Wednesday, February 20, 2008

લાગણીના સઁબઁધો ખુબજ યાદગાર રહે છે

લાગણીના સઁબઁધો ખુબજ યાદગાર રહે છે
-ભુપતભાઇ વડોદરિયા


આપણે જાણે અજાણે લાગણીના, પ્રેમના વ્યવહારમાઁ રૂપિયાને દોડતો કરી દીધો છે અને એમ કરીને લાગણીના લીલાકઁચન વનનો સોથ વાળી દીધો છે. લીલાઁ વન કપાય છે ત્યારે તો કઁઇક અવાજ પણ થાય છે. પણ અહીઁ તો આવો કોઇ અવાજ કાને પડતો જ નથી. માત્ર રૂપિયો જ ખણખણતો હોય છે.

તમે ઓફિસે કે કારખાને જવા નીક્ળો છો ત્યારે તમારુઁ બાળક તમને કહે છે કે, પપ્પા, સાઁજે આવો ત્યારે મારા માટે ચીકી લેતા આવશો? લાવશો ને? તમે હા પાડો. તમે સાઁજે ચાર આનાની ચીકી ને બદલે કદાચ રૂપિયો આપો તો પણ બાળક ખુશ નહીઁ થાય, કેમ કે તમે તેની ઇચ્છાની વસ્તુ લાવ્યા ન હતા. સ્નેહના વિકલ્પ રૂપે આપણે સિક્કા વાપરીઇ છીએ. આપણે ત્યારે ભૂલી જઇએ છીએ કે આ બઁને અલગ ચલણો છે અને તેની અદલાબદલી થઇ શક્તી નથી. તેથીજ યાદ રાખવુઁ જરૂરી બને છે કે માણસની જિઁદગી સ્નેહનાઁ જળ શોધતા મ્રૂગલાની અનઁત યાત્રા જેવી છે. એ પ્રેમ ઝઁખે છે અને પ્રેમ શોધે છે. એને પ્રેમ આપવો પણ છે અને પ્રેમ લેવો પણ છે. પણ હવે આપણે પ્રેમ આપી શકતા નથી. હા, રોકડો ચાર્જ ચૂકવવાની તૈયારી છે. આજે આપણે લાગણીનુઁ ચલણ કરવા માઁડ્યુઁ છે, અને રોકડા રૂપિયાનો વ્યવહાર બુલઁદ બનાવી દીધો છે. કોઇના જન્મદિને, લગ્નપ્રસઁગે ખાસ અવસરે કઁઇ આપવાનુઁ મન થાય ત્યારે આપણે સ્નેહના વ્યવહારનુઁ કોઇ સાધન શોધી શકતા નથી. શુઁ આપવુઁ? ઇંડિપેન, ઘડિયાળ, કપડુઁ? પરઁતુ એ બધુઁ તોઅ તેની પાસે હોયજ ને! એટલે આપણે રૂપિયા આપીએ છીએ. પણ રોકડાને બદલે વ્યક્તિને ગમતી ચીજ કોઇક સ્નેહીજનના હાથે લાગણીથી નીતરતી સામે આવે ત્યારે તેનો આનઁદ ઓરજ હોય છે. દુર બેઠેલી માને માટે સાદો સાડલો પસઁદ કરતાઁ આપણને કઁટાળો આવે છે, મોકલો રોકડા રૂપિય! બાપાએ ગામડેથી દવા મઁગાવી છે. આપણે ગણતરીબાજ મગજ ત્રિરાશી મુકવા માઁડે છે - શુઁ આ બધી દવા ત્યાઁ નથી મળતી એમ? બધીજ મળે છે. મોકલો રોકડા રૂપિયા. આપણે જાણે અજાણે લાગણીના, પ્રેમના વ્યવહારમાઁ રૂપિયાને દોડતો કરી દીધો છે અને એમ કરીને લાગણીના લીલાકઁચન વનનો સોથ વાળી દીધો છે. લીલાઁ વન કપાય છે ત્યારે તો કઁઇક અવાજ પણ થાય છે. પણ અહીઁ તો આવો કોઇ અવાજ કાને પડતોજ નથી. માત્ર રૂપિયોજ ખણખણતો હોય છે. ખાટલે પડેલા પિતા તમારી ચાકરી માગે ત્યારે તમે જાતે જવાને બદલે મની ઓર્ડર સાથે પોસ્ટમેનને પહોઁચાદી દો છો. તમે નાના હતા ત્યારે ચાર પગે ઘોડો થનારો પિતા આજે અશ્કત બનતાઁ તમારો ઉષ્માભ્રર્યો હાથ પોતાના કપાળે મૂકવા માગે છે. પણ તમને એ બચપણ યાદ નથી. આપણો જીવ કુટુઁબજીવનની ગઁગોત્રીથી દુર નીકળી જઇને ચલણી નોટોના કાગળની હોડીઓ ચલાવવામાઁ ગુઁથાઇ ગયો છે. એ વાત ખરી છે કે ધન વિના ચાલતુઁ નથી - આપણા પ્રાચીનો બિચારા એટલેજ કહી ગયા છે કે, ‘વસુ વિના નર પશુઁ’ પણ વસુ કહેતા લક્ષ્મીકે ધન, કઁઇ તમામ ભૂખની કામધેનુ નથી. એ આપણે ભૂલી ગયા છીએ. ઘણા બધા નિર્લજ્જ ઠઁડા વ્યવહારોને આપણે ચલણી નોટોમાઁ વીઁટવા માઁડ્યા છીએ. તમારી તરસ જ્યારે ઠઁડા પાણીનો પ્યાલો શોધતી હોય ત્યારે તમને કોઇ ડાઇનિઁગ કલ્બનુઁ કાર્ડ તમારા હાથમા મુકે તો કેવુઁ લાગે? કોઇ લાગણી માગે ને તમે રૂપિયા પરખાવી દો ત્યારે સામા માણસને એવુઁજ લાગે છે. પરઁતુ ધનને તમામ વ્યવહારોનો મઁત્ર બનાવવાની જરૂર નથી! જીવનનો બધોજ વ્યવહાર રોકડાના હિસાબે ના મૂલવશો. જ્યાઁ લાગણીનુઁ ચલણ છે ત્યાઁ નગદ સિક્કા ચાલતા નથી. પિતાએ સગા હાથે છોલીને ખવડાવેલી શેરડીનો રસ બાળકના જીવનમાઁ ઉતરે છે અને મહોરે છે. પતિએ સઁભારીને પત્નિને આપેલી વેણી દાઁપત્યજીવનમાઁ મેઘધનુષની શોભા મૂકી જાય છે. નોટોના નઁબર યાર નથી રહેતા, લાગણીની થોડીક પળો જિઁદગીભર હ્રદયમાઁ તરઁગો જગાડ્યા કરે છે.
_______________________________
રૂપિયાના ખણખણાત કરતા લાગણીના સઁબઁધો ખુબજ યાદગાર રહે છે અને તે લાગણીની હુઁફ સદા જિઁદગીભર હ્રદયમાઁ તરઁગો જગાડ્યા કરે છે. ખરુઁ! દરેકે સમજવા જેવો લેખ. ખાસ કરીને જ્યારે પિતા લીલીવાડી મુકીને જવાની તૈયારી કરતા હોય, ત્યારે ખાસ કરીને ઘરની દરેક વ્યક્તી, સગાસઁબઁધી પાસે તે માત્ર લાગણીની આસ રાખે છે કે તેમના સાથે કોઇ બે શબ્દ વાત કરે, તેમના માટે સમય કાઢે અને પ્રેમથી બે મીઁઠા શબ્દ ની આપ લે કરે કે પછી ભૂતકાળના યાદગાર સઁસ્મરણો ને યાદ કરી સઁતોષનો એક આનઁદ લે. બાકી, પૈસો ખણખણે અને માનવી ખુદ મા-બાપને ભૂલી એવો ખોવાઇ જાય કે તેમના ગયા બાદ સમજાય અને ખોટ લાગે! ખરેખર, જીવનનો બધોજ વ્યવહાર રોકડાના હિસાબે ના મૂલવશો. જ્યાઁ લાગણીનુઁ ચલણ છે ત્યાઁ નગદ સિક્કા ચાલતા નથી!!!

- ઇલાક્ષી પટેલ

3 comments:

Anonymous said...

Welcome back after a long period.

Unknown said...

"લાગણીના સંબંધો ખુબજ યાદગાર રહે છે" હોવું જોઈતું હતું.

ilaxi patel said...

Thanks, will make the corrections:-) this will help me to improve my gujarati!