સારા માણસ માટે આ સઁસારમાઁ બહુ થોડી જગ્યા છે
-ભુપતભાઇ વડોદરિયા
આપણે મોટાભાગે પરીક્ષામાં પાસ-નાપાસના આધારે વિદ્યાનું મૂલ્યાંકન કરીએ છીએ. આપણે જોવું છે કે માણસ માત્ર મેટ્રીક પાસ હોય પણ એણે ગ્રેજ્યુએટ પણ બાજુએ રહી જાય એવી વિદ્યા સંપન્ન કરી હોય. દેશના નેતાઓ પર નજર કરીએ તો એ લોકોએ ભણવામાં મોટી સિદ્ધિ મેળવી ન હતી. પણ જિંદગીની પરીક્ષામાં કોઈપણ ડિગ્રીને આંટી દે તેવી વિદ્યા હાંસલ કરી હતી.
મહત્ત્વ ડિગ્રીનું નથી પણ વિદ્યાને માટે તમે શું પ્રાપ્ત કર્યું તેનું છે. માણસ ખૂબ ઓછી ડિગ્રી ધરાવતો હોય પણ એનો પોતાનો જ્ઞાનનો કોશ બહુ વિશેષ હોય એમ બને છે. દુનિયાના મોટા માણસો માત્ર ડિગ્રીના આધારે નહીં પણ તેમણે જાતે જે વિદ્યા પ્રાપ્ત કરી તેના આધારે આગળ વધ્યા. મહાત્મા ગાંધી કોલેજની દૃષ્ટિએ બહુ બાહોશ વિદ્યાર્થી ન હતા. પણ એમણે જિંદગીની કિતાબમાંથી જે સંપન્ન કર્યું એ કોઈપણ ડિગ્રીને ટપી જાય એવું હતું.
આપણા દેશના મોટા નેતાઓએ જે કાંઈ હાંસલ કર્યુ એ એમની પોતાની સંપત્તિ હતી, નહી કે કોઈ કોલેજ કે યુનિવર્સિટીની ડિગ્રીના આધારે હતી. એમણે ડિગ્રી માટે શું કર્યુ એ મહત્ત્વનું નથી. પણ તેમણે જીવનની ખુલ્લી કિતાબમાંથી કેટલું ગ્રહણ કર્યુ તે જ મહત્ત્વનું છે.
માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના પણ મોટા માણસોની સિદ્ધિઓ ડિગ્રી આધારિત ન હતી, તેઓ સામાન્ય કક્ષાના વિદ્યાર્થી હતા. બ્રિટનના મહાન વડાપ્રધાન સ્વ. વિન્સ્ટન ચર્ચિલનો દાખલો આનું એક સારું ઉદાહરણ છે. તેઓ શાળા-કોલેજના અભ્યાસ દરમિયાન કંઈ બાહોશ વિદ્યાર્થી હોય તેમ બહાર આવ્યું ન હતું. હકિકતે તેઓએ પોતે કબૂલ્યું છે કે તેઓ છેલ્લી પાટલી પર બેસનારા વિદ્યાર્થી હતા અને તેથી જ તેઓ વડાપ્રધાન બન્યા પછી જ્યારે એક શાળાની મુલાકાતે ગયા ત્યારે તેમણે વર્ગની મુલાકાત લીધી. તેમણે પ્રથમ પાટલી પર બેઠેલાને બદલે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને ઊભો કરીને કહ્યું ઃ હું પણ તારી જેમ છેલ્લી પાટલી પર જ બેસતો હતો.
જિંદગીની કિતાબમાં કોઈ મહત્ત્વની ડિગ્રીઓ ન હોવા છતાં સિદ્ધિના સોપાનો સર કરનારા આપણા દેશમાં પણ અનેક પડેલ છે. સ્વ. નાનજી કાળીદાસ અને સ્વ.ધીરુભાઈ અંબાણી આના ઉત્તમ ઉદાહરણો છે. નાનજીભાઈ પાસે કોઈ મહત્ત્વની ડિગ્રી ન હતી. વળી તેઓ કોઈ મોટા શહેરમાં પણ ન હતા અને તેથી સવલતો પણ મેળવી શક્યા ન હતા. છતાં સ્વબળે આગળ વધ્યા, વિદેશ ગયા, સંપતિ અર્થ અને અનેકને પોતાના કાર્યમાં સામેલ કર્યા.
આ જ રીતે સ્વ. ધીરુભાઈ અંબાણી પણ એક સામાન્ય શિક્ષકના પુત્ર હતા. મેટ્રીકમાં નપાસ થયા હતા. શાળાના અભ્યાસમાં તેઓ ખાસ કંઈ બાહોશ ન હતા. તેઓનું ગણિત પણ કાચું હતું. છતાં કમાવા માટે વિદેશ ગયા અને પેટ્રોલપંપ પર નોકરી કરતાં કરતાં આગળ વધ્યા અને ભારતમાં આવી પોતાનો ઉદ્યોગ સ્થાપ્યો અને સ્વબળે અબજોપતિ બન્યા. તેઓએ પોતાને મળેલા ઓછા શિક્ષણને ક્યારેય દોષ ન દીધો પણ પોતાની કાબેલિયતથી આગળ વધ્યા.
બીજા બધા વ્યવસાયોમાઁ વ્યવસાય કરનારને આવક થાય છે અને ગમે તેટલી મહેનત છતાઁ કશુઁ મળે જ નહીઁ એવુઁ બીજા વ્યવસાયોમાઁ બનતુઁ નથી. માત્ર શિક્ષકનો ધઁધોજ એવો છે કે કહેવાય સાહેબ પણ એક કારકુન જેટલુઁ પણ મહત્વ નહી.
શાળામાઁથી નિવૂત થયેલા એક મુખ્ય શિક્ષકે જ્યારે તેમને સન્માનવા માટે જુના વિદ્યાર્થીઓની એક બેઠક બોલાવવાનુઁ નક્કી થયુઁ ત્યારે તેમને માનપાત્રમાઁ શુઁ લખવુઁ તેની ચર્ચા ચાલી. કેટલાક વિદ્યાર્થીઓએ તેમનો પ્રેમાળ સ્વભાવ અને વિદ્યાર્થીઓએ ને મદદરૂપ થવાની તત્પરતાની વાત કરી. માનપાત્રની બેઠકમાઁ વિદ્યાર્થીઓએ ખૂબ પ્રશઁસા કરી અને એમ પણ કહ્યુઁ કે આવા સારા શિક્ષક આવ્યા નથી. પ્રશઁસા તો સૌએ કરી પણ એમને ભેટ સોગાદો આપી નહી. શિક્ષક પોતના ઘરે ગયા ત્યારે એમના કુટુઁબીજનોએ એમને કહ્યુઁ, “ત્રીસ બત્રીસ વર્ષની તમારી ગુલામીમાઁ તમને શુઁ મળ્યુઁ? એક રીતે કહીએ તો તમે તો મુખ્ય શિક્ષક હોવાથી સારા પૈસા મળે એવુઁ ટ્યુશન પણ કરી શક્યા નહીઁ. “ જે વિદ્યાર્થીઓ ગરીબ હતા એમને શક્ય તેટલી બધી મદદ કરી પણ બદલામાઁ એમને કશુઁ મળ્યુઁ નહીઁ. કશુઁ મળ્યુઁ નહીઁ એ તો ઠીક પણ તેમણે તપાસેલાઁ પેપરોમાઁ માર્કસ મુકવામાઁ તેમણે પક્ષાપક્ષી કરી હોય એવી છાપ કેટલાકે ઉભી કરી. એ મુખ્ય શિક્ષકનાઁ પત્ની અને કુટુઁબીજનોએ તેમને કહ્યુઁ કે તમને તો કશુઁ મળ્યુઁ નહી. સાચુઁ કહીએ તો તમારા કેટલાક વિદ્યાર્થીઓએ થોડાઁ ફળ અને શાકભાજી આપ્યાઁ. તમને એમ નથી લાગતુઁ કે મુખ્ય શિક્ષક કરતાઁ નીચી પાયરીની કોઇ નોકરી વધુ ફાયદાકારક પુરવાર થઇ હોત. એમણે પરીક્ષામાઁ પેપરો ઉદારતાથી તપાસીને જે ખરેખર પાસ થતા હતા તેમને પાસ કર્યા પણ આ માટે કશો યશ મળવાને બદલે કેટ્લાકે એવી વાત ચલાવી કે ભલા દેખાતા માસ્તર સાહેબે જે વિદ્યાર્થીને પાસ કર્યા તેમના વાલી પાસેથી રોકડા રૂપિયા લીધા છે. આ બધી વાતો એમને કાને આવી ત્યારે શિક્ષક્ને ખુબ દુ:ખ થયુઁ અને મિત્રોને એમણે કહ્યુઁ કે મુખ્ય શિક્ષક કરતાઁ શાળામાઁ હેડક્લાર્ક હોત તો કઁઇક મળ્યુઁ હોત. લાઁબા વખતની નોકરી પછી એમને થયુઁ કે કઁઇ બીજુઁ કામ કર્યુ હોત તો કઁઇક તો પ્રાપ્ત થયુઁ હોત. એમણે તપાસેલાઁ કેટલાઁક પેપર શઁકા કરીને તપાસવામાઁ આવ્યા પણ તેમાઁ વાઁધાજનક કશુઁ ન મળ્યુઁ.
મુખ્ય શિક્ષકની કરુણતા એ હતી કે શાળામાઁ ભણતી એક વિધ્યાર્થીનીને સારા મર્ક્સ મળ્યા ત્યારે મુખ્ય શિક્ષક સામે એવો આક્ષેપ થયો કે સારા માર્કે પાસ થયેલી કન્યા સાથે તેમને કોઇ મીઠો સઁબઁધ છે. તેમણે ખુલાસો કર્યો કે એ તો મારી દીકરી જેવી છે ત્યારે વાઁકદેખા લોકોએ કહ્યુઁ કે આજે જુવાન છોકરીને કોઇ દીકરી-બીકરી માનતુઁ નથી અને એની જુવાનીનો લાભ લેવાની કોશિશ થાય છે. મુખ્ય શિક્ષકને પહેલીવાર જ દુ:ખ સાથે ભાન થયુઁ કે શિક્ષણના વ્યવ્સાયમાઁ પણ સારા માણસ માટે કોઇ યશ નથી. આ બધી ઘટનાઓને કારણે શિક્ષકને ખુબ દુ:ખ થયુઁ કે પોતાના વ્યવસાય ઉપર જ વૈરાગ્ય આવી ગયો. એક સમય એવો હતો જ્યારે બાળકોના વાલીઓ આવી માન આપતા, પણ એવુઁ લાગ્યુઁ કે એમને કોઇ ખાસ માનની નજરે જોતુઁ નથી. એમને પ્રશ્ન થયો કે એક રતીભાર માન હોય એવો શુઁ કોઇ વ્યવસાય નહીઁ હોય? બીજા બધા વ્યવ્સાયોમાઁ વ્યવ્સાય કરનારને આવક થાય છે અને ગમે તેટલી મહેનત છતાઁ કશુઁ મળે નહીઁ એવુઁ બીજા વ્યવ્સાયોમાઁ બનતુઁ નથી. માત્ર શિક્ષકનો ધઁધોજ એવો છે કે કહેવાય સાહેબ પણ એક કારકુન જેટલુઁ પણ મહત્વ નહીઁ. શિક્ષક કરતાઁ તો કોઇ સરકારી કચેરીમાઁ કારકુન થવુઁ સારુઁ. ખુલ્લેઆમ લાઁચ લે અને છતાઁ કોઇ તેની નિઁદા કરે નહી. કોઇ કોઇ વાર તો આવુઁ લાગે છે કે નોકરીમાઁ જેમને પૈસા ખાતાઁ આવડતા હોય તે રીતસર પૈસા ખાય છે અને એ હકીકત છે કે ભ્રસ્ટાચારના આરોપસર જે કોઇ પકડાયા તે બધા લાગવગથી માનભેર છૂટી ગયા. કોઇ કોઇ વાર મુખ્ય શિક્ષકને પ્રશ્ન થયો કે આ દુનિયામાઁ સારા માણસ માટે સારપ જેવુઁ કાઁ છે ખરુઁ? શિક્ષક જ્યારે નિવૂત થયા ત્યારે શાળાના શિક્ષકો - વિધ્યાર્થીઓએ જે માનપત્ર આપ્યુઁ એમાઁ માન જેવુઁ કશુઁ હતુઁ નહી. શિક્ષકને લાગ્યુઁ કે સારા માણસ માટે આ સઁસારમાઁ બહુ થોડી જગ્યા છે.
********************
શિક્ષકનો ધર્મ સમજનાર શિક્ષક હવે દિવો લઇને શોધવા પડે છે. પૈસા કોઇપણ વ્યવસાયમા જેટલા બને તેટલા વધારે કમાવવાની મહેછા બધાને હોય છે. શિક્ષક પણ એક વ્યવ્સાયમાઁ છે અને તેની પણ એટલીજ જરુરિયાતો હોય છે જે અન્ય ક્ષેત્રમાઁ કામ કરનારાની હોય છે. ફર્ક એટલો છે કે ‘સઁતોષ’ એજ મહા સુખ છે - જે મળે અને તેનાથી નભાવીને સઁતોષ માનવાનુઁ માનવીએ છોડી દીધુ છે. મટીરીયલ વર્લડ તરફ નજર છે. ટેક જમાનામાઁ સારુ લેપ-ટોપ, કોમ્પ્યુટર, આઇ પોડ, સારો ટી.વી., ડી.વી.ડી., ઓવન, વોશીઁગ મશીન, ફ્રીઝ, એ.સી. , મોબાઇલ, બઁગલો, ગાડી, વિગેરે અનેક પ્રલોભન હોય છે અને જરુરિયાત પણ હોય છે. છેવટે મહત્વકાઁક્ષી થવુઁ ખોટુ નથી - ડ્રીમ બીગ એંડ યુ કેન ડુ ઇટ. આઇ ફોન જેવો મોબાઇલ મળે તો કોણ ના લોભાય - ખરેખર તો કહીએ તો શિક્ષક પોતાની ફરજ સમજીને પોતાનુઁ કર્તવ્ય પર લક્ષ રાખે અને કોઇ આશા રાખ્યા વગર દુ:ખ કરવાને બદલે જો વિચારે કે ‘મારુઁ જીવન કોઇ ની જીઁદગી બનાવી તેને પ્રગતિના પઁથે લઇ જવામાઁ મદદરૂપ છે. આનાથી મને સઁતોષ છે” તો કોઇ નુઁ બોલેલુ દિલને નથી લાગતુ પણ એક સારા માણસ બન્યાનો સઁતોષ થાય છે અને કોઇનુઁ ફ્યુચર બને તેમા આનઁદ આવે છે. બાકી નસીબમાઁ હોય તો અનેક ચીજો ઇછ્છા કરો, મહેનત કરો તો જે નસીબમાઁ હોય તે મળવાનુ હોય તો મળેજ છે. ટ્યુશન કરીને પણ શિક્ષક વધુ પૈસા કમાઇને વટથી બધુ લાવી શકે છે અને તેને માન આપનારા મળી આવે છે - પણ ખરેખર તો માનવીમાઁ સઁતોષ એજ મહા સુખ હોય તેજ સુખી - જે સ્થિતિ માઁ રામ રાખે રહીએ - સઁઘર્ષ એજ જીઁદગીનુ બીજુઁ નામ અને જે તરી જાય તેજ સાચુઁ. બોલવુ સહેલુ છે, આપવીતી મુજ વિતશે - એવુઁ કહેનારા ઘણા હશે. પણ એક વાત હકીકત છે - જે નસીબમા હોય તેજ સાચુ અને તેવે વખતેજ ભગવાન પરિક્ષા લે છે અને તમે હસતા મોઢે જો સમય પસાર કરો તો ફતેહ છે આગે....આ શિક્ષકને દુ:ખ કર્યા વગર, નેગેટીવ વિચાર્યા વગર પોતાના શિક્ષક રહેવાથી અનેક બાળકોનુ ભવિષ્ય ઉજળુઁ કર્યુઁ તેજ વાતનુઁ ગર્વ હોવુઁ જોઇએ. કુતરા ભસે અને લોકો સાઁભરે તે હવે જમાનો નથી રહ્યો. લોકોને નીઁદા કરવાની આદત હોય છે. મન નિર્મળ હોય તો દુ:ખ શા માટે?
- ઇલાક્ષી પટેલ
www.kidsfreesouls.com