Wednesday, June 13, 2007

સત્યની બોલબાલા કે જુઠ ફરેબની દુનિયા

સત્યની બોલબાલા કે જુઠ ફરેબની દુનિયા
- ભુપતભાઇ વડોદરિયા

સુભાષિતમાઁ એવુઁ કહેવામાઁ આવે છે કે સત્યનો જય થાય છે ને પાપીને દઁડ થાય છે, પણ આપણે સગી આઁખે જોઇએ છીએકે સત્યની બોલબાલા નહીઁ પણ જૂઠની બોલબાલા છે. ઇશ્ર્વરના નામે લોકો અનેક જૂઠાણાઁ ચલાવે છે. પણ આવા લોકોને તે શિક્ષા કરે છે તેવુઁ જોવા મળતુઁ નથી.

એક મિત્રે કહ્યુઁ, “મને હવે કોઇનો ભરોસો કરવા જેવુઁ લાગતુઁ નથી. મને મારી જાતનો પણ વિશ્વાસ નથી. લોકો કહે છે કે ઇશ્વરનો ભરોસો કરો, પણ મને ઇશ્વરનો ભરોસો પણ કરવો ગમતો નથી. મને કોઇનો વિશ્વાસ કરવા જેવુઁ લાગતુઁ નથી. મેઁ જોયુઁ છે કે કોઇનો વિશ્વાસ કરવો એ છેતરપિઁડીનો ભોગ બનવા જેવુઁ છે. લોકો કહે છે કે ઇશ્વર સત્યના પડખે છે, પણ મને લાગે છે કે આ કળિયુગમાઁ ઇશ્વર પણ પૈસાદારોના પડખેજ છે. તેના પગમાઁ પૈસા મૂકે એની ઉપર એ મહેરબાન? આ લાઁચરુશવત નહી તો બીજુઁ શુઁ? કળિયુગમાઁ ઇશ્વર પણ ભ્રષ્ટાચારીઓનો જ છે. સાચુઁ કહો તોઅ ગરીબનુઁ કોઇ નથી અને આ કળિયુગમાઁ સાચુઁ બોલનારની પણ કોઇ કિઁમત નથી. ઇશ્વરના નામે લોકો પોતાના સ્વાર્થ માટે હળહળતુઁ જૂઠાણુઁ બોલે છે. જ્યાઁ ને ત્યાઁ પૈસાનુઁ જ ચલણ છે. સત્યની કે ન્યાયની કોઇ કિઁમત નથી. નમ્યા તે પ્રભુને ગમ્યા એમ કહેવામા આવે છે. આ સઁસારમાઁ જ્યાઁ ન્યાય જેવુઁ તો કાઁઇ જ નથી તો પ્રભુ કોના પક્ષે તેમ માનવુઁ? જે લોકો તેનાઁ ચરણમાઁ પૈસા મુકે તેના પર તે મહેરબાન, પણ તે પૈસા કઇ રીતે ને ક્યાઁથી મેળ્વયા તેનુઁ મહત્વ નથી! સુભાષિતમા એવુઁ કહેવામાઁ આવે છે કે સત્યનો જય થાય છે ને પાપીને દઁડ થાય છે, પણ આપણે સગી આઁખે જોઇએ છીએ કે સત્યની બોલબાલા નહીઁ પણ જૂઠની બોલબાલા છે. ઇશ્વરના નામે લોકો અનેક જૂઠાણાઁ ચલાવે છે પણ આવા લોકોને તે શિક્ષા કરે છે તે જોવા મળતુઁ નથી. આ તો મારે તેની તલવાર એવોજ ઘાટ છે. લોકો ઇશ્વરના નામે સોગઁદ લે છે, પણ એના નામે જૂઠુઁ બોલનારને કોઇ દઁડ દેતુઁ હોય એવુઁ તો દેખાતુઁ નથી.

પ્રશ્ન એ છે કે માણસે કોનો વિશ્વાસ કરવો? સત્યનો વિશ્વાસ, ઇશ્વરનો વિશ્વાસ? પણ અત્યારે તોઅ વિશ્વાસ કરવા જેવુઁ કશુઁ રહ્યુઁ જ નથી. પિતા સગા પુત્રનો વિશ્વાસ કરતો નથી. પતિને પત્નિમાઁ વિશ્વાસ નથી. આમ જુઓ તોઅ કોઇ કોઇનો વિશ્વાસ કરતુઁ જ નથી. સોગઁદ આપીને સાચુઁ બોલાવવાની કોશિશ થાય છે, પણ બધાઁ જ જૂઠાણાઁ સાચુઁ બોલવાના સોગઁદને નામે જ થાય છે. પ્રશ્ન એ છે કે માણસે કોના ભરોસે જીવવુઁ? શા માટે જીવવુઁ? એવુઁ લાગે છે કે જુઠાણાઁના બજારમાઁ આપણે સત્ય શોધવા નીકળયા છીએ. સત્ય એટલે શુઁ? દરેક માણસ સત્ય પોતના પક્ષે હોવાનો દાવો કરે છે. સાચુઁ કે ખોટુઁ એની છેલ્લી પરીક્ષા કોણ કરે? આપણે કહીએ છીએ કે સત્યને પક્ષે પ્રભુ છે, પણ જીવનમાઁ એવુઁ જોવામાઁ આવે છે કે જૂઠુઁ બોલનાર જીતે છે અને સાચુઁ બોલનાર દઁડનો ભોગ બને છે એટલે કોઇ વાર પ્રશ્ન થાય કે છેવટે ન્યાય કોને પક્ષે છે?

વાસ્તવિકતા એ છે કે જિઁદગીમાઁ નિર્ભેળ સત્ય કે નિર્ભેળ અસત્ય જેવુઁ હોતુઁ નથી. સઁપૂર્ણ વિશ્વાસ કે સઁપૂર્ણ અવિશ્વાસ જેવુઁ પણ હોતુઁ નથી. જિઁદગીમાઁ આખરે તો કોઇ ને કોઇના પર તો વિશ્વાસ મુકવોજ પડે છે. પિતા પુત્ર પર વિશ્વાસ ન મૂકે તોઅ તે પોતાના મિત્ર પર મૂકે છે. પતિ પત્નિ પર ન મૂકે તોઅ પોતાના સઁતાન પર મૂકે છે. વેપારી પોતાના પુત્ર પર ન મુકે તો મેનેજર પર વિશ્વાસ મૂકે છે. વિશ્વાસ મૂક્યા વગર જીવવુઁ અસઁભવ છે. આખરે આટલી મોટી દુનિયામાઁ દરેકને કોઇને કોઇના ઉપર વિશ્વાસ મૂકવોજ પડે છે, આવા વિશ્વાસ કે શ્રધાનુઁ સ્થાન ઇશ્વર હોય, સત્ય હોય, પિતા હોય, પુત્ર હોય, પતિ હોય કે મિત્ર હોય - વિશ્વાસ એ જીવનમાઁ અનિવાર્ય વાસ્તવિકતા છે. કોઇ એક વાર એકને હાથે વિશ્વાસભઁગને કારણે મુશ્કેલી ઉભી થાય તેથી જીવનભર અન્ય કોઇનામાઁ પણ વિશ્વાસ ન મૂકવો તેવુઁ વલણ યોગ્ય અને વ્યવહારુ નથી.

************
- ઇલાક્ષી પટેલ

2 comments:

Anonymous said...

ઇલાક્ષી, તમારા વિચારો થી ૧૦૦% સહમત છુ. પણ લેખ કેમ અધુરો લાગે છે? જીવન મા કોઈ મા વિશ્વાસ તો તો મુકવો પણેસજ, પણ ઈશ અને સત્ય ઉપર વિશ્વાસ ખરો છે કે નહી? આની ખાતરી કેમ કરશુ?

Anonymous said...

exellent .......
"o manas juthi nikali shake
tari sat bolvani koshish."