે. “ઉતર્યો અમલદાર કોડીનો” એટલે જો એમનો પક્ષ બહુમતી ના મેળવે તો તેમની સત્તા પાછી હાલકડોલક થઇ જાય અને પછી “આપણુઁ ગુજરાત” “મેગાસીટી ગુજરાત” એવા સુત્રને તેઓશ્રી ફળિભૂત કેવી રીતે કરી શકે? માટે, એ જે વખતે જે કરે તે ખુબજ જરૂરી હોય છે અને એ વખતે પણ તેઓશ્રી ગુજરાતને રેઢુઁ નથી મુકતા. ગુજરાતનુઁ હિત તો તેમના હૈયે વસેલુ છે. તેઓ સતત ગુજરાતની ગતિ વિધિ પર ધ્યાન રાખતા હોય છે, તેના સઁપર્કમાઁ રહેતા હોય છે.
અલગ અલગ રાજ્યોના મુખ્ય પ્રધાનો પર તેમના પ્રભુત્વની જરૂર છે જે તેમણે પુરી કરી છે અને કરતા રહે છે. આવા બાહોશ મુખ્ય પ્રધાન ગુજરાતને મળ્યા છે તો તેમની રીતે આગવી સૂઝ પ્રમાણે આડખીલી બન્યા વગર કામ કરવા દો.
“ વાયબ્રંટ ગુજરાત” આ શબ્દ પર હસવા વાળા લોકોને આ છેલ્લા 2009 ના વાયબ્રઁટ ગુજરાતની ગાથાએ તો ચૂપજ કરી દીધા છે. દેશની તેમજ પરદેશની મોટી મોટી હસ્તીઓ સર્વે શ્રી અનીલ અઁબાણી, સુનીલ મિત્તલ, રતન ટાટા, ઇત્યાદીએ, જેના ભરપેટ વખાણ કર્યા છે તો તેમાઁ કાઁઇક તો વજુદ હશેજને?એ લોકો કાઁઇ અમથા જ એવા વિધાન શા માટે કરે?
તો તેમેને તેમની રીતે કામ કરવા દો. હવનમાઁ હાડકા શા માટે નાઁખો છો? અને અત્યારે હિસાબ માઁગવાનો સમય નથી. ‘રોટલા ખાવને ભાઇ. રોટલા ઘડતી વખતે કેટલી વાર ટપટપ કર્યુઁ, તેનુઁ તમારે શુઁ કામ છે?” સાચુઁ કહેજો હોઁ....ગુજરાતનો નકશો બદલાઇ નથી ગયો?
તે હેઁ ભાઇ, કોઇ ખોટી વાત તો નથી કરીને? અને તમને એવુઁ લાગ્યુઁ હોય તો તમારી મરજી. મને જે લાગ્યુઁ તે મેઁ કહ્યુઁ અને તે મારી મરજી. હુઁ આપણાઁ એ ગુજરાતના તાજને લાખ લાખ સલામ કરુઁ છુઁ અને ભગવાનને પ્રાર્થના કરુઁ છુઁ કે “ગુજરાતનુઁ ભલુઁ ઇચ્છ્નાર અને કરનાર, આપણાઁ લાખેણા, લાડીલા મુખ્યપ્રધાનને દિર્ઘાયુ બક્ષે અને દિર્ઘકાળ સુધી ગુજરાતની જનતાને એમનો સથવારો સાઁપડે. જો જો પછી ગુજરાતનો ડઁકો પૂરી દુનિયામાઁ વાગશી.
- કલા અમીન