ઉત્તર ગુજરાતના રત્ન
આપણે ત્યાઁ માણસ જાહેરજીવનના રાજકારણ સિવાયના કોઇ પણ ક્ષેત્રે ભલે મોભાદાર સ્થાન ધરાવતો હોય યા તે ક્ષેત્રમાઁ તેની ઉલ્લેખનીય કામગીરી હોય છતાઁ જો તે ચાલુ મઁત્રી કે મુખ્યમઁત્રી, પૂર્વ મુખ્યમઁત્રી ન હોય તો એના અવસાન સમયે ગાર્ડ ઓફ ઓનર આપવામાઁ આવતુઁ નથી. જો કે આવા માણસોને જનતાનુઁ ઓનર એટ્લુ બધુ મળે છે કે તેને સરકારી ગાર્ડ ઓફ ઓનરની જરુર પડતી નથી. પરઁતુ સરકારમાઁ અમુક નિર્ણય સારા લેવાતા હોય છે. થોડા સમય પહેલા, કે.કા.શાસ્ત્રી અને તાજેતરમાઁ વસઁત પરીખને આવુ ગાર્ડ ઓફ ઓનર અપાયુ તે એક સરકારનુ યોગ્ય પગલુ કહેવાય.
કે.કા.શાસ્ત્રી વિષ્વ હિઁદુ પરિષદ સાથે સઁકળાયેલા હતા અને ડો. વસઁત પરીખ અમારા ગામના - એટલેકે વડનગરના અને જે ગામ મુખ્યમઁત્રી નરેન્દ્ર મોદીનુઁ પણ ગામ અને તેથી કહી શકાયકે આવુ માન સરળતાથી મળી શકે પરઁતુ જો આવી પ્રણાલીકા ચાલુ રહે તો અનેક જનહીતમા સઁકળાયેલા લોકોને માન આપી પ્રોત્સાહીત કરી શકાય. રાજકારણ સિવાય ક્યારેય ચુઁટણી ના ચુઁટાયા હોય પણ લોક્સેવા તે ધર્મ સમજીને આખી જીદગી પસાર કરનાર અનેક સારા માણસોને પણ ગાર્ડ ઓફ ઓનર મળવુઁ જોઇએ.
79 વર્ષની વયે વસઁતભાઇએ ચિર વિદાય લીધી અને ભાવી પેઢી ભાગ્યે માની શકે કે 1967 થી 1971 દરમિયાન તે વિધાનસભામાઁ હતા. ગાઁધીજી અને સર્વોદય વિચારધારાને વળેલા વસઁતભાઇ પરીખને મળવાનુ સોભાગ્ય મને તેમના મરણના થોડા દિવસ પહેલા થયેલુ. મારા કાકાજી ભગવાનદાસ પટેલ સાથે તેઓ અમારે ઘરે આવ્યા હતા અને કાકા ની સાથે વડનગર જવાના હતા. ચા-પાણી કર્યા બાદ, મેઁ તેનને મારુ પુસ્તક ‘ગાર્ડિયન ઓફ એંજલ્સ” બતાવ્યુઁ અને બધી વાત કરી. શાઁત ચિત્તે સાઁભરી તેમણે મને ગુજરાતીમાઁ બહાર પાડાવાની સલાહ આપી. અને તેમના ગયા બાદ મારા દાદા ગોપાલભાઇએ વસઁતભાઇનો વિસ્તારથી પરિચય આપ્યો. ભગવાનદાસકાકા ની લોક્સેવાની મને ખબર હતી પણ વસઁતભાઇની વાતો સાઁભરી મને લાગ્યુઁ કે આપણે તેમની પાસેથી વધુ નહી તો થોડુઁ પ્રોત્સાહન લેવુ જોઇએ. માત્ર રૂ.5400 લોકફાળામાઁ અપક્ષની ચુટણી લડી, પોતાનો ધારાસભ્યનો પગાર જે રૂ.350 હતો, તે પણ તેમણે લોકવિકાસમા વાપર્યુઁ. બસ ભાડા સુધીના ખર્ચનુ ઓડિટ કરાવ્યુ. ગુજરાત અને બિહારમાઁ આઁખોના દર્દીયોનાઁ મફત ઓપરેશન કરાવ્યા જેનો આઁકડો માઁડવો મુશ્કેલ છે. તેમના ચાહકો માનતાકે વિધાનસભા કરતા પ્રજાને તેમની વધુ જરૂર હતી. જેમના હૈયામાઁ જનતા ની સઁવેદના જીવનભર ધબકતી હતી તેવા ગુજરાતના સઁનિસ્ઠ લોકસેવક એવા વસઁતભાઇ ના મરણથી ગુજરાતે એક આદર્શ સમાજસેવક ગુમાવી દીધા છે. શ્રી નરેન્દ્ર મોદી સતત ત્રણ દિવસ હોસ્પિટલ-સિવિલમા, તેમની સ્મશાન યાત્રામાઁ અને વડનગર શોકસભામાઁ હાજરી આપી ઝાઁખી કરાવી કે વસઁતભાઇ નુ કેટલુ પ્રદાન હતુ ગુજરાતની સેવામા. ડો. વસઁતભાઇ 2001 કચ્છ ભૂકઁપ વખતે પોતાના સર્વ કામ છોડીને પોતાની ટીમ સાથે તાત્કાલીક પહોઁચી જતા અને તે આગવા કામ સદા કચ્છ ના અને ગુજરાતના લોકોને યાદ રહેશે. તેમણે કેટ્લાક ગામ દત્તક લીધા અને નવનિર્માણ સાથે નોઁધપાત્ર કામગીરી બજાવી. સુનામી વાવાઝોડામાઁ પણ તેમણે ઉલ્લેખનીયા ફાળો આપ્યો. ડો. વસઁત પરીખે, સામાજિક, રાજકિય, આર્થિક તેમજ કેળવણી ક્ષેત્રે અનેક પ્રકારની કામગીરી કરી છે.
વસઁતભાઇનો જન્મ મુળ ઉત્તર પ્રદેશમા અલિગઢ માઁ વસઁતપઁચમીના દિવસે થયો હતો. નાનપણમાઁ માતા-પિતા ગુમાવનાર વસઁતભાઇને પાલક માતા-પિતાએ નબળી પરિશ્થિતિમાઁ પણ અરોગ્યનુ શિક્ષણ આપવામાઁ ખુબ મહેનત કરેલી. વસઁતભાઇનુ બાળપણ ગરીબીમાઁ વિગ્યુ અને મઁબઇમાઁ ફેરીયા તરીકે ફળો વેચીને પોતે ઘરમાઁ મદદ કરતા. ત્યારબાદ જામનગર સરકારી મેડિકલ કોલેજમાઁ અભ્યાસ કરીને સૌરાષ્ટ્ર ઉનિવર્સિટિમાઁ પ્રથમ આવ્યા હતા. પછી સરકારી નોકરીમાઁ જોડાયા હતા. આ દર્મિયાન વસઁતભાઇનો સઁપર્ક સર્વોદય કાર્યકર દ્વારકાદાસ જોષી સાથે થયો અને વસઁતભાઇ સરકારી નોકરી છોડીને વડનગર નાગરિક હોસ્પિટલમાઁ ગરીબ દર્દીઓની સેવામાઁ જોડાયા હતા.
ઉત્તર ગુજરાતના લોકો માટે વસઁતભાઇ દર્દીયો માટે ભગવાનનુઁ રૂપ ધરાવતા. તેમણે અનેક નિ:શુલ્ક નિદાન કેમ્પોનુ ગુજરાત અને બહાર અયોજન કર્યુ, હજારો લોકોની આઁખની સારવારમાઁ જીવન સમર્પિત કર્યુઁ. 1967 માઁ ગુજરાત વિધાનસભાના સભ્ય બની લોકોને આર્થિક રીતે સધર બનાવવા ખુબ મહેનત કરી તથા લોકોમાઁ ઉધોગો પ્રત્યે અભિગમ કેળવવામાઁ ઘણા બધા લઘુ ઉધોગો ઉભા કરાવ્યા હતા. ઉત્તર ગુજરાતને ધરોઇ બઁધ ની ભેટ આપનાર તરીકે વસઁતભાઇને લોકો યાદ રહેશે. તે સમયના ઇઁદિરા ગાઁધીને રૂબરૂ મળીને વસઁતભાઇએ આ યોજના કાર્યરત કરી હતી.
ખુબીની વાત એ છે કે મારુ પુસ્તક જોયા પછી પણ વસઁતભાઇએ મને અણસાર ન આપ્યોકે તેઓ ખુદ લેખક છે અને તેમના ગયા પછી મને ખબર પડીકે સાહિત્યક્ષેત્રે તેમનો મોટો ફાળો છે. ગીતા પ્રવેશ, કુંતી, છ્બી જેવા બેતાલીસ પુસ્તક નુ સર્જન કરી સમાજને એક અદભુત સાહિત્યાની ભેટ આપી છે. ગોપાલદાદાએ કહ્યુ કે ત્રણ વર્ષ પહેલા તેમની પત્નીનુઁ મરણ થતા ખુબજ એકલતા અનુભવતા હતા અને તુટી ગયા હતા. વસઁતભાઇએ પોતાના વસિયતનામા માઁ દેહ્દાનની ઇચ્છા વ્યકત કરી હતી જેથી બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદના તબીબી શિક્ષણ મેળવતા વિધ્યાર્થીઓને અભ્યાસ માટે સઁશોધન ઉપયોગી બને. જિદગી પર પોતાનો દેહનો લોકો માટે ઉપયોગી સેવામા પ્રયોગ કર્યો અને મરણ બાદ દેહદાન કર્યુ. તેમણે એક જગ્યાએ લખ્યુઁ છે, “મારા શરીરમાઁ યઁત્રની સહાયથી બનાવટી જીવન રેડશો નહિ. મારી જગ્યાને મ્રૂત્ય શય્યા ન લેખશો, એને જીવન શય્યા ગણજો. મારા શરીરને બીજા કોઇનુઁ જીવન ચેતનવઁતુ બને તે માટે ઉપયોગમાઁ લેજો.” આવા હતા વસઁતભાઇ. તેઓ દલિત અને વઁચિતોની તરફેણ કરનારા રચનાત્મક આગેવાન હતા. તેમણે બનાસકાઁથામાઁ ભીષણ દુષ્કાળની પરિસ્થિતિ જોઇ હતી અને તેના પર એક પુસ્તિકા પણ લખી છે. તેમને ખાતરી થઇ હતી કે નર્મદાના પાણી ગુજરાતમાઁ જ્યાઁ સુધી પહોઁચે ત્યાઁ સુધી પહોઁચાડવા જ રહ્યાઁ. કોઇ તેમા અવરોધ ના આવે અને આ મઁતવ્ય તેમણે મેઘા પાટકરને પણ લખી જણાવ્યુઁ હતુ.
વસઁતભાઇએ એક વખત સાબરમતી જેલમાઁ હતા ત્યારે તેમની પત્નિને પત્રો લખ્યા હતા અને પુસ્તક બહાર પાડ્યુ જેમાઁ તેમણે વ્યક્તિ અને સમાજની વેદના-સઁવેદનાઓ અદભુત પરિચય આપ્યો છે. ધારાસભ્ય હતા તે સમયનુ પુસ્તક પણ બહાર પાડ્યુ જેમાઁ નૈતિક રાજકારણના પ્રયોગપરસ્તો માટે ગીતા સમાન છે. આત્મકથા લખાવીને બહાર પાડવાનુ કામ અધુરુ છોડી વસઁતભાઇ વિદાય લીધી અને આવા રાજપુરૂષની આત્મકથાથી અનેક વઁચીત રહેશે.
નરેન્દ્રભાઇ મોદી વડનગરમાઁ જ્યારે શોકસભા વખતે હાજર હતા ત્યારે વસઁતભાઇની મુક તસ્વીર જાણે કહી રહી હતી કે રાજકારણ ની સાથે સાથે જન હિતમા સ્વને સોઁપી દેનાર ઉત્તમ પુરુષ છે. જન સેવા, તેજ અમુલ્ય સેવા અને સઁસારી છતાઁ સાધુચરિત લોકસેવક બનવુ તે આનુઁ નામ. નરેન્દ્ર મોદી માટે વસઁતભાઇ એક આદર્શ હતા.
અર્પણ ......
- ઇલક્ષી પટેલ