Friday, November 03, 2006

વેલકમ હોમ

આદિલ મનસુરીએ લખ્યુઁ છે કે “વતનની ધૂળથી માથુઁ ભરી લો “આદિલ”, સારુ છે કે દિવાળી આવે છે ને વતન જવાનો મોકો રચી આપે છે “ વતન છોડ્વુ તે આજની ફેશન બની ચુક્યુ છે. વતનથી દુર રહેનારા અસઁખ્ય છે અને તેમની વાત પણ નિરાળી હોય છે! દિવાળી આવે અને નવેમ્બર મહિનો એટલે એન. આર. આઇ નો જાણે રાફડો ફાટ્યો! વતનમાઁ જવાની લાગણી વિશિષ્ટ હોય છે. સલામતી, પોતાપણુઁ, હુઁફ વતનમાઁ નજરે પડે છે. અનેક સગવડ કે અસગવડ વેઠીને દેશ યાદ કરીને પોતના વતન પ્રેમ તેમને દેશ તરફ પ્રેરે છે. ઘણાઁ તો દેશ આવીને વિદેશના ગુણગાન ગાવામાઁ(“અમારે અમેરિકામાઁ તો.....”) અડધો સમય વેડફી નાઁખે છે. તો કોઇ વળી તેમને પડ્તી તકલીફની વાત કરે છે કે પછી હોટલની ઉજાણી કરવામાઁ પડી જાય છે અને કહે છે કે “મને સમય નથી અને હુઁ ફ્ક્ત વીસ દિવસ માટે આવ્યો છુઁ” અને તેમ કહી તેવી એટીટ્યુડ રાખે છે કે લોકો તેમને મળવા જાય કારણકે તે એન.આર.આઇ. વી.આઇ.પી છે!

મને એક પ્રશ્ન સદા સતાવે છે કે “જાણીને કુવામાઁ પડવા શુઁ કરવા લોકો જાય છે? પૈસા માટે! કે પછી સગા ત્યાઁ છે માટે! આપણા દેશની એકજ કમી છે કે અહિ પૈસા ડોલરના તોલે નથી મળતા પણ તેના બીજા પાસા ઘણાઁ સારા છે. અમુક એન.આર.આઇ. જ્યારે દેશ પ્રેમ બતાવે છે ત્યારે મને થાય છે કે શુઁ કરવા તો પછી પરદેશ જાવ છો. બે વાત તો ના બને ને? ભાવુક બની લાગણીથી ખેઁચાવુ અને પછી દેશના બદલે વિદેશના ગુણગાના ગાવાના હોય તો મારા હિસાબે તે દઁભી છે.

વ્હોટ એવર, કોમેંટસ આર વેલ્કમ કારણ આ એક ડીબેટ ટોપીક છે અને તેમાઁથી સચ્ચાઇનો ખયાલ આવે છે. કોઇનુ દિલ દુખે તો ભુલચુક માફ! આ તો એક બ્લોગ થૌટ છે...બાકી જો લોકો વિદેશ ના જાય તો ભારતમાઁ લોકોની સઁખ્યા ખુબજ વધી જાય! અને પાછુ નરેન્દ્ર મોદી પ્રગતીના પઁથે જતા અટકી જાય તેના કરતા સારુ છે કે નરેન્દ્ર ભાઇની સરકાર કામ કરે અને જ્યારે વિદેશી આવે ત્યારે કહે “અમારુ ગુજરાત...”

બીલેટીડ હેપી ન્યુ યર ટુ ઓલ ........વેલકમ હોમ એંડ મીટ મી ...

- ઇલાક્ષી

1 comment:

Anonymous said...

I THINK, IT'S NOT DOLLAR THAT KEEP INDIAN'S PEOPEL IN AMERICA.
TOP FIVE REASON IN MY VIEW,
1. FREEDOM AND INDEPENDENCE (SPECIALLY IF YOU ARE FEMALE
2. OPPORTUNITIES AND REWARDS
3. BETER ECONOMIC AND SOCIAL LIFE
4. CLEAN ENVIRONMENT AND BETTER QUALITY ON THINGS
5. ADVANCE TECHNOLOGY AND GOOD EDUCATION.