મારે વાતચીત કરવી છે!
- ભુપતભાઇ વડોદરિયા
જર્મન ફિલસૂફ નિત્સી લગ્નને એક લાઁબી વાતચીત કહી છે. લગ્ન શુઁ કામ, જીવન ખુદ એક લાઁબી વાતચીત નથી? એક સ્ત્રી અને એક પુરુષ દિવસ-રાત સાથે રહે તો એકબીજા સાથે વાતચીત કર્યા વગર તોઅ જીવી જ ના શકે. જ્યાઁ વાતચીત ઓછી કે નહીઁવત હશે ત્યાઁ તરત બઁનેને ગૂઁગળામણ જેવુઁ લાગશે અને એમની એ ગૂઁગળામણ બીજાઓને પણ દેખાયા વગ નહીઁ રહે.
પશ્ર્ચિમના સુખી મનાતા દેશોમાઁ પરિણીત સ્ત્રી-પુરુષો અને એમનાઁ સઁતાનોમાઁ આટલુઁ બધુઁ ડિપ્રેશન - મનની મઁદી હોવાનુઁ કારણ એકજ માનવામાઁ આવે છે કે ત્યાઁ ઝાઝી વાતચીત નથી. સઁવાદ નથી! કામકાજ સિવાયની વાત જ નહીઁ. લાઇફ ઇઝ બિઝ્નેસ! બિઝનેસ ઇઝ બિઝનેસ! લવ ઇઝ ઓલ્સો બિઝનસ! પણ વાણીના અભિષેક વિના તો પ્રેમની માત્ર મૂઁગી મૂઁગી ચેષ્ટા પણ શોભાવિહીન બની જવાનુઁ જોખમ રહે છે. પુરુષને કાઁઇક કહેવુઁ છે, સ્ત્રીને કાઁઇ કહેવુઁ છે, બાળકને પણ કાઁઇક કહેવુઁ છે. જ્યાઁ વાતચીત છે, કહેનારા અને સાઁભળનારા મોજુદ છે. ત્યાઁ ગૂઁગળામણ ઓછી હોય છે. આવાઁ કુટુઁબોમાઁ બીજા જે કાઁઇ સુખદુ:ખ હોય તે, વાતાવરણમાઁ ગૂઁગળામણ નહીઁ હોય. એકાઁતની આ અકળામણ હકીકતે જીવનરસની પ્યાસ છે - માણસની માણસ માટેની ભૂખ છે.
એ વાત સાચી કે વાણીના અઁત: સ્ત્રોતનાઁ તળ તાજાઁ કરવા માટે મૌનની જરૂર પડે છે. વાણીની શુદ્વિ અને સમૂદ્વિ માટે મૌન આવશ્યક છે. પણ વાણીનો પાર પામી ગયેલા માટે આવુઁ મૌન અમુલ્ય - સામાન્ય માનવીઓ માટે તો વાતચીત કોઇ વિકલ્પ જ નથી. વાતચીતનો અર્થ પણ માત્ર બોલબોલ કર્યા કરવુઁ એવો સઁકુચિત બનાવી દેવાનો નથી. માણસની માણસ સાથીની સગાઇના એક સઁવાદ રૂપે જ તેનુઁ ખરુઁ મહત્વ છે.
માણસ માણસની સાથે ખુલ્લા દિલે સઁવાદ કરે તો તેનો સૌથી મોટો લાભ એ છે કે તે પોતે જ પોતાની જાતને વધુ સારી રીતે સમજવાની કોશિશ કરી શકે છે અને તેનુઁ મન પણ હળવુઁ થાય છે. કેટલા બધા માણસો, પોતાને વિષે બીજા શુઁ અભિપ્રાય બાઁધશે એ બીકે સઁકોચવશ પોતાના મોઁને સીવીને બેસી જાય છે. નહીઁ કહેલી વાતો હૃદય ઉપર બોજ બની જાય છે. પછી અઁદર આ રીતે જમા થયેલી વરાળથી કોઇ વાર ઉપરનુઁ ઢાઁકણ ફાટે છે અને એમની વાણીના એ વિસ્ફોટ, ઉશ્કેરાટ અને આક્રમકતાથી સાઁભળનારા દઁગ થઇ જાય છે. અરે, આટલા શાઁત, ઓછાબોલા માણસને આ એકાએક શુઁ થઇ ગયુઁ?
માણસ મૂઁગો જ રહે તો તેને મૂઁઝારો થાય. તેને મોઁ ખોલ્યા વગર ચાલતુઁ નથી અને દિલ ખોલ્યા વિના પણ ચાલતુઁ નથી. તેને વાત કરવા માટે પણ કોઇક ઠેકાણુઁ જોઇએ છે. તમે કોઇ મનોચિકિત્સક કે જનરલ પ્રેક્ટિસ કરતા ડોક્ટરને પણ પૂછશો તો તે તમને કહેશે કે દર્દીઓ તરીકે તેમની સમક્ષ આવતા માણસો કઁઇક કહેવા આવ્યા હોય છે. ઘણાઁ કેસમાઁ તો કોઇ ગઁભીર રોગ નથી હોતો - મનની ગૂઁગળામણ હોય છે - પોતાની વાત સાઁભળે તેવા બે કાનનો ખપ તેમને હોય છે. કોઇ કોઇની પીડા તો લઇ શકતુઁ નથી પણ પોતાની પીડા કોઇક સાઁભળે તો જાણે એનાથી પણ કાઁઇક રાહત થતી હોય છે. જનરલ પ્રેક્ટિસ કરતા કોઇ ડોક્ટર પાસે જતા દર્દીઓને તેમની તકલીફ ની વાત કરતાઁ તમે સાઁભળશો તો તમને તાજુબી થશે કે તેમાઁ શારીરિક પીડાની ખરેખરી વિગત કરતાઁ ઘણુઁ વિશેષ તેઓ કહ્યા વિના રહી શકતા નથી !
એક સિત્તેર વર્ષનાઁ સઁબઁધી અમદાવાદમાઁ વર્ષોથી રહેતા તેમના સુખી શ્રિમઁત પુત્રને ઘેર રહેવા આવ્યા. પુત્રે વ્રૂદ્વ પિતાને કહ્યુઁ : બાપુ, હવે વતનમાઁ તમારે શુઁ કામ છે? આપણે ત્યાઁ શો વહિવટ કરવાનો છે? તમે અહીઁજ રહી જાઓને. નહીઁતર પણ વતનમાઁ તમે શુઁ કરો છો? કઁઇ કરવાનુઁ તો છે જ નહીઁ !
દીકરાની લાગણીને માન આપીને એ પિતા થોડા દહાડા રોકાયા - મૂઁગા રહ્યા. પછી એક દિવસ તેમણે પુત્રને વિનઁતીના સુરે કહ્યુઁ, ભાઇ, હવે જાઉ ! તુઁ મને જવા દે. મારી કોઇ ચિઁતા કરીશ નહીઁ. તબિયત બગડશે અગર બીજી કાઁઇ વાત હશે તો હુઁ તને તરત જ જાણ કરીશ.
પુત્રને પિતાનો આવો અચાનક નિર્ણય સમજાયો નહીઁ. પુત્રે પુછ્યુઁ, પણ બાપુ, અહીઁ તમને અગવડ શી છે? આપણા વતનના ગામમાઁ એવી સગવડ શુઁ છે કે જે સગવડ તમને અહીઁ નથી? અહીઁ તમને આ ગમે તેવુઁ શુઁ કારણ છે? એવુઁ કાઁઇ હોય તો મને કહો તો આપણે તેનો ઇલાજ કરીઇ.
પિતાએ કહ્યુઁ, ભાઇ, આપણા વતનના ગામમાઁ ખાસ કાઁઇ સગવડ નથી અને અહીઁ તારે ઘેર તો બસ બધી સગવડો જ છે. પણ મારે માટે અહીઁ એક મોટી અગવડ છે. અહીઁ મારી ઉઁમરનુઁ કોઇ નથી. વતનમાઁ મારે વાત કરવાનાઁ બે-ચાર ઠેકાણાઁ છે. એટલે મારે ત્યાઁ જવુઁ છે. મને ત્યાઁ જ ગમે છે. પુત્રની રજા લઇને એ પિતા વતન જતા રહ્યા.
_________________________________________________
વાતચીત કરવાનુઁ મન દરેકને હોય છે. મને ખ્યાલ છે કે ઘણાઁ એવા મા-બાપ અહીઁ રહે છે કે તેમના એકના એક સઁતાન પરદેશ ઘર વસાવીને રહે છે અને તેઓ અહીઁ દેશમાઁ રહી સમય પસાર કરે છે. એક NRI Parents ની ક્લબ પણ છે જેઓ અનેક વખત પ્રોગ્રામ ગોઠવે છે અને બહાર જમવા પણ સાથે જાય છે. ઘણાઁ મા-બાપ દીકરાના સુખમાઁજ તેમનુઁ હિત જોતા હોય છે પણ તેમના દિલના બે શબ્દ કોઇને કહેવાની તેમને ઇચ્છા હોય છે. ઘણાઁ લોકો કલાકો સુધી દરરોજ અથવા જ્યારે સમય મળે પરદેશ રહેતા સ્વજનો સાથે વાતો કરે છે.
કહે છે અ મેન ઇઝ અ સોશિયલ અનીમલ ! નેટ પર વધુ પ્રચલિત સોશિયલ નેટવર્ક્સ છે અને ચેટ એપલીકેશન જેમકે સ્કાઇપ, જી-ટોક, યાહુ, એમ.એસ.એન - અને હા, જ્યારે હુઁ મળેલા ઇમેલ દ્વારા કવિતા કે બીજા બ્લોગ પર જોવુઁ છુઁ તો કોમેન્ટસમાઁ લોકોના લખાણ વાઁચુ છુઁ તો સમજાય છે કે પીપલ વોંન્ટ ટુ ટોક એંન્ડ વોન્ટ ટુ ઓપાઇન ધ્યાર વોઇસ!
જહોજલાલી હોય, લીલી વાડી હોય અને બધી સગવડ હોય - સુખ:શાઁતિ હોય પણ જો કોઇ સાથે બેસીને વાત કરનાર ના હોય તો તે માણસની જિઁદગી ચાર દિવાલમાઁ કાળ જેવી લાગે! અને જે વાત કરે છે પણ ખુલ્લા દિલે પોતાના દિલની વાત નથી કહી શક્તા કે સઁકોચ રાખે છે તે અઁદરથી ઘુઁટાય છે અને દિલની વાત દિલમાઁ રાખી ગૂઁગળામણ અનુભવે છે અને દુ:ખી થાય છે. ભાઇનો લેખ વિચાર માઁગી લે તેવો છે!
- ઇલાક્ષી પટેલ