જે વધુ નાણાઁ ભેગાઁ કરે છે તે પોતાની જિઁદગીમાઁ માત્ર આળસનુઁ વાવેતર કરે છે
ભૂપતભાઇ વડોદરિયા
અમેરિકામાઁ આજે ફરી મહાત્મા થોરોના જીવનમાઁ અને લાખાણોમાઁ નવી પેઢીને રસ જાગ્યો છે. ‘નવી દુનિયા’નો એ અનોખો ફિરસ્તો હતો. વધુ પૈસા, વધુ વૈભવ અને વધુ સગવડ માટે દોડી દોડીને થાકેલા માણસો થોરોની જિઁદગી તરફ પાછા વળે છે. થોરો ધૂની માણસ હતો. કેટલાકને ચક્રમ પણ લાગેલો પણ બહુ નક્કર માણસ હતો. એ પોતાની જિઁદગીનો સાચો માલિક હતો.
એક મિત્રે આમઁત્રણ મોક્લ્યુઁ. તેના જવાબમાઁ થોરોએ લખ્યુઁ : દોસ્ત, મારી જાત સાથેના મારા રોકાણો એટલા બાધા છે કે મારાથી નહિ અવાય. પોતાની જાત સાથેનાઁ રોકાણો! આજે માણસને એકલા પડતાઁ બીક લાગે છે. કઁટાળો આવે છે અને થોડીક વધુવાર માણસ એકલો પડી જાય તો તરત શેરીમાઁ કે વધુ આગળ જઇને વધુ મોટી ભીડમાઁ સોબતનુઁ સ્નાન કરવા માઁડે છે. પણ થોરોને પોતાની જાત સાથેનાઁ ખુબ રોકાણો છે, કેમકે તે સતત પોતાની જાતની સુધારણામાઁ રોકાયેલો છે. તેને કોઇ પણ કામ કુશળતાથી કરવુઁ ગમે છે. એને આવી કુશળતા પ્રાપ્ત કરવી છે પણ તે કારીગર તરીકેની પોતાની કામાણી વધારવા માટે નહીઁ. એને વધુ પૈસા કમાઇ લેવામા રસ નથી. ઇ.સ. 1845 માઁ થોરોની ઉઁમર 28 વર્ષની હશે. આ ઉઁમરે માણસ ઠરીઠામ થવાનુઁ વિચારે. કાઁઇક વાઁધો જમાવવામાઁ તલપાપડ થાય. પણ 28 વર્ષનો થોરો પાઁચ પાઉંન્ડની મૂડી સાથે, કોઇ સઁબઁધીની કુહાડી ઉછીની લઇને પોતાની જિઁદગીને એક નવા સાહસિક પ્રયોગ તરિકે અજમાવવા આગળ વધે છે. વોલ્ડન પોન્ડ પાસેના જઁગલમાઁ જાય છે. પોતાની ઝૂઁપડી બાઁધે છે અને મકાઇ બટેટાની ખેતીમાઁ લાગી જાય છે. થોરો ખેડૂત છે પણ શોખથી ખેડૂત બન્યો છે. એમ તો શોખથી એ ઘણુઁ બધુ બન્યો છે. તે પેન્સિલો બનાવે છે, તે લાકડા પણ ફાડે, લેખો પણ લખી નાઁખે. એને જાતજાતના કસબ શીખવાનો ઉમઁગ છે અને દરેક કામમાઁ તે પ્રવીણ બન્યો છે. પણ આવી કુશળતા તેને વધુને વધુ કમાણીના ભાગરૂપે જોઇતી નથી.
થોરોને કોઇ શિખામણ આપી બેસે. જુવાનીનુઁ રળેલુઁ અને પરોઢિયાનુઁ દળેલુઁ! જુવાન છો, થોડુઁ બરાબર કામાઇ લો, પછી નિરાઁતે જીવી શકાશે, પછી ઓળતાઁ જે પુરા કરવા હોય તે કરજો. પણ થોરો વધુ પૈસા ભેગા કરી લેવામાઁ કે કામાઇ લેવામાઁ માનતો નથી. તે તો સ્પષ્ટ કહે છે કે, ‘વધુ નાણાઁ ભેગા જે કરે છે તે પોતાની જિઁદગીમા માત્ર આળસનુઁ વાવેતર કરે છે. તમારી વાજબી જરૂરીયાતો કરતા તમારી પાસે વધુ નાણાઁ હશે ત્યારે તમારે શુઁ કરવાનાઁ? એકવાર જો તકલીફ વગળની સરળ-સલામત જિઁદગીનો ખ્યાલ મનમાઁ ઘૂસી ગયો તો તમે બરાબર જીવવાનુઁજ ભુલી જવાના! થોરો કહે છે કે, ‘મારી અફલાતૂન દફમવિધિની બાઁયધારી આપતી વીમાની પોલિસી જેવી જિઁદગી મને મઁજૂર નથી. મારે મન જિઁદગી એક સાહસ છે.’ રોજરોજનુઁ સાહસ. મારે આ જિઁદગી અને આ દુનિયા, આ ધરતી અને આ આકાશ બરાબર માણવા છે. જઁગલમાઁ કે ઝાડીમાઁ, કોઇ નદી કે ઝરણાઁ ના કાઁઠે થોરોને સાવ સાદુઁ, તાજુઁ પાણી અને તાજી હવા નશો ચઢાવે છે. તે ચા પણ પીતો નથી અને કોફી પણ પીતો નથે. તમાકુ પણ તેને જોઇતી નથે. મસ્તરામ જેવો માણસ છે.
તેને સગવડ કે શોખની, આ કે તે ચીજ ખરીદી લેવાની તલાવેલી નથી. થોરો કહે છે કે માણસે માની લીધેલાઁ જિઁદગીના ક્ષુલ્લક સુખો ખરિદવાઁ હુઁ મારી જિઁદગીનો કીઁમતી સરસામાન વેચી મારનારાઓમાઁનો એક નથી. તમે જ્યારે કોઇ ચીજ ખરીદો છો ત્યારે તમારી જિઁદગીનો એક નાનો ટુકડો પણ વેચી બેસો છો. જિઁદગી એક મોટા લાલઘૂમ તડબુચ જેવી છે. માણસો એક નજીવી સગવડની ચીજ માટે તડબુચની મોટી ડગરીજ વેચી મારે છે અને પછી પસ્તાય છે. સગવડની એક ચીજ ખરીદો છો ત્યારે તમે જોઇ શકતા નથી કે તમારી જિઁદગીના દડામાઁથી કેટલાઁ બધા સ્વાસના દોરા તમારે તેની પર વીઁટવા પડ્યા છે.
થોરો આત્માસુધારણામાઁ રચ્યો પચ્યો રહે છે. તે પોતાના કામમાઁ જ મશગૂલ છે પણ તે આખી દુનિયાને ભૂલી જઇને પોતાના આત્મકલ્યાણમાઁ ડૂબી ગયેલો એકલપેટ્ટો માણસ નથી. એ તો પોતાની જિઁદગીનો એક નમૂનો બનાવી રહ્યો છે પણ સાથે સાથે તે બીજા માણસોને રસ્તો પણ ચીઁધી રહયો છે. બીજા માણસોના દુખ દર્દ ને વિટઁબણામાઁ તે ભાગીદાર બને છે. તે કહે છે કે આ પ્રૂથ્વી પર માણસની જિઁદગી એક હાડમારી નથી. તમે ધારો તો તેને વાજબી કિઁમતે એક શોખની સફર બાનાવી શકો છો.
આપણાઁ રાષ્ટ્રપિતા માહાત્મા ગાઁધીને પ્રભાવિત કરનાર હેનરી ડેવિડ થોરો, મેસેચ્યુયેટ્સ - કોનકોર્ડમાઁ થોરો ઇ.સ. 1817 ની 12 જુલાઇએ જન્મ્યો હતો. 45 વર્ષની ઉઁમરે ઇ.સ. 1862 માઁ તે મે મહિનાની 6 તારીખે મ્રૂત્યુઁ પામ્યો. 45 વર્ષમાઁ તે કેટલુઁ બધુ જીવ્યો - સાર્થક રીતે!
********************************************
આ એક ખુબજ સમજ આપે તેવો લેખ છે જે મારા સમભાવ આર્ચાઇવમાઁથી (2001), ઉનીકોડમાઁ ટાઇપ કરીને મુકેલ છે. જિઁદગીની ભાઁગદોડ હવે આવશ્યક માણસે બનાવી દીધી છે ત્યારે આ લેખ કોઇ અણસાર કરે છે.