ખુબ સુઁદર કહ્યુઁ ભાઇએ - આજની ઘડી રળિયામણી! આપણી પાસે તો આજની ઘડી સુધારવાની એક તક છે. અને આ તક મે ઝડપી લીધી છે. સફળતા ની ખબર નથી પણ સો ટકા ભાઇના લેખ તો અહિ મુકી શકુઁ તેટલુ ગુજરાતી લખી શકુઁ છુ. ઉનિકોડને આભારી......
કાલની કોને ખબર છે ! લાઇફ ક્યાઁ ડ્રિફ્ટ થાય એ તો ભગવાનજ જાણે. આઇ એમ એન એક્સપ્લોરર ઓન ધ વેબ.
બીજી એક વાત. મને યાદ છે હુઁ ભાઇને ઘરે મળી ત્યારે વાત વાતમાઁથી તેમને મે કોઇ ટોપીક પર લખવાની વાત કરી. ભાઇએ તરતજ મને તક આપી અને મને કીડ્સ પેજ સમભાવમાઁ સ્વતઁત્ર રીતે કરવા આપી દીધુ! તે પણ, પહેલા પુર્તિ પાનુ અને પછીથી તે ઓપ-એડ જે ઓપોસીટ એડીટર પેજ કહેવાય તે - આમ મે ઇગલીશ અને ગુજરાતી મા ‘ફિસોલ્સ’ છ વર્ષ બહાર પાડ્યુઁ શરુમાઁ તો ખુબજ તકલીફ પડતી કારણ કે મને ગુજરાતી લખતા ન આવડે અને પછી રજનીભાઇ વ્યાસ મને મદદ કરતા (તે મારુ પેજ સઁભારતા) . આખરે થોડો સમય આ કરીને હુઁ થાકી કે મને નહિ ફાવે ગુજરાતી લખતા , સો ભાઇએ મને કહ્યુઁ “કોઇ ચિઁતા નહિ. તમે ફ્ક્ત અઁગ્રેજી માઁ લખો અને મેઁ છ વર્ષ ‘Freesouls’ કર્યુઁ જે મે સમભાવની ઓનલાઇન સાઇટનુ સુકાન સઁભારતા પ્રિંટ માઁ બઁધ કર્યુઁ. પરઁતુ, તેજ ‘Freesouls’ , today is ‘Kidsfreesouls’ with a very big site single handedly managed by me and also stands # 1 in Google Search and Yahoo. Moreover, the topics covered in Kidsfreesouls are also used by Parents, Teachers and kids online; even educationists use this site for classroom lessons. That’s what Bhupatbhai’s message is seen through ……success comes with Opportunity and Hard work!
- ઇલાક્ષી
વિચાર મંથન - ભુપતભાઇ વડોદરિયા
બુદ્વિ અને શક્તિ છતા કેટલાક માણસો તેમના ધ્યેયમા નિષ્ફ્ળ જાય છે. સફળતાને સૌ પુજે છે. માણસને સફળતા ના મળે તો સઁબઁધકર્તા વ્યક્તિનો દોષ કાઢવામા આવે છે.
કેટલાક માણસો પોતે જીવનમાઁ સફળ થયા હોય કે ન થયા હોય પણ બીજી કોઇ વ્યક્તિ માટે એવો ચુકાદો આપી દેશે કે એ માણસ કોઇ પણ કામમાઁ સફળ થાય એવુઁ હુઁ માનતો નથી. ઘણા બાધા માણસો માટે આ પ્રકારના અભિપ્રાયો આપવામાઁ આવે છે. આવો અભિપ્રાયો આપનાર ભુલી જાય છે કે કોઇ પણ માણસમાઁ શક્તિ હોય, ધગશ હોય પણ તક ના મળે ત્યાઁ સુધી તો એ પોતાની શક્તિ કે આવડત બાતાવી શકે નહિ. આપણે જાણીએ છીએ કે કેટલાક માણસો માત્ર તકના આભાવે નિષફળ જાય છે. એટલે કોઇક એવુઁ કહે છે કે તક મળવી કે તક ઉભી કરવી એમાઁ શુઁ ભેદ છે એ કહેવાનુઁ મુશકેલ છે. આપણામાઁ કહેવત છે કે ફાવ્યુઁ વખણાય. એવા અનેક કિસ્સા આપણે જોઇએ છીએ કે જેમાઁ માણસ સફળ થઇ જાય છે અને એ પોતે પણ કહી નહિ શકે કે તક આચાનક ઉભી થઇ કે પછે તેણે તક્ને ઓળખવાની કોશીશ કરી.
બુદ્ધિ અને શક્તિ છતાઁ કેટલાક માણસો તેમના ધ્યેયમાઁ નિષ્ફળ જાય છે. સફળતાને સૌ પુજે છે. પણ માણસને સફળતા ના મળે તો સઁબઁધકર્તા વ્યક્તિનો દોષ કાઢવામાઁ આવે છે. એ વાત ખરી છે કે માણસને તક ઓળખતાઁ આવડવુઁ જોઇએ. પણ માણસનો અનુભવ છે કે કોઇ માણસ સફળ થાય એટલે આપણે કહીએ છીએ કે એણે તક ઝડપી લીધી. આપણે તકની વાત કરીએ છીએ પણ કોઇ માણસ સફળ થાય ત્યારે તેનામાઁ તક ઓળખવાની આવડત આપ્ણે જોઇએ છીએ અને જો નિષ્ફ્ળ જાય કે ખરેખર કોઇ તક ન હતી, પણ તક સમજીને એમાઁ ઝઁપલાવ્યુઁ એટલે સઁપુર્ણ નિષ્ફ્ળતા મળી. કોઇ કોઇ વાર આપણે જેને તક કકીએ છીએ એ વાસ્તવમાઁ ભાગ્યનો ઇશારો નહિ હોય? ભગ્યનો ઇશારો એટલા માટે કે ભાગ્ય મહેરબાન હોય અને કોઇ કામ બની જાય તો આપણે માણસને યશ આપીએ છીએકે એણે તક પારખી અને ઝડપી. બીજી બાજુ માણસ તક ઝડપે પણ નિષ્ફળ જાય તો આપણે ભાગ્યને દોષ દેવાને બદલે તેને દોષ દઇએ છીએ.
એક એવુઁ જાનીતુઁ સુભાશિત છે કે, “સર્વત્ર ફલતિ ભાગ્યમ, ન ચ વિધા, ન ચ પૌરુષમ” માણસ એક તક ઝદપી લે અને સફળ થાય તો એ એનુ સારુઁ નસીબ અને નિસ્ફળ જાય તો આપણે ભાગ્યને બદલે માણસને દોષ દઇએ છીએ. નિષ્ફળતામળે તો માણસો કહે છે કે એનામાઁ ત્રેવડ ન હતી. એ વખતે આપણે ભાગ્યની કે તકની વાત નથી કરતા. એક વાત સ્વીકારવી પડે કે આપણે જેને સફળતા કે નિષ્ફળતા કહીએ છીએ તે હકીકતે ભર્યુઁ નારિયેર હોય છે. તેમાઁ અમ્રુત જેવુઁ મીઠુઁ પાણી પણ હોઇ શકે અને થુઁકી નાખવાનુઁ મન થાય એવુઁ ખારુઁ પાણી પણ હોઇ શકે. એટલે માણસનાજીવનમાઁ સમયની દરેક ઘડી એક ભર્યુ નાળિયેર છે, તેમાઁથી અમ્રુત જેવુઁ મીઠુઁ પાણી પણ નીકળી શકે અને ખારુઁ દવ ખોરુઁ પાણી પણ નીકળી શકે. કોઇને અગાઉથી એવી ખબર પડતીજ નથી કે પાણી મીઠુઁ હશે કે ખારુઁ હશે. આ જ વાત માણસની કોશિશ લાગુ પડે છે. માણસ કોશિશ કરે ત્યારે એવીઆશા રાખે છે કે તેને ધાર્યુઁ પરિણામ મળે પણ આ બાબતમાઁ માણસની આશા કે ધારણા સાચાઁ કે ખોટાઁ પણ પડે.
આમ તો માણસની જિઁદગી એ પણ એક મોટા નાળિયેર જેવી જ નથી? અઁદર શુઁ છે? એનો અઁદાજ કોઇને આવી શકતો નથી. એ તો જ્યારે તમે નળિયે ફોડો ત્યારે જ અઁદર મીઠુઁ કે ખારુઁ જે હોય તે જાહેર થાય છે. આપણે જાણીએ છીએ કે માણસ આવતી કાલને જાણવા માટે જ્યોતિષી પાસે કે સાધુ-સઁત પાસે જાય છે પણ પોતાનેપાસેથી આપણે આપણા વિશેની આગાહી જાણવા માગતા હોઇએ તેને પોતાને પોતાની આવતી કાલની ખબર નથી, કેમ કે માણસનુઁ પ્રારબ્ધ કે ભાગ્ય હઁમેશાઁ ગઢ જ રહ્યુઁ હોય છે અને છતાઁ માણસને પોતાની આવતી કાલ, સફળતા કે નિષ્ફળતા, સુખ અગર દુ:ખ, સારુઁ અરોગ્ય કે માઁદગી એ બધાઁ વિશે જાણવાની તીવ્ર જિજ્ઞાસા રહે છે. પણ આપણે જાણીએ છીએ કે જેમનો રાજ્યાભિષેક થવાનો હતો એ ભગવાન રામ પણ કદાચ જાણતા નહિ હોય, એટલે જ તો ઋષિઓ કહે છે કે ન જણ્યુઁ જાનકી નાથે કે સવારે શુઁ થવાનુઁ છે! એટલે આવતી કાલની કોઇની કોઇની ખબર નથી હોતી અને એથીજ આપણે કહીએ છીએ કે આજની ઘડી રળિયામણી! આપણી પાસે તો આજની ઘડી સુધારવાની એક તક છે.